SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३७१ गंध आसक्ति निषेध वीर्याचार ४४५ ઘાણ,ગધ-ગ્રાહક છે. ગંધ ગ્રાહ્ય છે. જે રાગનું કારણ હોય તેને મનોજ્ઞ કહેવાય અને જે દેશનું કારણ હોય તે અમનોજ્ઞ છે. જે મનોજ્ઞ ગંધમાં તીવ્ર રીતે આસક્ત હોય તેનો અકાળે નાશ થાય છે. જેમ ઔષધિની ગંધમાં આસક્ત સર્ષ દરમાંથી નીકળીને વિનાશ પામે છે. જે અમનોજ્ઞ ગંધ તરફ તીવ્ર રૂપે દ્વેષ કરે છે, તે જીવ તે જ ક્ષણે પોતાના દુર્દાન્ત (તીવ્ર) દ્વેષને કારણે દુઃખી થાય છે. એમાં ગંધનો કોઈ દોષ નથી. જે સુગંધમાં એકાંત આસકત થાય છે. અને દુર્ગન્ધમાં દ્વેષ રાખે છે. તે અજ્ઞાની દુઃખી થાય છે. વિરકત મુનિ તેમાં લિપ્ત થતો નથી. ગંધની ઈચ્છાનો અનુગામી અનેક ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાનું કામ સાધવા માટે અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને દુઃખી કરે છે, પીડે છે. गन्धस्स घाणं गहणं वयन्ति, घाणस्स गन्धं गहणं वयन्ति । रागस्स हेउं समणुन्नमाहु, दोसस्स हेउं अमणुन्नमाहु ।। गन्धेसु जो गिद्धिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणासं । रागाउरे ओसहि-गन्ध-गिद्धे, सप्पे बिलाओ विव निक्खमंते ।। जे यावि दोसं समुवेइ तिव्वं, तंसिक्खणे से उ उवेइ दुक्खं । दुद्दन्तदोसेण सएण जन्तू, न किंचि गन्धं अवरज्झई से ।। एगन्तरत्ते रुइरंसि गन्धे, ___ अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले, न लिप्पई तेण मुणी विरागो ।। गन्धाणुगासाणुगए य जीवे, चराचरे हिंसइ गरुवे । चित्तेहिं ते परितावेइ बाले, पीलेइ अत्तट्ठगुरु किलिडे ।। गन्धाणुवाएण परिग्गहेण, उप्पायणे रक्खणसन्निओगे । वए विओगे य कहं सुहं से ? संभोगकाले य अतित्तिलाभे ।। गन्धे अतित्ते य परिग्गहे य, सत्तोवसत्तो न उवेइ तुढ़ि । अतुट्ठिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ।। तण्हाभिभूयस्स अदत्तहारिणो, गन्धे अतित्तस्स परिग्गहे य । मायामसं वड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा न विमच्चई से ।। मोसस्स पच्छा य पुरत्थओ य, पओगकाले य दुही दुरन्ते । एवं अदत्ताणि समाययन्तो, गन्धे अतित्तो दुहिओ अणिस्सो ।। ગંધમાં અનુરાગ અને પરિગ્રહમાં મમત્વને કારણે ગંધ ઉત્પાદનમાં, સંરક્ષણમાં અને સન્નિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ કયાંથી ? તેને ઉપભોગ વખતે પણ તૃપ્તિ થતી નથી. ગંધમાં અતૃપ્ત અને પરિગ્રહમાં આસકત તેમ જ અત્યાસકત વ્યક્તિ સંતોષ પામતી નથી. તે અસંતોષના દોષથી દુઃખી થાય છે. લોભગ્રસ્ત વ્યક્તિ બીજાની સુગંધમય વસ્તુઓ ચોરે છે. ગંધ અને પરિગ્રહમાં અતૃપ્ત તેમજ તૃષ્ણાથી પરાજિત વ્યક્તિ બીજાની વસ્તુઓ ચોરે છે. લોભથી તેનું કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખમુક્ત થતો નથી. જૂઠ બોલતાં પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય થાય છે. આમ ગંધથી અતૃપ્ત તે ચોરી કરનાર દુઃખી અને આશ્રયહીન બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy