________________
કલ્યાણમિત્ર શ્રી કે. ઋષભચંદ્રજી
જન્મ રાજસ્થાનમાં, કાર્યક્ષેત્ર મદ્રાસ જૈન વિદ્યાનું અધ્યયન નાગપુર અને મુજફ્ફરપુર અને જેમની કર્મભૂમિ અમદાવાદ એવા શ્રી રિખબચંદ-ઋષભચંદ્ર કસ્તુરચંદજી જૈન મદ્રાસમાં રહ્યા હોવાને કારણે કે. આર ચંદ્રા સાહેબ તરીકે નામના પામ્યા છે.
પ્રાકૃત અને જૈન વિદ્યાના ક્ષેત્રમાં કાર્ય કરનાર આ સદીમાં જે થોડાક વિદ્વાનો થઈ ગયા તેમાં ડૉ. કે. આર ચંદ્રાનું નામ જાણીતું છે.
પ્રાકૃત અને જૈન સાહિત્ય-સંશોધન ક્ષેત્રે ડૉ. ચંદ્રાનું બહુ મોટું પ્રદાન છે. તેમણે ૨૫થી વધુ ગ્રંથો અને આગમો અને આગમ સાહિત્ય વિશે હિન્દી અને અંગ્રેજીમાં ૨૦૦થી વધુ સંશોધન લેખો આપ્યા છે. તેમણે વિદ્યાવ્યાસંગ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું.
દૃઢ મનોબળ, ખંત, સૂઝ અને અભ્યાસથી તેમણે પ્રાકૃત ભાષા પર અસાધારણ પ્રભુત્વ મેળવી લીધું હતું.
સંશોધન-લેખનમાં ચીવટ અને ચોકસાઈ એટલી બધી કે તેમના વિધાનની વિરુદ્ધ કંઈ પણ કહેતાં પહેલાં ખૂબ વિચાર કરવો પડે. નિરાધાર કશું જ લખવું નહીં એ એમની પ્રકૃત્તિ હતી.
ચંદ્રા સાહેબ અને હું લગભગ સમવયસ્ક. તેમનો જન્મ ૨૮ જૂન ૧૯૩૧ અને મારો જન્મ ૩૧ જુલાઈ ૧૯૩૨, પણ એક વડીલ બંધુનો મને તેમનો સ્નેહ મળ્યો છે.
ચંદ્રા સાહેબનો પરિચય મને તેઓ ૧૯૬૨માં એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજીમાં રિસર્ચ ઑફિસર તરીકે જોડાયા ત્યારથી થયો. ત્યારપછી તો અમારો પરિચય ગાઢ થતો ગયો ત્યારથી મને તેમના ઉદારદિલ અને સ્નેહસભર સ્વભાવનો અનેક વાર પરિચય થયો છે. હું પાટણની શેઠ એમ. એન. સાયન્સ અને શ્રીમતી પી. કે. કોરાવાળા આર્ટ્સ કૉલેજમાં પ્રાકૃત વિભાગના અધ્યક્ષ તરીકે ૧૯૬૩માં જોડાયો. તેમણે પીએચ. ડી. કરવા મને ખૂબ પ્રોત્સાહન આપ્યું. પાટણ કૉલેજમાં પ્રાકૃતના અધ્યયન માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે અને પ્રાકૃતને અન્ય વિષયો સાથે પ્રતિષ્ઠાનું સ્થાન મળે તે માટે મેં જે પ્રયત્નો કરેલા તે જોઈ ખૂબ ખુશ થયેલા, અને મને ખૂબ મદદ કરેલી.
બહુ ઓછી યુનિવર્સિટીઓમાં સ્વતંત્ર પ્રાકૃત-પાલિ વિભાગને સ્થાન મળ્યું છે. ગુજરાત યુનિ.માં પ્રાકૃત-પાલિ વિભાગ વિકાસમાં વિશેષ પ્રયત્નોથી પોસ્ટગ્રેજ્યુએટ પ્રાકૃત સર્ટિફીકેટ કોર્સ અને એક વર્ષનો ગૌણ પ્રાકૃતનો મુખ્ય પ્રાકૃત સાથે એમ. એ.નો અભ્યાસક્રમનો પ્રારંભ થયો.
પ્રાકૃત અને જૈન વિદ્યાના વિકાસ માટે તેમણે ૧૯૭૯માં પ્રાકૃત જૈન વિદ્યા વિકાસફંડની રચના કરી પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીમાં સક્રિય રસ લીધો.
મારા ઉત્કર્ષમાં તેમણે ખૂબ આનંદ થતો. કૉલેજમાં આચાર્ય તરીકે મારી નિયુક્તિ થાય તેમાં તેમણે સક્રિય રસ લીધેલો. આચાર્યની પસંદગી માટેના ઇન્ટરવ્યૂ યુનિવર્સિટીના ભાષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org