SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાનું મનાય છે. સેન્ટરમાં જગ્યાની મર્યાદાના કારણે માત્ર આગળની એક જ બાજુથી દેખાય તેવી પ્રતિકૃતિ (મોડેલ) બનાવવાની ફરજ પડી. જગ્યાના પ્રમાણમાં નક્શો તૈયાર કરવામાં આવ્યો છે અને તે મૂજબ પર્વતની ઊંચાઈ અને પહોળાઈ (ઊંચાઈ ૧૩૪૧”x પહોળાઈ ૧૪.૬૪ ઊંડાઈ ૫'૧') નિર્ધારિત કરી. મૂર્તિઓને એક પછી એક એમ ચાર ક્રમસર હરોળમાં ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું. ચાર તીર્થંકર સૌથી ઉપરના લેવલ (સપાટી)માં (નં.૩ થી ૬), આઠ વચ્ચેના લેવલમાં (નં. ૭ થી ૧૪), દસ એનાથી નીચે (નં.૧૫ થી ૨૪) અને બે સૌથી નીચેના લેવલમાં બિરાજીત કરવામાં આવ્યા. મૂર્તિઓની ઊંચાઈ અને ગોખલાનું કદ એ લાઈનમાં જેટલી જગ્યા હતી તે પ્રમાણે કરવામાં આવ્યું. સ્કટિક અને કિંમતી રત્નોઃ આ માટે ૩૦ ટન રફ સ્ફટિકની આયાત કરવામાં આવી. તેના પર કરવામાં આવતી પ્રક્રિયા અને કોતરણી કર્યા પછી આ પવનું કૂલ વજન આશરે ૭.૫ ટન જેટલું થયું છે, તેને ૧.૫ ટન સ્ટીલ ફ્રેમનો સપોર્ટ છે. વિશ્વના જુદાં જુદાં રંગનાં રત્નો આયાત કરવામાં આવ્યાં અને તેમાંથી જુદા જુદા માપની મૂર્તિઓ ઘડવામાં આવી. પ્રત્યેક મૂર્તિ કુદરતી રીતે પ્રાપ્ત થયેલ એક જ રત્નમાંથી ઘડવામાં આવી. વળી આ પ્રત્યેક રત્ન જેમોલોજિક્લ લેબોરેટરી દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યાં. રત્નમાંથી બનાવેલી આ મૂર્તિમાં કોઈ સાંધા નથી, એટલું જ નહીં, પરંતુ દરેક મૂર્તિ ધાર્મિક નિયમ અનુસાર અને નિશ્ચિત કરેલા માપ પ્રમાણે ઘડવામાં આવી છે. મૂર્તિ માટે વાપરવામાં આવેલાં રત્નો ઉત્તમ ગુણવત્તાવાળાં હોય, તે માટે પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો. આ મૂર્તિઓ આ યોજનાનું અંતિમ સ્વરૂપ છે. તેમાંના કેટલાંક રત્નોના નામ એમરાલ્ડ, રૂબી, એમેથીસ્ટ, કુનઝાઈટ, તૂરમલીન, સોડાલાઈટ, રોઝ ક્વાર્ટ્ઝ, એક્વા મરીન, મેલેકાઈટ વગેરે છે. કથાઓની કોતરણીઃ શ્રી અષ્ટાપદ તીર્થ સાથે જોડાયેલી અનેક કથાઓ મળે છે. પ્રારંભમાં આ વાર્તાઓને બે ભાગમાં (૨ ડી) દર્શાવવાનું વિચાર્યું હતું. પર્વતની બાજુના નીચેના ભાગમાં અગાઉની બે ડિઝાઈન (૨ ડી) પ્રમાણે કોતરણી કરી હતી, પણ આગળ જતાં શ્રી અષ્ટાપદ તીર્થ વિશે વધુ ને વધુ ધર્મકથાઓ મળતી ગઈ એટલે બધાને રત્નોમાં (૩ ડી) જુદી જુદી કોતરવાનું નક્કી થયું. આમાંની કેટલીક ઘટનાઓ શ્રી અષ્ટાપદ ગિરિ ઉપર બનેલી છે અને કેટલીક અષ્ટાપદને લગતી ઘટનાઓ છે. આવી કુલ ચોવીસ કથાઓ કોતરણી સાથે જોવા મળશે. અષ્ટાપદ વિષયક સામગ્રીનું સંકલન : પ્રાચીન ધર્મગ્રંથો, યાત્રાળુઓનાં પ્રવાસ-વર્ણનો, સંશોધકોની નોંધો અને અન્ય માધ્યમ દ્વારા અષ્ટાપદ વિષયક તમામ સાહિત્યને એકત્રિત કરવાનું કામ ચાલી રહ્યું છે. એની પ્રાપ્ય સામગ્રીને ઝેરોક્સ રૂપે ૧૬ વોલ્યુમમાં સંગ્રહિત કરવામાં આવી છે. શ્રી અષ્ટાપદ મહાતીર્થ અને તેને સંબંધિત તમામ માહિતીનું સંકલન કરવાનો આ ભગીરથ પ્રયાસ છે. પ્રદર્શન અને સેમિનાર : અષ્ટાપદ પ્રતિકૃતિ અને ત્રણે ચોવીશી (તીર્થકરની ૭૨ પ્રતિમા) અને અન્ય પ્રતિમાઓનું ઘણાં નગરો અને મહાનગરોમાં પ્રદર્શન યોજવામાં આવ્યું. આ પ્રદર્શનનો 19 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001980
Book TitleJain Center of America INC New York
Original Sutra AuthorN/A
AuthorJain Center of America Inc. New York
PublisherUSA Jain Center America NY
Publication Year
Total Pages24
LanguageEnglish
ClassificationBook_English & Pilgrimage
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy