SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન ૨૩૯ પરંતુ બેનું મિલન થતાં કફ થતો નથી કે પિત્ત ચઢતું નથી, ઊલટી તેનાથી પુષ્ટિ મળે છે. આ રીતે વસ્તુ નિત્ય તેમજ અનિત્ય છે અને વિરોધી ગુણ એક સાથે જ રહી શકે છે. આ રીતે ક્રમે કરીને સાંખ્ય, બૌદ્ધ, નૈયાયિક અને વૈશેષિક સામે અનેકાન્તની સ્થાપના આચાર્યશ્રી કરે છે. ચાર્વાકને પરમાર્થ જોવાની આવશ્યકતા નથી એટલે તેની તે અહીં ગણતરી જ કરવાની નથી. અને છેવટે કહે છે : तेनोत्पादव्ययस्थेमसंभिन्नं गोरसादिवत् त्वदुपझं कृतधियः प्रान्ना वस्तुतस्तु सत् ॥३१ હે પ્રભુ, તે કારણથી તત્ત્વજ્ઞાની પુરુષોએ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત વસ્તુતવે જે આપે પ્રથમથી જ ઉપદેશ્ય છે તેને જ ગોરસાદિકની માફક જ સ્વીકાર્યું છે. જેમ ગેરસ દુધપણે વિનાશ પામી દહીંપણે ઉત્પન્ન થઈ ગોરસ પ્રમાણે કાયમ રહે છે તેજ પ્રમાણે દરેક વસ્તુ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત જ હોઈ શકે છે.” આ આખેય પ્રકાશ દાર્શનિક છે અને દ્રવ્યપર્યાયવાદ અને સસ્વરૂપનું આચાર્યશ્રીએ અનેકાન્તદષ્ટિએ નિરૂપણ કર્યું છે. પ્રકાશ : ૯: શ્લોક : ૮ : કાલસૌષ્ઠવજ્ઞાપન : સત્યયુગ કરતાં કળિયુગ સારે કે થોડા કાળમાં હે પ્રભુ તારી ભકિત ૩૦. વી. રા. સ્તવ : પ્રકાશ ૮ લો. ૬ : गुडो हि कफहेतुः स्यान्नागरं पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति गुडनागरभेषजे ॥ ૩૧. વી. રા. સ્તવ : પ્રકાશ ૮ : લે. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy