________________
ચાર મૂલાતિશય :- (૧) જ્ઞાનાતિશય-કેવળજ્ઞાન હોવું (૨) વચનતિશય-૩૫ ગુણ યુક્ત વાણીવાળા (૩) પૂજાતિશય-સુર-અસુર અને મનુષ્ય વડે તથા તેમના સવામીએ વડે પૂજતા (૪) અપાયાપગમાતિશય-દરેક પ્રકારના બાહ્ય-અત્યંતર અપાય-રાગદ્વેષાદિને નાશ થ. સિદ્ધપરમાત્માના ૮ ગુણે -
(૧) અનંતજ્ઞાન (૨) અનંતદશન (૩) અનંત અવ્યાબાધ સુખ (4) અનંત ચારિત્ર (૫) અક્ષયસ્થિતિ (૬) અરૂપી પણું (૭) અગુરુલઘુત્વ અને (૮) અનંતવીય.
આચાર્યના ૩૬ ગુણે - પાંચ ઈનિદ્રાના વિષયોને જીતનારા, ક્રોધાદિ ચાર કષાયથી મુક્ત, પાંચ મહાવ્રતના ધારક, પંચાચાના પાલનમાં સમર્થ, પાંચ સમિતિ અને ત્રણ ગુતિથી યુક્ત આ ૩૬ ગુણે આચાર્યના છે.
ઉપાધ્યાયના ૨૫ ગુણે - ૧૧ અંગ અને ૧૨ ઉપાંગના જ્ઞાતા તથા ચરણસિત્તરી અને કરણસિત્તરી રૂપ ચારિત્રના મૂળગુણ અને ઉત્તરગુણના ધારક ઉપાધ્યાય હાય છે. સાધુના ર૭ ગુણે -
પાંચ મહાવ્રત, રાત્રિ ભેજનત્યાગ, છ કાયજીવોની રક્ષા, પાંચ ઈન્દ્રિયો ઉપર સંયમ, ત્રણ ગુપ્તિ, લોભરહિત, ક્ષમાના ધારક, ચિત્તપાવિત્ર્ય વસ્ત્રાદિનું શુદ્ધ પ્રતિલેખન, સંયમમાં સ્થિત, પરિષહને સહન કરવા અને ઉપસર્ગોને પણ સહન કરવા તે સાધુ ભગવંતના ર૭ ગુણ છે.
આ રીતે પંચપરમેષ્ઠિઓ ૧૦૮ ગુણવાળા હોય છે. તેમનું સ્મરણ, ધ્યાન વિગેરે કરવાથી તેમનામાં રહેલા સદ્દગુણનું પણ ધ્યાન થાય છે અને એથી જ સાધક ધ્યાન અને ગુણની ઉપાસનામાં સારી એવી પ્રગતિ સાધી શકે છે.
ભાવાર્થ – ઉત્પત્તિ દ્વારમાં નમસ્કાર ઉત્પત્તિના જે ત્રણ હેતુએ બતાવ્યા છે, તે ધ્યાનની સાધનામાં પણ એટલા જ અગત્યના હેતુઓ છે.
(૧) સમુત્થાન – ધ્યાન સાધનામાં પણ ધ્યાનને યોગ્ય શરીરનું સમ્યગુ ઉત્થાન તેમજ શારીરિક બળ અપેક્ષિત છે. ઉત્તમ સંઘયણ યુક્ત શરીર ધ્યાનમાં વિશેષ નિશ્ચલતા લાવે છે સપક શ્રેણીગત ધ્યાન માટે પ્રથમ સંઘયણની આવશ્યક્તા હોય છે.
(૨) વાચના – ધ્યાનમાં શ્રુતજ્ઞાનનો ઉપયોગ બારમાં ગુણસ્થાનક સુધી અવશ્ય હોય છે તેથી ગીતાર્થ જ્ઞાની સદગુરૂ દ્વારા વાચનાદિ વડે શાભ્યાસ કરવો જરૂરી છે. * સુતજ્ઞાનવડે જ તત્વચિંતા અને ભાવનાને અભ્યાસ થવાથી ધ્યાનને વાસતવિક પ્રારંભ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org