________________
યોગશાસ્ત્ર
૨૭૧ અનેક ગ્રંથનાં અવતરણે વૃત્તિમાં આપવામાં આવ્યાં છે. એક સ્થળે રમવઃ૩૭ કહી પિતાના ગુરુના ગ્રંથમાંથી ટાંચણ આવ્યું છે. આ ટાંચણ કયા ગ્રંથમાંથી છે અને તે દેવચંદ્રસૂરિના ગ્રંથમાંથી છે કે કેમ તે અનિશ્ચિત બાબત છે.
૫. સુખલાલજીએ એક સ્થળે હેમચંદ્રાચાર્યના ગશાસ્ત્રની ટૂંકમાં ઠીક સમીક્ષા આપે છે: “એમના ગ્રંથ પછી (હરિભદ્રસૂરિની
ગવિંશિકા પછી) શ્રીમાન હેમચંદ્રસૂરિવિરચિત ગશાસ્ત્રનું સ્થાન આવે છે. એમાં પાતંજલ યોગશાસ્ત્રમાં બતાવેલાં આઠ ગનાં અંગેના ક્રમે સાધુ તથા ગૃહસ્થના જીવનની આચારપ્રક્રિયાનું જેનશૈલી અનુસાર વર્ણન આપવામાં આવેલું છે. તે ઉપરાંત આસન પ્રાણાયમ સાથે સંબંધ રાખનારી અનેક વાતનું વિસ્તૃત વિવેચન આપવામાં આવેલું છે. તેની સમીક્ષા કરતાં એ માલમ પડે છે કે તે સમયના લોકેામાં હઠયોગની પ્રક્રિયાને કેટલે બધો પ્રચાર હતા. હેમચંદ્રાચાર્યે પિતાના યોગશાસ્ત્રમાં હરિભદ્રસૂરિની ગવિષયક ગ્રંથની નવીન પરિભાષા કે રેચક શિલીને કઈ પણ સ્થળે ઉલ્લેખ કર્યો નથી, પણ શુભચંદ્રાચાર્યના જ્ઞાનાર્ણવમાં આવેલા પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત ધ્યાનનું વિસ્તૃત અને સ્પષ્ટ વર્ણન કર્યું છે. અંતમાં પિતાના અનુભવને અનુસરી, વિક્ષિપ્ત, યાતાયાત, સ્પિષ્ટ અને સુલીન એ ચાર મનના ભેદનું વર્ણન કરીને
(પ્રકાશ ૩. શ્લો, ૩૧.); મહાભારત. પત્ર ૫૬; મુદ્રારાક્ષસ પત્ર. ૨૧૨; સમરાદિત્ય કથા. પત્ર ૯૧. બૃહદારણ્યકોપનિષદ પા. ર૭૯. (પ્રકાશ ૪) વગેરે.
૩૭. યો. શા. ( આ. જ. સ. આ.) પત્ર. ૨૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org