SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ -- - ૧૫ર હેમસમીક્ષા નાવલી અને બીજી બાજુએ આલંકારિકેને અભિમત સંપૂર્ણ મહાકાવ્ય. આ અર્થને પ્રાચીન લેખકની સંમતિ છે. સોલંકીવંશનું કીર્તન અને કુમારપાલનું ચરિત એ તે એ આલંકારિક સિદ્ધતિને અનુસરતી કાવ્યરચનાના વિશે છે. સંસ્કૃત યાશ્રયકાવ્યમાં ઇતિહાસતવ કાવ્યતત્ત્વ કરતાંય વિશેષ છેપ્રાકૃત દ્વયાશ્રયકાવ્યમાં ઈતિહાસતત્વ કરતાંય કાવ્યતત્વ અધિક છે. કુમારપાલચરિતમાં કુમારપાલના જીવનને ઈતિહાસ ઝાઝો મળતો નથી. વર્ણન, ધર્મોપદેશ, રાજાની નિત્યચર્યા વગેરે બાબતનાં વર્ણનથી કાવ્યને માટે ભાગ કવિ રેકી લે છે. કુમારપાલના પૂર્વજીવનની કે તેના રાજા થયા પછીના જીવનની અનેક ઐતિહાસિક દૃષ્ટિએ ઉપયુક્ત બાબતો આ કાવ્યમાં દૃષ્ટિગોચર થતી નથી. હેમચંદ્રાચાર્ય પોતાના સમકાલીન રાજા, મિત્ર અને શિષ્યને માટે અનેક અવનવી બાબતો નેધવા યોગ્ય પણ ન ગણે. વળી કુમારપાલના જીવનને ઐતિહાસિક ઝીણવરથી આલેખવાને હેમચંદ્રાચાર્ય હેતુ હતું જ નહિ; તેમને હેતુ તે વ્યાકરણસૂત્રો સુંદર મહાકાવ્ય મારફતે નિદર્શિત થાય અને સાથે સાથે નાયકનું ગુણકીર્તન થાય એ હતે. મહાકાવ્યનું વસ્તુ નીચે પ્રમાણે છે: સર્ગ : ૧ : ગાથા : ૯૦ : પ્રથમ ગાથામાં મંગલાચરણ કરી (ગા. ૨-૨૭) અણહિલનગરનું ભભકભર્યું અને અલંકારભર્યું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર પછી (ગા. ૨૮-૪૭) કુમારપાલનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રાતઃકાળની ચર્ચાનું આલેખન મુખ્યત્વે આ સર્ગમાં કરવામાં આવ્યું છે. સૂતો ગીત બેલે છે. રાજા શયનમાંથી ઊઠે છે. સ્નાનાદિ અને તિલકગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy