SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र २२२० विनय वैयावृत्य प्रतिमा तपाचार ३४९ विणय वेयावच्च पडिमाओ | વિનય વૈયાવૃત્યની પ્રતિમાઓ : રરર૦. TV9 vયાવક્વન્મદિમાગો TUNIT ૨૨૨૦. પર વૈયાવૃત્યકર્મ પ્રતિમાઓ ૯૧ (એકાણું) - સમ સમ. ૨૬, ૫. ? કહી છે. (બાકી ટિપ્પણ પાના નં.૩૪૮ થી ચાલુ) શ્રમણોપાસક પડિમાના ૧૧ ભેદ એમ ૨૩ થયા. એક વિવેક પડિયા અને એક પ્રતિસલીનતા પડિમા એમ ૨૫ થયા, ૫ ચારિત્ર પડિમાઓ = સર્વ મળીને ૯૨ પડિમાઓ છે. આ ૯૨ ભેદ ટીકાકારે દશા. નિર્યુક્તિથી પ્રાપ્ત કરેલા છે. ટીકાકાર કૃત આ વિવેચનમાં પાંચ મૂળ પડિમાઓ ક્યા આગમમાં કહેવામાં આવી છે એનું સ્પષ્ટ વર્ણન નથી. પાંચ મૂળ પડિયાઓમાંથી પાંચમી એકલ વિહાર પડિમાને ૯૨ ભેદમાં લેવાનો નિષેધ કરી શેષ ચાર પડિકાઓ જ લેવી એમ વર્ણન જો એમ જ કહેવું હતું તો સ્થાનાંગ અ. ૪, ઉ. ૧માં ઉપરની ૪ પડિકાઓને મૂળ પડિમા શા માટે ન કહી ? સમવાયાંગ ટીકાકાર કૃત વર્ણનમાં પડિમાઓની સંખ્યાનો નિર્દેશ માત્ર છે. પરંતુ કયા આગમમાંથી કઈ પડિમાઓ અહીં લેવામાં આવી છે એનો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી. વિવેચનમાં નિર્દિષ્ટ પડિમાઓની સંખ્યા અને આગમમાં ઉપલબ્ધ પડિમાઓની સંખ્યા આ પ્રમાણે છે :નિર્દિષ્ટ સંખ્યા ઉપલબ્ધ સંખ્યાઆચારાંગ શ્રત. ૧માં - ૫ અભિગ્રહ - ૧૮ આચારાંગ શ્રત. ૨માં ૩૭ એષણા પડિમાઓ - ૩૭ ઠાણાંગ સૂત્રમાં – ૧૬ પડિમાઓ અને અભિગ્રહ - ૧૮ વવ. સૂત્રમાં – ૪ પડિમાઓ - ૧૫ દશાશ્રુત સૂત્રમાં - ૨૩ પડિમાઓ - ૨૩ ઉવવાય સૂત્ર - ૪ ભિક્ષાચરી અભિગ્રહ અન્ય બીજા અભિગ્રહ - ૩૦ પાંચ ચારિત્ર, વિવેક પડિયા અને પ્રતિસલીનતા પડિમા એ અભિગ્રહ નથી છતાં તેને પડિકાઓમાં ગણવામાં આવ્યા છે. દશાશ્રુતસ્કંધ દશા. ૭ની નિયુક્તિ અનુરૂપ આ ૯૨ પડિમાઓ અભિગ્રહ રૂપે છે માટે અહીં બીજી રીતે પણ ૯૨ પડિમાઓનો ક્રમ લેવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે – આચા. શ્ર. ૨ માં - ૩૭ એષણા પડિમાઓ દશા. દ. ૭માં - ૧૨ ભિક્ષુ પડિમાઓ વવ. ઉ. ૯, ૧૦માં ૮ પડિમા (ચાર દાંતિ પડિમા, બે ચંદ્ર પડિયા, બે મોક પડિમા). સ્થાનાંગ - અ. પ ભદ્ર આદિ ૫ પડિમાઓ. ઔપપાતિક સૂત્ર (ભિક્ષાચરી તપ વર્ણન)માં ૩૦ અભિગ્રહ પડિમા. એ સર્વે મળીને ૯૨ પડિમાઓ છે. એ સર્વે અભિગ્રહ રૂપે છે. તેમજ આ સર્વ પડિમાઓ શ્રમણ માટે તપ રૂપમાં જ છે. પરવૈયાવૃત્ય પ્રતિમાઓ એકાણું (૯૧) કહી છે, જેમકે૧. દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ગુણોવાળા પુરુષનો સત્કાર કરવો. એમના આવવાથી ઊભા થવું. વસ્ત્રાદિ આપીને સન્માન કરવું. એમને બેસવા માટે આસન આદિ બિછાવવા. આસનનું પ્રદાન કરવા તેમના આસન એકસ્થાનથી બીજા સ્થાને લઈ જવા. કૃતિ કર્મ કરવું – વંદના કરવી. અંજલી કરવી – હાથ જોડવા. ૮. ગુરુજન આવે ત્યારે સન્મુખ જઈ સ્વાગત કરવું. ગુરુજન આવે ત્યારે એમની પાછળ ચાલવું. ૧૦. એમના બેઠા બાદ બેસવું. એ દશ પ્રકારના શુશ્રુષા - વિનય છે. તેમજ (૧) તીર્થંકર, (૨) કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ, (૩) આચાર્ય, (૪) ઉપાધ્યાય, (૫) વિર, (૬) કુળ, (૭) ગણ, (૮) સંઘ, (૯) સાંભોગિક, (૧૦) ક્રિયા વિશેષ, (૧૧) વિશેષ મતિજ્ઞાની, (૧૨) શ્રુતજ્ઞાની, (૧૩) અવધિજ્ઞાની ,(૧૪) મનઃ પર્યવજ્ઞાની અને (૧૫) કેવળજ્ઞાની એ પંદર વિશેષ પુરુષોની, ૧. અશાતના ન કરવી, ૨. ભક્તિ કરવી, ૩. બહુમાન કરવું, ૪. ગુણાનુવાદ કરવા. એમ ચાર કર્તવ્ય ઉપર મુજબ પંદર પદ વાળાને કરવાથી (૧૫ x ૪ = ૦) સાઠ ભેદ થાય છે. (બાકી ટિપ્પણ પાના નં.૩૫૦ ઉપર) ફ - હું જે કં ૪ છે $ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy