________________
(૧૯) ઓગણીસમાં વલયમાં મહત્તરામુખ્ય એટલે સાદવીઓમાં મુખ્ય ચંદનબાલા વિગેરે સાધ્વીઓની સંખ્યાને ન્યાસ કરવાનો છે. (જુઓ પરિશિષ્ટ ન )
(૨૦) વીસમાં વલયમાં શ્રાવકેની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ પરિશિષ્ટ ન )
(૨૧) એકવીસમાં વલયમાં શ્રાવિકાઓની સંખ્યા સ્થાપવામાં આવી છે. (જુઓ પરિશિષ્ટ ન )
વિવેચન : શ્રી ઋષભદેવ વિગેરે જેવીશ તીર્થકર ભગવતેના પરિવાર ભૂત મુખ્ય ગણધરાદિ શ્રમણ સમુદાય, સાધ્વીછંદ, શ્રાવક અને શ્રાવિકાના સમુહની સંખ્યાના નિર્દેશ પૂર્વક સ્મરણ-યાન કરવાનું વિધાન એ અત્યંત મહત્વભર્યું છે.
સર્વે તીર્થકર ભગવતે સમગ્ર જીવરાશિના કલ્યાણ અર્થે જે “તીર્થ'ની સ્થાપના કરે છે, તે “તીર્થ પ્રરમ ગણધર અને ચતુર્વિધ સંઘ કવરૂપ છે.
દ્વાદશાંગી રૂપ તીર્થના સૂત્રથી રચયિતા ગણધર ભગવંત છે અને તેને આધાર ચતુર્વિધ સંઘ છે. સર્વે તીર્થકરો તીર્થ વડે જ મેક્ષમાર્ગ પ્રવર્તાવે છે.
દ્વાદશાંગી એ મોક્ષમાર્ગ છે, અને ચતુર્વિધ સંઘ તેને પથિક વર્ગ છે. - ભવસમુદ્રને પેલે પાર પહોંચાડવામાં સમર્થ જહાજ તુલ્ય તીર્થના આલંબન દ્વારા ભવ્ય જીવોને ધર્મમાં પ્રવેશ કરાવીને સર્વે તીર્થકર ભગવંતે મહાન અનુગ્રહ ઉપકાર કરે છે.
તીર્થની હૈયાતી સુધી જે કઈ ભવ્યાત્માઓ તીર્થની આરાધના-ઉપાસના દ્વારા સદ્દગતિ અને સિદ્ધિ આદિ કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરે છે, તેમાં પરમાત્માને અનુગ્રહ જ કાર્યશીલ હોય છે. (કારણભૂત છે.)
તીર્થની મહત્તા – પ્રવચન કે સંઘ રૂ૫ તીર્થ એ પરમ પ્રભાવિક, અચિત્ય શક્તિ સંપન છે,
દુસ્તર, દુર્લથ, ભયાનક સંસાર સાગરને પાર કરનાર શ્રેષ્ઠ અને સમર્થનાવ–જહાજ સમાન છે. - વિશ્વમાં રહેલા ચરાચર સકલ પદાર્થોના સંપૂર્ણ સ્વરૂપને યથાર્થ રીતે બતાવનાર છે.
અત્યંત નિર્દોષ-શુદ્ધ અને બીજાથી ન જાણી શકાય એવી “ચારણ” અને “કરણ દિયાને આધાર છે. અને ત્રણે લેકમાં રહેવા શુદ્ધ ધર્મસંપત્તિ સંપન્ન મહાત્માઓથી આસેવિત છે. વર્તમાન તીર્થકર, ગણધર ભગવંતે પણ પૂર્વના તીર્થકર સ્થાપિત તીર્થના આલંબને જ તીર્થકર–ગણધર પદ પ્રાપ્ત કરે છે. તથા ઉદર્વ, અધે અને તિર્યગૂ લોકમાં રહેલા સર્વ ઈન્દ્રાદિ સમ્યગૃષ્ટિ દે, અને મનુષ્ય તિર્યય યુનિમાં રહેલા સમ્યગ્દષ્ટિ જીવો જિન પ્રવચન અને સંધ પ્રત્યે અત્યંત આદર અને ભક્તિભાવ ધરાવે છે.
- ૧૮ થી ૨૧ આ ચાર વલયો દ્વારા વિશ્વમાં સર્વોત્તમ, સર્વશ્રેયસ્કર ગણાતા ગણધર કે ચતુર્વિધ સંઘ રૂપ જંગમ તીર્થનું ધ્યાન કરવાનું સૂચન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org