________________
એમની કૃતિઓને અસામાન્ય રીતે મળી હતી. તેને લીધે, એમના સર્જનસમયથી લઈ આજ સુધીમાં લગભગ ૭૦૦ વર્ષ જેટલા દૌર્ધકાળમાં, એ ગ્રંથની હજારો-લાખો પ્રતિલિપિઓ થઈ છે અને તેને માટે અગણિત એવો દ્રવ્યવ્યય કરવામાં આવ્યો છે. આખાય હિંદુસ્તાનમાં નાના મેટા એવા જે હજાર જેન ગ્રન્થભંડારે આજે વિદ્યમાન છે તેમાંથી ભાગ્યે જ કોઈ એ ભંડાર હશે જેમાં હેમચંદ્રાચાર્યની કેબી ને કઈ કૃતિની પ્રતિલિપિ ઉપલબ્ધ નહિ થતી હોય. જેના ગ્રન્યકારમાં બીજો કોઈ એવો મહાભાગ્ય શાસ્ત્રકાર નથી થયો જેના ગ્રન્થોનો આટલે વિશિષ્ટ પ્રચાર અને પ્રસાર થયો હેય.
હેમાચાર્યની કૃતિઓની આવી લોકપ્રિયતાનું મુખ્ય કારણ તેમાં રહેલી શૈલીની સુપાઠથતા, ભાષાની સરલતા, રચનાની પૂર્ણતા, વિષયની વ્યાપકતા, વિવેચનની તટસ્થતા, પ્રમાણની પરિમિતતા અને સંકલનાની સુગમતા આદિ છે. હેમચન્દ્રાચાર્યની શાસ્ત્રરચનાને મૂળ ઉદ્દેશ અગાધ એવા પાંડિત્યનું પ્રદર્શન કરાવવાને ન હતો તેમ જ કેઈ નવીન સિદ્ધાન્ત કે તત્વને પ્રતિપાદન કરવાનો ન હતો. તેમને ઉદ્દેશ તે માત્ર વિદ્યાભિલાષિઓને વત્સલભાવે સુગમ અને સુબેધ રીતે તે તે વિષયોનું સર્વાગીણ અને સારભૂત આકલન કરાવવાને હતો. હેમાચાર્યને એ લોકહિતકર અને વિદ્યાપ્રિય વિશુદ્ધ - ઉદ્દેશ સર્વ રીતે સફળ થયે છે; એ આપણે આજ સાત સાત સૈકાઓથી એમના ગ્રન્થના થતા આવતા અવિરત પઠન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org