SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટાપદ મહાતીર્થ જૈન ધર્મના પાંચ મુખ્ય તીર્થોમાંનુ એક મહાન તીર્થ અષ્ટાપદ તીર્થ છે, જે આજે લુપ્ત થયેલું મનાય છે. ન્યૂર્યોકના જૈન સેન્ટર ઓફ અમેરિકાએ આ તીર્થની રત્નમય પ્રતિકૃતિ બનાવી આ તીર્થને પુનઃ સ્થાપવાનો સાથે સાથે આ તીર્થને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે. જે ભૂમિપર શ્રી તીર્થકર ભગવાનનું નિર્વાણ થાય તે સ્થળની જૈન ધર્મના મહત્વના તીર્થોમાં ગણતરી થાય છે. પ્રાચીન જૈન આગમ સાહિત્યમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પામ્યા જે હિમાલયમાં લાશ-માનસરોવરના શાંત પ્રદેશમાં આવેલો છે. ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ચક્વર્તી રાજા ભરતે અને અહીં ભગવાનની સ્મૃતિમાં નિર્વાણ ભૂમિ પર એક રત્નમય મહેલનું નિર્માણ કર્યું હતું જે “સિંહનિષિધપ્રાસાદ' ના નામથી ઓળખાય છે. આ મહેલ તરફ જવા માટે આઠ (અષ્ટ) પગથિયાં (પદ) હતાં તેથી આ પર્વતનું નામ અષ્ટાપદ પર્વત થયું અને મહેલ અષ્ટાપદ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. અષ્ટાપદ સાથે સંકળાયેલી દંતકથાઓ તીર્થંકરના સંપૂર્ણ જ્ઞાનનું વર્ણન કરે છે. સંપૂર્ણ જ્ઞાન (ક્વળજ્ઞાન) ની પ્રાપ્તિ બાદથી ઋષભદેવ ભગવાને સમવસરણમાં બેસીને ઉપદેશ આપ્યો હતો. રાજા ભરતે આતુરતાપૂર્વક પૂછયું કે અહીં આવેલામાંથી ભવિષ્યમાં કોઈ તીર્થંકર બનશે? આ પ્રશ્નની હકારાત્મક પ્રત્યુત્તર આપતાં ભગવાન શ્રી ઋષભદેવ કહ્યું કે તેનો પુત્ર મરિચી ઘણાં ભવો પછી તીર્થર બનીને મહાવીર તરીકે ઓળખાશે. ત્યારબાદ ભગવાને આવનારી ચોવીશીની ક્રમબદ્ધ માહિતી આપી. આ રીતે રાજા ભરતને વર્તમાન ચોવીશીની માહિતી પ્રાપ્ત થઈ. ન્યૂર્યોકમાં આવેલા જૈન સેન્ટર ઑફ અમેરિકાએ જિનાલય અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓના વિકાસ માટે એના નૂતન ભવનનું નિર્માણ કર્યું. આપણે જાણીએ છીએ કે જગતના ધર્મોમાં જૈન ધર્મ અતિ પ્રાચીન ધર્મ છે અને વિશ્વના અનેક દેશોમાં એની ધર્મભાવનાઓનું પાલન કરનારાઓ વસે છે, આથી ન્યૂર્યોકના જૈન સેન્ટરે જૈન ધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયો સાથે મળીને પોતપોતાની રીતે ધર્મઆરાધના કરી શકે એવા વિચારથી જૈનભવનું નિર્માણ કર્યું. આ ભવનના બીજા માળે ભમતીમાં ચોવીસ તીર્થંકરોની મૂર્તિઓ બિરાજમાન કરવાની ઈચ્છા હતી, પરંતુ એટલી વિશાળ જગ્યા નહીં હોવાથી રત્નોની ચોવીસ પ્રતિમા બનાવીને રત્નમંદિર રચવાનું નક્કી થયું. આ સમયગાળામાં જયપુરમાં શ્રી અષ્ટાપદ તીર્થનો પટ જોવા મળ્યો. શ્રી અષ્ટાપદ તીર્થ એટલે ભગવાન ઋષભદેવના નિર્વાણકલ્યાણકની પવિત્ર ભૂમિ. હિમાલયની ગોદમાં આવેલા અષ્ટાપદ પર્વત પર ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી રાજા ભરતદેવે ‘સિંનિષધાપ્રાસાદ' નામના રત્નમંદિરયુક્ત મહેલ (પ્રાસાદ) ની રચના કર્યાનો ઉલ્લેખ મળ્યો અને તેને પરિણામે ન્યૂર્યોકના જૈન સેન્ટરમાં થનારા રત્નમંદિરને અષ્ટાપદ તીર્થની રચના કરીને મૂક્વાનો નવીન વિચાર જાગ્યો. ધાર્મિક વિચારણા - શ્રી ચોવીશી: પ્રાચીન ધર્મગ્રંથો અને પૂજ્ય આચાર્યશ્રીનું માર્ગદર્શન મેળવીને કાર્ય આગળ ધપાવ્યું. અષ્ટાપદની મૂળ ડીઝાઈન ચાર બાજુની છે, જે ચારે દિશામાં 18 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001980
Book TitleJain Center of America INC New York
Original Sutra AuthorN/A
AuthorJain Center of America Inc. New York
PublisherUSA Jain Center America NY
Publication Year
Total Pages24
LanguageEnglish
ClassificationBook_English & Pilgrimage
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy