________________
ગાકતદ્વયાશ્રય
૧પ૭,
જમ્મુ, પ્રભવ વગેરેની પ્રશંસા કરે છે અને જિનવચનને વખાણે છે. (૩૩–૪૨) ત્યાર પછી જૈન ધર્મમાં ઉપદેશેલા સિદ્ધાતો પ્રમાણે ચાલવાથી સદ્દધર્મ પ્રાપ્ત થાય છે તેની તેના મનમાં વિચારણું થાય છે. (૪૨–૫૧) અહતેનું વર્ણન કરે છે અને તેમને નમસ્કાર કરે છે (પર-૫૯) ત્યાર પછી સિદ્ધો અને પંચ, પરમેષ્ઠીની પ્રશંસા કરે છે. (૫૯-૬૮) મૃતદેવીની પ્રશંસા કરી તેમને પ્રત્યક્ષ દર્શન દેવા તે પ્રાર્થના કરે છે. મૃતદેવી કુમારપાલ આગળ પ્રત્યક્ષ દેખા દે છે. (૬૯-૯૧.) મૃતદેવી તેને ઈદ્રના મિત્ર તરીકે વર્ણવે છે અને જણાવે છે કે તેની કીર્તિ રસાતલથી સ્વર્ગ સુધી પહોંચશે એમ જણાવે છે. વર માગવા માટે મૃતદેવી કુમારપાલને કહે છે. કુમારપાલ તેને ઉપદેશ આપવા પ્રાર્થના કરે છે. (૯૧-૧૦૨.).
સર્ગ : ૮ : ગા. ૧-૮૩ : મૃતદેવીને ઉપદેશ ૮૧ ગાથા, એમાં વર્ણવવામાં આવ્યો છે. મેક્ષનાં સાધનો, મેક્ષ પામેલાનું સંસારમાં અનિવર્તન વગેરે જણાવી, સ્થિર સમાધિ પ્રાપ્ત કરવા માટે ગની આવશ્યકતા ઉપર તે ભાર મૂકે છે. ઈડા અને પિંગલા વચ્ચે મનનો સંચાર કરી, પદ્માસનમાં ધ્યાનસ્થ બની સંસાર ઉપર વિરક્તિ પ્રાપ્ત કરવાનો અને વિષયને ત્યાગ કરવાને તે ઉપદેશ કરે છે. શત્રુમિત્ર વચ્ચે સમભાવ જાળવવો અને અહિંસા આચરવી એમ તે જણાવે છે. સંસારરૂપી વનમાંથી નીકળી જવું, મહષિઓનું સેવન કરવું, જિનો પદિષ્ટ ધર્મ સમજ અને મિથ્યાધર્મનું આચરણ સદાય ત્યજવું. ઈન્દ્રિય ઉપર જય પ્રાપ્ત કરે; તપ અને સંયમનું આચરણ કરવું; રાત્રિભજન ન કરવું, ક્રોધ, માન, મેહ વગેરેને ત્યજવાં. સંસારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org