________________
सूत्र २०९७-९८
वयसा वि एगे बुइया कुप्पंति माणवा । उण्णतमाणे य णरे महता मोहेण मुज्झति ।
बाहा बहवे भुज्जो भुज्जो दुरतिक्कमा अजाणतो अपासतो ।
एवं ते मा होउ ।
एयं कुसलस्स दंसणं ।
अपवाद रूप एकाकी विहार विधान
ઞ. સુ. હૈં, મૈં. ૬, ૩. ૪, મુ. ૬૨
अवाए एगागी विहार विहाणं२०९७. न वा लभेज्जा निउणं सहायं,
।
गुणाहियं वा गुणओ समं वा एक्को वि पावाइं विवज्जयन्तो,
विहरेज्ज कामेसु असज्जमाणो
गागी भिक्खुस्स पसत्था विहार चरिया२०९८. इहमेगेसिं एगचरिया होति ।
- ૩ત્ત. અ. ૨૨, ગા. ૧
तत्थितराइत्तरेहिं कुलेहिं सुद्धेसणाए सव्वेसणाए से मेधावी परिव्वए, सुब्भिं अदुवा दुब्भिं अदुवा तथ भेरवा पाणा पाणे किलेसंति । ते फासे पुट्ठो धीरो अहियासेज्जासि ।
ઞ.પુ. , ૬. ૬, ૩. ૨, સુ. ૮૬
एगे चरे ठाणमासणे, सयणे एगे समाहिए सिया । भिक्खू उवहाणवीरिए, वइगुत्ते अज्झप्पसंवुडे ।।
સ. પૂ. ૨, મા. ૨૦ |
Jain Education International
णो पीहे णावऽवंगुणे, दारं सुन्नघरस्स संजते । पुट्ठो ण उदाहरे वयं न समुच्छे नो य संथरे तणं ।।
संघ व्यवस्था
२७९
કારણ કે કેટલાક સાધક પ્રતિકૂળ વચન સાંભળીને ક્રોધિત થઈ જાય છે. પોતાને મહાન માનવાના કારણે કોઈ અભિમાની સાધક પ્રબળ મોહમાં મૂઢ બની જાય છે.
એવા અજ્ઞાની અતત્ત્વદર્શી માટે વારંવાર અનેક પરિષહ રૂપ વિઘ્નને પાર કરવા અત્યંત દુર્લભ હોય છે.
તીર્થંકર ભગવાનનો એવો ઉપદેશ છે કે આવી અવસ્થા તમારી ન બને માટે અવ્યક્ત સાધકે ગુરુનાં સાન્નિધ્યમાં જ રહેવું જોઈએ.
અપવાદરૂપે એકલા વિહારનું વિધાન :
૨૦૯૭. જો પોતાનાથી વિશેષ ગુણવાળો અથવા સમાન
ગુણવાળો નિપુણ સાથી ન મળે તો પાપોને છોડતો તથા કામભોગોમાં અનાસકત રહેતો સાધુ એકલો જ વિચરે.
એકાકી સાધુની પ્રશસ્ત વિહાર ચર્ચા ઃ
૨૦૯૮. આ જિનશાસનનું અનુસરણ કરનારા કેટલાક (પ્રતિમાધારી) સાધક એકલા વિચરે છે. એમાં મેધાવી સાધુ અંતપ્રાંત કુળોમાંથી શુધ્ધ એષણા તથા સર્વેષણા દ્વારા સંયમનું પાલન કરે. આહાર સુગંધી હોય અથવા દુર્ગંધી હોય તેને સમાન રૂપે ગ્રહણ કરે. એકાકી અવસ્થામાં જંગલી પશુઓ દ્વારા કોઈ ઉપદ્રવ થાય તો તેને ધૈર્યથી સહન કરે.
સાધુ વચનગુપ્તિ, મનગુપ્તિ તથા તપોબળ સહિત વિચરણ કરે તથા કાયોત્સર્ગ, આસન અને શયન એકલાં જ કરે અને સમાધિમાં સંલગ્ન રહે. સાધુને શૂન્ય ઘરમાં રહેવાનો અવસર આવે તો તે શૂન્ય ઘરનું દ્વાર ખોલે નહિં તેમજ બંધ કરે નહીં. કોઈ પ્રશ્ન કરે તો મૌન રહે. તે ઘરનો કચરો સાફ કરે નહીં તેમજ ઘાસ વગેરે બીછાવે નહિ. (પરંતુ આવશ્યક સ્થાનને પૂંજીને બેસે અથવા સૂવે)
For Private & Personal Use Only
www.jainelibrary.org