SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २३३८ स्त्री परीषह वीर्याचार ४२७ जतुकुम्भे जोतिमूवगूढे, आसुऽभितत्ते णासमुपयाति । एवित्थियाहिं अणगारा, संवासेण णासमुवयन्ति ।। कुव्वंति पावगं कम्मं, पुट्ठा वेगे एवमाहंसु । नाहं करेमि पावं ति, अंकेसाइणी ममेस त्ति ।। बालस्स मंदयं बितियं, जं च कडं अवजाणई भुज्जो । दुगुणं करेइ से पावं, पूयणकामए विसण्णेसी ।। संलोकणिज्जमणगारं, आयगतं णिमंतणेणाऽऽहंसु । वत्थं व ताइ ! पायं वा, अन्न पाणगं पडिग्गाहे ।। णीवारमेय बुझेज्जा, णो इच्छे अगारमागंतुं । बद्धे ये विसयपासेहिं, मोहमागच्छती पुणो मंदे ।। - સૂય. સુ. ૨, . ૪, ૩. , II. ર૩-૩ एयं खु तासु विण्णप्पं, संथवं संवासं च चएज्जा । तज्जातिया इमे कामा, वज्जकरा य एवमक्खाता ।। જેમ અગ્નિથી સ્પર્શાવેલો લાખનો ઘડો શીધ્ર તપ્ત બનીને શીધ્ર નષ્ટ થઈ જાય છે. તે પ્રમાણે અણગાર સ્ત્રીના સંસર્ગથી શીધ્ર સંયમભ્રષ્ટ થઈ જાય છે. કોઈ ભ્રષ્ટાચારી સાધુ પાપકર્મ કરે છે પણ આચાર્ય વગેરેના પૂછવા પર કહે છે કે- "હું પાપકર્મ કરતો નથી. આ સ્ત્રી તો બાળપણથી મારા ખોળામાં શયન કરનારી છે”. તે મૂર્ખની બીજી મૂર્ખતા એ છે કે-તે પાપકર્મ કરીને પાછો તેનો ઈન્કાર કરે છે. એ પ્રમાણે તે બમણું પાપ કરે છે. તે સંસારમાં પોતાની પૂજા ઈચ્છે છે અને અસંયમની ઈચ્છા કરે છે. દેખાવમાં સુંદર આત્મજ્ઞાની સાધુને સ્ત્રીઓ આમંત્રણ આપીને કહે છે કે-“હે ભવસાગરથી રક્ષા કરનારા સાધક ! આપ આ વસ્ત્ર, પાત્ર, અન્ન અને પાન ગ્રહણ કરો”.. પૂર્વોક્ત પ્રકારના પ્રલોભનને સાધુ ભુંડને લલચાવનાર ચોખા વગેરે અન્નની સમાન જાણે. વિષયપાશમાં બંધાયેલો અજ્ઞાની પુરુષ મોહ પામે છે. ઉપરના દોષોને જાણીને સ્ત્રીઓ સાથે પરિચય કે સહવાસ ન કરે. સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થતાં કામભોગો પાપને ઉત્પન્ન કરનાર છે” એમ તીર્થંકર દેવોએ કહ્યું છે. સ્ત્રી સંસર્ગથી પૂર્વોક્ત અનેક પ્રકારના ભય પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રી સહવાસ કલ્યાણકારી નથી. તેથી સ્ત્રી તથા પશુનો શ્રમણ પોતાના હાથથી સ્પર્શ પણ ન કરે. વિશુદ્ધ વેશ્યાવાન, સંયમની મર્યાદામાં સ્થિત જ્ઞાની સાધુ મન, વચન અને કાયાથી પરક્રિયાનો ત્યાગ કરે. જે સ્ત્રી સંબંધી પરીષહોને સહન કરે છે તે જ સાધુ છે. જેમણે સ્ત્રીસંપર્ક જનિત રજ અર્થાત્ કર્મોને દૂર કર્યા છે તથા જે રાગ દ્વેષથી રહિત છે તેવા વીર પ્રભુએ પૂર્વોક્ત વાત કહી છે. માટે નિર્મળ ચિત્તવાળા તેમજ સ્ત્રી સંપર્ક-વર્જિત સાધુ મોક્ષ પર્યન્ત સંયમના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે. एवं भयं ण सेयाए, રૂતિ સે અપૂનિમિત્તા | णो इत्थि णो पसु भिक्खू, सुविसुद्धदलेस्से मेधावी, परकिरियं वज्जए णाणी । मणसा वयसा कायेणं, सव्वफाससहे अणगारे ।। इच्चेवमाहु से वीरे, धूतरए धूयमोहे से भिक्खू । तम्हा अज्झत्थविसुद्धे, सुविमुक्के आमोक्खाए परिव्वएज्जासि ।। - સૂય. સુ. ૧, ૩, ૪, ૩. ૨, II. ૨૬-૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy