________________
આચાર પ્રજ્ઞપ્તિ :
જૈનાચાર્યોએ સદાચરણ કે સમ્યક્ચારિત્રનું વિવેચન એવં વર્ગીકરણ વિવિધ આધારો પર કર્યું છે. એટલા માટે પ્રસ્તુત ગ્રંથમાં પ્રાચીન પરંપરા અનુસાર આચારનું વિવેચન (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર(૩)ચારિત્રચાર(૪)તપાચાર (૫) વીર્યાચારના રૂપમાં થયું છે. (સ્થાનાંગ ૫/૨/૪૩૩) માટે અમે પણ તે રૂપમાં તેનું વિવચેન પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે. અહીં જ્ઞાન, દર્શન આદિનો અંતર્ભાવ આચારમાં એટલા માટે કર્યો છે કે જ્ઞાન અને દર્શન માત્ર જાણવા તથા શ્રદ્ધા રાખવાના વિષય નથી. તે જીવનમાં જીવવા માટે છે. તેનું આચરણ કરવાનું હોય છે. જ્ઞાન, દર્શન આદિનો આ આચરણાત્મક પક્ષ જ્ઞાનાચાર, દર્શનાચાર કહેવાય છે. આ રીતે આરાધનાના ચર્ચાના પ્રસંગમાં પણ જ્ઞાનારાધના, દર્શનારાધના અને ચારિત્રારાધનાની ચર્ચા થયેલ છે. આ રીતે તપારાધનાનો ઉલ્લેખ પણ જૈન સાહિત્યમાં થયેલ છે. તેનું તાત્પર્ય પણ એ છે કે તેની સાધના કરવી જોઈએ. આ સાધનાની પ્રક્રિયા જ આચાર કહેવાય છે. તેને આપણે જ્ઞાન દર્શન આદિનો વ્યવહાર પક્ષ પણ કહી શકીએ છીએ.
જ્ઞાન અને જ્ઞાનાચાર :
આગમ સાહિત્યમાં પાંચ પ્રકારના આચારોની ચર્ચાના પ્રસંગમાં સર્વ પ્રથમ જ્ઞાનાચારનું વિવેચન થયું છે. જ્ઞાનાચાર શબ્દ જ્ઞાન + આચાર મળીને બનેલ છે. જ્ઞાન સાથે આચાર શબ્દનો પ્રયોગ સામાન્યતઃ વિચિત્ર લાગે છે. જ્યારે આપણે ત્રિવિધ સાધનામાર્ગમાં સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્રને અલગ-અલગ કરીએ છીએ તો એ પ્રશ્ન સ્વભાવિક રૂપે જ ઉભો થાય છે કે- 'જો જ્ઞાન ચારિત્રથી ભિન્ન છે. તો જ્ઞાનનેઆચાર કેવી રીતે માની શકાય ?” સામાન્ય રીતે જાણવું અને કરવું બંને ભિન્ન ભિન્ન સ્થિતિ છે. માટે તેને અલગ અલગ જ માનવાં જોઈએ. મારી દષ્ટિએ જૈનાચાર્ય જ્યારે જ્ઞાનાચારની ચર્ચા કરે છે ત્યારે તેમનું તાત્પર્ય જ્ઞાનથી નહીં, જ્ઞાનપ્રાપ્તિની પ્રક્રિયાથી હોય છે. જ્ઞાન પ્રાપ્ત કઈ રીતે કરી શકાય ? આ તથ્ય મુખ્યતઃ આચારપક્ષથી સંબંધિત છે અને એ જ આધાર પર જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયા (process) ને જ્ઞાનાચાર કહેવાયો છે. જ્ઞાન પ્રાપ્તિનો ઉદ્દેશ :
જૈનાચાર્યો એ સર્વપ્રથમ જ્ઞાનપ્રાપ્તિના ઉદ્દેશ્યને સ્પષ્ટ
કર્યો છે. જ્ઞાનપ્રાપ્તિના ચાર ઉદ્દેશ બતાવ્યા છે.
(૧) મને શ્રુત (આગમજ્ઞાન) પ્રાપ્ત થશે માટે અધ્યયન કરવું જોઈએ.
(૨) હું એકાગચિત્ત બનીશ માટે અધ્યયન કરવું જોઈએ (૩)હું ધર્મમાં સ્થિત થઈશ માટે અધ્યયન કરવું જોઈએ.
(૧) દશવૈકાલિક - ૯/૪/૭-૮, (ચ.પૃ. ૫૭)
Jain Education International
સદાચરણ : એક બૌદ્ધિક વિમર્શ
૧
(૪) હું ધર્મમાં સ્થિત થઈને બીજાને તેમાં સ્થિર કરીશ માટે અધ્યયન કરવું જોઈએ. · વસ્તુતઃ આ પ્રસંગમાં 'જ્ઞાન જ્ઞાન માટે' (knowledge for knowledge's sake) આ સિદ્ધાંતને ન માનતાં જ્ઞાનને ચિત્તવિશુદ્ધિ અને સદાચરણ કે ધર્મમાર્ગમાં સ્થિરતા પ્રાપ્ત કરવાના એક સાધનના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. આ રીતે જ્ઞાન સ્વયં સાધ્ય નથી પરંતુ એક સાધન છે. જ્ઞાની થવાનો ઉદ્દેશ ચિત્તસમાધિને પ્રાપ્ત કરવાનો અને ધર્મમાર્ગ તથા સદાચારમાં સ્થિત થવાનો છે. આ રીતે જ્ઞાનનો પણ એક પ્રાયોગિક પક્ષ છે. જ્ઞાનનો આ પ્રાયોગિક પક્ષ જ જ્ઞાનાચાર છે. જ્ઞાનાચારની વિષયવસ્તુ :
આ ચરણાનુયોગ નામનો પ્રસ્તુત સંકલનાત્મક ગ્રંથમાં જ્ઞાનાચારની ચર્ચા કરતાં તેને પૂર્વોક્ત આઠ જ્ઞાનાચારોમાં વિભક્ત કરાયો છે. સર્વપ્રથમ આપણે આ ગ્રંથમાં જ્ઞાનાચાર અંતર્ગત કયા કયા મુખ્ય વિષયોનું સંકલન થયું છે. તેનું સંક્ષિપ્ત વિવરણ પ્રસ્તુત કરશું. આ ગ્રંથમાં પ્રથમ કાલજ્ઞાનાચાર અંતર્ગત સ્વાધ્યાય કે જ્ઞાનસાધના માટે યોગ્ય અને અયોગ્ય કાલની ચર્ચા કરાઈ છે. અને એ બતાવ્યું છે કે સાધકે કયા સમયે અધ્યયન કરવું જોઈએ અને કયા સમયે ન કરવું. તેની સાથે જ દૈશિક અને કાલિક વિશેષ પરિસ્થિતિઓનું ચિંતન કરાયુ છે જે ઉપસ્થિત થવાથી અધ્યયન કે સ્વાધ્યાય કરવાની મનાઈ કરેલ છે.
આ રીતે બીજા વિનય જ્ઞાનાચાર અંતર્ગત જ્ઞાનપ્રાપ્તિ માટે વિનયની શું આવશ્યકતા છે ? અવિનયના શું દુષ્પરિણામ છે ? તેની પણ ચર્ચા કરાઈ છે. સાથે એ પણ બતાવ્યું છે કે આચાર્ય અને શિષ્યનું પારસ્પરિક કર્તવ્ય શું છે ? તેની અંતર્ગત આચાર્યની વિનય પ્રતિપત્તિ અને શિષ્યની વિનયપ્રતિપત્તિનું વિવેચન કરાયું છે. તેની સાથે જ વિનયનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદોનું વિસ્તૃત ચિત્રણ કરાયું છે. જ્ઞાનાચારની આ ચર્ચાના પ્રસંગમાં વિનયજ્ઞાનાચાર પર પ્રસ્તુત ગ્રંથમાં સર્વાધિક ચર્ચા ઉપલબ્ધ થાય છે. કારણ એ છે કે આગમ સાહિત્યમાં આ વિષય પર વિશદ વિવરણ ઉપલબ્ધ થાય છે. ગુરુ અને શિષ્યના પારસ્પરિક સંબંધોની ચર્ચા બાદ આમાં વિનયના પ્રકાર, તેનું સ્વરૂપ, તેની ઉપમાઓ, અવિનીત અને સુવિનીતનું અંતર આદિની ચર્ચા થઈ છે. એ પણ બતાવાયું છે કે અવિનીત અને સુવિનીત આચાર વ્યવહારનો સ્વયં તેના પર તથા સંઘ પર શું પ્રભાવ હોય છે ? આ પ્રસંગમાં શિક્ષાપ્રાપ્તિને અયોગ્ય વ્યક્તિઓ અને શિક્ષાપ્રાપ્તિમાં બાધક કારણોની ચર્ચા કરાઈ છે. અંતમાં ગુરુ આચાર્ય અને વરિષ્ઠ મુનિ (રાજાધિક) ની અવહેલના (આશાતના) કે ઉપેક્ષાનું શું પરિણામ આવે છે. તેની ચર્ચા કરાઈ છે. તથા આચાર્ય આદિના અવિનય કે અવહેલના (આશાતના) કરવાથી શું પ્રાયશ્ચિત્ત આવે તેનું નિશ્ચિત વિધાન કરાયેલ છે.
53
For Private Personal Use Only
www.jainelibrary.org