________________
.
सूत्र २३२२
अकर्म वीर्य स्वरूप
एवं सकम्मवीरियं, बालाणं तु पवेदितं I एतो अकम्मवीरियं, पंडियाणं सुणेह मे 11 સૂય. સુ. ‰, ઞ. ૮, Tા. ૪-૬
अकम्मवीरिय सरूवं२३२२. दविए बंधणुम्मुक्के, सव्वतो छिण्णबंधणे I पणोल्ल पावगं कम्मं, सल्लं कंतति अंतसो ।।
याउयं सुक्खायं, उवादाय समीहते I भुज्जो भुज्जो दुहावासं, असुभत्तं तहा तहा
11
ठाणी विविहठाणाणि चइस्संति न संसओ अणितिए अयं वासे, णायएहिं य सुहीहि य
| |
एवमायाय मेहावी, अप्पणो गिद्धिमुद्धरे आरियं उवसंपज्जे सव्वधम्ममकोवियं
सहसम्मुइए णच्चा, धम्मसारं सुणेत्तु वा समुट्ठित्ते अणगारे, पच्चक्खाय पावए
जहा कुम्मे सअंगाई, सए देहे समाहरे एवं पावाइं मेधावी, अझप्पेण समाहरे
1
I
૧. પાતાંતર – ખુમાળ ૪ માય ચ, તે પરિાય પંડિપ્। सूयं मे इहमेगेसिं, एयं वीरस्स वीरियं ।।
Jain Education International
11
जं किंचुवक्कम जाणे, आउक्खेमस्स अप्पणो । तस्सेव अंतरा खिप्पं, सिक्खं सिक्खेज्ज पंडिते ।।
T
||
1
I
साहरे हत्थ - पादे य, मणं सव्विदियाणि य पावगं च परीणामं, भासादोसं च तारिसं
11
अणु माणं च मायं च तं परिण्णाय पंडिए । सातागार व णिहुते, उवसंते णिहे चरे
11
वीर्याचार ४१७
આ અજ્ઞાની પ્રમાદી જીવોનું સકર્મવીર્ય કહ્યું. હવે પંડિતોનું અકર્મવીર્ય મારી પાસે સાંભળો.
અકર્મવીર્યનું સ્વરૂપ :
૨૩૨૨. મોક્ષાર્થી પુરુષ કષાયરૂપ બંધનથી મુક્ત હોય છે અને સમસ્ત બંધનોને છોડીને પાપ કર્મનો ત્યાગ કરી પૂર્ણરૂપથી શલ્યોને-કર્મોને કાપી નાખે છે. મોક્ષમાર્ગને ગ્રહણ કરીને પંડિત પુરુષો ચિંતન કરે છે કે-"પ્રાણી વારંવાર નરક આદિના દુ:ખો ભોગવે છે અને જેમ જેમ દુઃખો ભોગવે છે તેમ તેમ તેના અશુભ ધ્યાનની વૃધ્ધિ થાય છે”.
વિવિધ સ્થાનોના અધિકારી જીવો પોતપોતાના સ્થાનોને છોડી દેશે તેમાં સંશય નથી. જ્ઞાતિજનો અને મિત્રોની સાથેનો નિવાસ પણ અનિત્ય છે.
આવો અનિત્યતાવો વિચાર કરીને બુધ્ધિમાન્ પુરુષ મમતાનો ત્યાગ કરે તથા કુતીર્થિક ધર્મોથી અદ્ભૂષિત આ આર્યધર્મને ગ્રહણ કરે.
નિર્મળ બુધ્ધિ વડે અથવા ગુર્વાદિકથી સાંભળીને ધર્મના સત્ય સ્વરૂપને જાણીને જ્ઞાનાદિ ગુણોના ઉપાર્જનમાં તત્પર સાધુ પાપનો ત્યાગ કરે.
જ્ઞાની પુરુષ જો કોઈપણ પ્રકારે પોતાના આયુષ્યનો ક્ષયકાળ જાણે તો તે આયુષ્યનો ક્ષય થયા પહેલાં જ સંલેખનારૂપ શિક્ષાને ગ્રહણ કરે.
જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચીને રાખે છે, તે જ પ્રમાણે બુધ્ધિમાન પુરુષ આત્મલીનતાથી પોતાના પાપોને સંકોચી લે છે (અર્થાત્ સમસ્ત પાપોનો ત્યાગ કરે છે)
સાધુ પોતાના હાથ,પગ,મન અને પાંચ ઈન્દ્રિયોની ચેષ્ટાઓને સંકુચિત કરે અથવા ગોપવીને રાખે, પાપમય પરિણામ અને પાપમય ભાષાનો પણ ત્યાગ કરે.
પંડિત પુરુષ લેશમાત્ર પણ માન અને માયા ન કરે. માન અને માયાનું અશુભફળ જાણીને સુખશીલતા અને પ્રતિષ્ઠા નો ત્યાગ કરે તથા ક્રોધનો ત્યાગ કરી નિષ્કપટ ભાવથી વિચરે.
For Private & Personal Use Only
www.jainelibrary.org