________________
सूत्र २३३८
अरई पिट्ठओ किच्चा, विरए आयरक्खिए ।
धम्मारामे निरारम्भे, उवसन्ते मुणी चरे ।।
स्त्री परीषह
--3ત્ત. અ. ૨, ગા. ૧૬-૧૭
૮. રૂચી પરીસદે
२३३८. संगो एस मणुस्साणं, जाओ लोगंसि इथिओ | जस्स एया परिन्नाया, सुकडं तस्स सामण्णं ।।
एवमादाय मेहावी, पंकभूया उ इत्थिओ । नो ताहिं विणिहन्नेज्जा, चरेज्जत्तगवेसए
11
−3ત્ત. અ. ૨, ૬. ૧૮-૧૨
जहा नई वेयरणी, दुत्तरा इह सम्मता । एवं लोगंसि नारीओ दुत्तरा अमईमया ।।
जेहिं नारीण संजोगा, पूयणा पिट्ठओ कया । सव्वमेयं निराकिच्चा, ते ठित्ता सुसमाहिए ।।
-સૂય. સુ. શ્ન, અ. ૨, ૩. ૪, ૧. ૧૬-૧૭ जे मातरं च पितरं च विप्पजहाय पुव्वसंयोगं । एगे सहिते चरिस्सामि, आरतमेहुणे विवित्तेसी ।।
सुहुमेण तं परक्कम्म, छन्नपदेण इत्थिओ मंदा । उवायं पिताओ जाणिंसु, जह लिस्संति भिक्खुणो एगे ।।
पासे भिसं निसीयंति, अभिक्खणं पोसवत्थं परिहिंति । काय आहे विदंसेंति, बाहुमुद्धट्टु कक्खमणुव्वज्जे ।।
Jain Education International
सयणाऽऽसणेहिं जोग्गेहिं, इत्थीओ एगया निमंतेंति । एताणि चेव से जाणे, पासाणि विरूवरूवाणि ।।
वीर्याचार ४२५
વિષયાસક્તિથી વિરકત રહેનાર, આત્મભાવની રક્ષા કરનાર, ધર્મમાં રમણ કરનાર, આરંભ-પ્રવૃત્તિથી દૂર રહેનાર નિરારંભી મુનિ અરતિનો પરિત્યાગ કરી ઉપશાંત ભાવથી વિચરે. (૮) સ્ત્રી-પરીષહ :
૨૩૩૮. લોકમાં જે સ્ત્રીઓ છે તે પુરુષો માટે આસક્તિ છે. એમ જે જાણે છે તેનું શ્રમણપણું- સાધુત્વ સુકૃત અર્થાત્ સફળ થાય છે.
"બ્રહ્મચારી માટે સ્ત્રીઓ પંક-કીચડ સમાન છે”. મેધાવી મુનિ આ વાતને સમજીને કોઈપણ પ્રકારે સંયમી જીવનનો વિનિઘાત ન થવા દે. પરંતુ આત્મસ્વરૂપની શોધમાં વિચરે.
જેમ તીવ્ર વેગથી વહેતી અને વિષમ તટવાળી વૈતરણી નદીને પાર કરવી બહુ જ કઠિન છે તેમ જ વિવેકહીન પુરુષો માટે સ્ત્રીઓ દુસ્તર છે.
જે પુરુષો સ્ત્રીસંસર્ગ અને કામશૃંગાર છોડી દે છે તે અનુકૂળ અને પ્રતિકૂળ સર્વ ઉપસર્ગોને જીતીને સંવરરૂપ સમાધિમાં સ્થિત થાય છે.
જે ભિક્ષુ માતા-પિતા વગેરેના પૂર્વ સંબંધને છોડીને એવું વિચારે છે કે - "હું એકલો આત્મસ્થ અને મૈથુન વર્જિત રહીને એકાંત સ્થાનમાં વિચરીશ”. અવિવેકી સ્ત્રીઓ છળથી તે સાધુની પાસે આવી કપટથી કે ગૂઢાર્થક શબ્દોથી ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. તે સ્ત્રીઓ એવા ઉપાયો પણ જાણે છે કેજેથી કોઈ સાધુ તેમનો સંગ કરી બેસે છે.
તે સ્ત્રીઓ સાધુની ઘણી નિકટ બેસે છે તથા કામને ઉત્પન્ન કરનાર સુંદર વસ્ત્રો ઢીલા કરી વારંવાર સંકોરે છે. શરીરનાં ઘા આદિ અધોભાગને દેખાડે છે અને હાથ ઊંચો કરી કાંખ બતાવે છે.
ક્યારેક સ્ત્રીઓ એકાંતમાં પલંગ તથા ઉત્તમ આસન પર બેસવા સાધુને નિમંત્રણ આપે છે પરંતુ ભિક્ષુ તેને વિવિધ પ્રકારના પાશબંધન જાણી સ્વીકાર ન કરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org