________________
અનુપકૃત–પ્રત્યુપકારની ઈચ્છા વિના જ પરાનુગ્રહમાં તત્પર હોય છે. તેઓ રાગ-દ્વપ અને મહિના પૂર્ણ વિજેતા હોય છે, લોત્તમ અને લોકાલોકના સંપૂર્ણ જ્ઞાની-કેવળજ્ઞાની હોય છે, તેથી તેમને વચનમાં અસત્યતા કે અયથાર્થતા હોવાનું કોઈ જ કારણ નથી.
તે જ સત્ય અને શંકા વિનાનું છે જે જિનેશ્વર ભગવાને કહાં છે” આવી દઢ શ્રદ્ધા અને ભાવનાથી પણ...આત્મા ભવસાગર તરી જાય છે. આ છે જિનારાને મહાપ્રભાવ.......!
આ રીતે જિનેશ્વર ભગવાનની આજ્ઞા વિશે વિચાર કરે એ... આજ્ઞાવિચય રૂપ ધર્મધ્યાન છે. (૨) અપાયરિચય –
રાગ-દ્વેષ-કષાય અને મિથ્યાત્વાદિ આશ્રવ દ્વારમાં પ્રવૃત્ત થયેલાં જીવેને આ ભવ અને પરભવમાં જે ભયાનક દુખે ભેગવવા પડે છે, તેનું ચિંતન-ધ્યાન કરવું એ .. અપાય વિચય ધર્મધ્યાન છે.
આ ધ્યાનમાં અશુભ પાપકર્મોના બંધનમાં કારણભૂત જે રાગ-દ્વેષ-મિથ્યાત્વ મહાદિ દુષ્ટભાવે છે, તેનું સ્વરૂપ વિચારવાનું હોય છે. રાગ-દ્વેષની ભયાનકતા –
કેન્સર–ટી.બી., ભગંદર આદિ અનેક રોગે શરીરમાં ઉત્પન્ન થાય છે. તેને શારીરિક પાધિ કહેવાય છે, એમ રાગ-દ્વેષાદિ આત્માના રેગે છે.
આત્માને ભવમાં ભ્રમણ કરાવનાર અને ચીકણા કર્મબંધ-અનુબંધ કરાવનાર આ રાગ દિ દોષે છે.
અનુકુળ વિષય સામગ્રી મળતાં આનંદની અને પ્રતિકૂળ સંગ આવતાં વિષાદની જે લાગણીઓ ઉત્પન્ન થાય છે, તેની પાછળ રાગ-દ્વેષ કારણભૂત છે.
રાગની ઉત્કટતા દીર્ઘ સંસારનું સર્જન કરે છે.
ષની પ્રબળતાથી જીવને નરકાદિ દુર્ગતિઓમાં ભટકવું પડે છે અને અસહ્ય પીડા-વેદના ભેગવવી પડે છે. (૨) કપાચની કટુતા :
કષાયે સંસાર વૃક્ષનું મૂળ છે.
કેાધ-માન-માયા અને લોભ જેમ વધુ ઉત્કટ બને છે, તેમ તન-મનની–અશાંતિસંતાપ-અકડાઈ-ક્ષુદ્રતા અને તૃષ્ણા વધતી જાય છે.
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org