________________
જેમના કેવળજ્ઞાનના અનંતમાભાગમાત્રમાં પણ અનંતદ્રવ્ય-પર્યાયથી પરિપૂર્ણ એ સમગ્રલક અને અલોક અવસ્થિત છે, પ્રતિબિંબિત છે, તેવા પરમાત્મા જ ત્રણે લેકના ગુરૂ છે.
આ રીતે પરમાત્મગુણેની સ્તુતિથી પ્રસન્નતાને પ્રાપ્ત થયેલો સાધક પિતાના ચિત્તને પરમાત્મસ્વરૂપના ચિતનમાં સ્થિર બનાવી, પિતાના આત્માને સ્વ.-આત્મસ્વરૂપમાં તન્મય બનાવે છે. यत्स्वरुप परिज्ञानात् नात्मतत्वस्थिति भवेत् ।। य' ज्ञात्वा मुनिभिः साक्षात्-प्राप्त तस्यैव वैभवम् ।। (ज्ञानार्णव)
ચોગશાસ્ત્ર (દશમપ્રકાશ)માં પણ આજ વાત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે ફરમાવી છે કેઃ “સમવસરણ સ્થિત તીર્થંકર પરમાત્મા અથવા તેમની સૌમ્યશાંતરસંપૂર્ણ પ્રતિમાનું ધ્યાન નિનિષદ્રષ્ટિએ કરનાર સાધક રૂપસ્થથાનના અભ્યાસના બળે તેમના ધ્યાનમાં તન્મય બને પિતાના આત્માને પણ સર્વજ્ઞરૂપે જુએ છે, ત્યારપછી અમૂ, ચિદાનંદસ્વરૂપ, નિરંજન, સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરે છે. એમ નિરંતર ધ્યાનાભ્યાસ કરતો ચગી સિદ્ધ સ્વરૂપના આલંબનથી, ગ્રાહ્ય–ગ્રાહકભાવથી રહિત બનીને આત્મસ્વરૂપમાં તન્મય બને છે.
સિદ્ધ પરમાત્માનું અનન્ય શરણ સ્વીકારી સાધક તેમના સ્વરૂપમાં એવી લીનતા પ્રાપ્ત કરે છે, જેથી ધ્યાન અને ધ્યાતાભાવને વિલય થાય છે, અને સાધક દયેય સાથે એકતાને પામે છે.
અર્થાતુ જ્યારે આત્મા ભેદને છેદ કરી. અમેદપણે પરમાત્મ યાનમાં લીન બને છે ત્યારે તે જ સમરસી ભાવ અથવા એકીકરણ કહેવાય છે. અર્થાત્ તે જ ‘લય ધ્યાન છે.
અને...લયનાં સંબંધથી અલયનું, સ્થૂલથી સૂમનું અને આલંબનથી નિરાલંબનનું ચિંતન કરનારા તત્વજ્ઞાની યોગી શીધ્ર આત્મતત્વને સાક્ષાત્કાર મેળવે છે. યાને આત્મસ્વભાવમાં જ લીન થયેલ જુએ છે. આ જ પરમલય ધ્યાન છે.
લય માં સંભે પ્રણિધાન અને પરમલય માં અમે પ્રણિધાનને અન્તર્ભાવ થયેલો છે.
અહીં “શરણ” એ = પ્રણિધાન સ્વરૂપ છે. અને પ્રણિધાન એ વજલેપ સદશ છે. જેમ વાલેપના સંગથી મકાન-મૂતિ વગેરે પદાર્થોની સ્થિતિ લાખે કરોડો વર્ષ = પ્રણિધાન=ચેય પ્રત્યેની એકાગ્રતા, અટલ શ્રદ્ધા, અત્યંત પ્રેમ અને વિશ્વાસયુક્ત શરણ–આશ્રય. •
૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org