________________
પ્રમાણમીમાંસા
૨૧૭ ઇચ્છતા જિજ્ઞાસુએ પં. સુખલાલજી સંપાદિત પ્રમાણમીમાંસાનું પરિશીલન કરવું ઘટે છે. આ પ્રમાણમીમાંસામાં આચાર્યશ્રીએ કરાવેલા તત્વદર્શનને તેમણે અનેક સ્થળે, તેમની મહાવીરસ્તુતિકાર્નાિશિકાઓમાં, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનાં અનેક સ્થાનેમાં, તથા વીતરાગસ્તુતિમાં નિરૂપણ કરેલું છે. શ્રી હેમચંદ્રાચાર્ય અનેક વિદ્યાઓને વારિનિધિ હતા અને તેમની દષ્ટિ બહુજ સૂક્ષ્મ અને વેધક હતી. પ્રમાણમીમાંસામાં જ્યાં જ્યાં તેમણે પુરગામી આચાર્યોનાં વિધાનેમાં સુધારે વધારે કરે છે ત્યાં એમની વેધક દષ્ટિનો અભ્યાસકને સાશ્ચર્ય પરિચય થાય છે. જ્યાં એમને પુરોગામી આચાર્યો સાથે સંમતિ છે, ત્યાં પુરોગામી આચાર્યોના વચનમાં બહુ ફેરફાર કરી નાખવાની તેમની લેખનપ્રણાલી નથી. પ્રમાણમીમાંસાને ગ્રંથ સરળ, સીધી અને સચોટ શિલીમાં લખવામાં આવ્યો છે. અને અનુશાસન તરીકે બીજાં અનુશાસનની હરોળમાં તેનું સ્થાન એટલુંજ સુનિશ્ચિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org