________________
પ્ર
સ્તા
વે
ના
શ્રી હેમચંદ્રાચાર્યની કૃતિઓની સમીક્ષા કરવી એ મહાસાગર એળંગવા જેવો વિકટ પ્રયાસ છે. એમની કૃતિઓ અનેકાનેક, વળી વિષયવૈવિધ્ય પણ બહુ જ અને પાંડિત્ય તથા પ્રતિભાના ગંભીર, દ્યોતક અને સામાન્ય અભ્યાસકની બુદ્ધિને ટપી જાય તેવા ઉન્મેષો પણ ઘણું. આ બધાયને જીવનની અનેકવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલે એક અભ્યાસક કદાચ પૂરો ન્યાય ન આપી શકે એ દેખીતું છે. પરંતુ આચાર્યશ્રી તરફની ભક્તિ અને શ્રદ્ધા, એ જ મારા જેવાને આ વિકટ કાર્ય હાથ લેવા પ્રેરે છે. કોકિલ લઘુ હોવા છતાં શું આંબાનાં યશગાન ગાતે નથી? કાલ અને સ્થળથી દૂર દૂર રહેલે એક વિનીત શિષ્ય પ્રતિભેજવલ સંસ્કારસ્વામીના તેજના અંબારમાંથી એકાદ કિરણ શું ન ઝીલે ? આવું જ કાંઈક શ્રી હેમચંદ્રાચાર્યની ઉપલબ્ધ કૃતિઓમાંથી ઝીલી વાચક સમક્ષ રજુ કરવાનું મને પ્રાપ્ત થાય છે એ હું મારો ધન્ય ઘડી સમજું છું. આચાર્યશ્રીની કૃતિઓનું મારી બુદ્ધિ અનુસાર મનન કરતાં મારા હૃદયમાં અનેકાનેક ભાવ ઉત્પન્ન થયા છે, આચાર્યશ્રી પ્રત્યેની મારી શક્તિમાં વધારો થયો છે, અને તે ભક્તિને લીધે એક પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org