________________
ચરણાનુયોગ : પ્રસ્તાવના
નથી.
સુધી તેની ઉપસ્થિતિ છે ત્યાં સુધી જીવનમાં સુખ-શાંતિ શક્ય જૈનાચાર્યોએ તપનો અન્તર્ભાવ ચારિત્રમાં જ કર્યો છે. અને માટે પરવર્તી સાહિત્યમાં આ ત્રિવિધ સાધના માર્ગનું વિધાન જોવા મળે છે. કુકુન્દાચાર્ય એ સમયસાર તથા નિયમસારમાં, અમૃતચન્દ્રાચાર્યએ પુરુષાર્થ સિદ્ધયુપાયમાં, હેમચન્દ્રાચાર્ય એ યોગશાસ્ત્રમાં ત્રિવિધ સાધનાપંથનું વિધાન કર્યું છે. ત્રિવિધ સાધના માર્ગ જ શા માટે ?
ભલે એકવાર આપણે માની પણ લઈએ કે જીવનમાં સંપૂર્ણ અનાસક્તિ કે નિર્મમત્વ લાદી શકાતું નથી. પરંતુ સાથે એ પણ માનવું જ પડશે કે જો આપણે પોતાના જીવનને અને માનવસમાજને દુઃખ તથા પીડાઓથી દૂર રાખવો છે તો મમતા અને કામનાઓનો ત્યાગ અથવા તેના પર નિયંત્રણ સિવાય કોઈ વિકલ્પ પણ નથી. જીવનમાં જ્યાં સુધી મમતાની ગાંઠ તૂટતી નથી. આસક્તિ છૂટતી નથી, કામના સમાપ્ત થતી નથી ત્યાં સુધી આત્મિક શાંતિ અને સુખ શક્ય નથી. જો સુખ અને શાંતિની અપેક્ષા છે. તો મમતા અને આસક્તિની ગાંઠ અચૂક છોડવી પડશે. જીવનમાં સમભાવ અને અનાસક્તિ(નિષ્કામતા
ને લાવવી પડશે.
)
એ પ્રશ્ન થાય કે ત્રિવિધ સાધના માર્ગનું જ વિધાન શામાટે કરાયું છે ? વસ્તુત : ત્રિવિધસાધના માર્ગના વિધાનમાં પૂર્વવર્તી ૠષિઓ અને આચાર્યો ગહન મનોવૈજ્ઞાનિક સુઝ રહી છે, મનોવૈજ્ઞાનિક દષ્ટિથી માનવચેતનાના ત્રણ પક્ષ માનવામાં આવ્યા છે. જ્ઞાન, ભાવ અને સંકલ્પ જીવનનું સાધ્ય ચેતનાના આ ત્રણ પક્ષોનાં પરિષ્કારમાં માનવામાં આવ્યું છે. માટે એ આવશ્યક પણ હતું કે આ ત્રણ પક્ષોના પરિષ્કાર માટે ત્રિવિધ સાધનાપથનું વિધાન કરવામાં આવે. ચેતનાના ભાવાત્મક પક્ષને સમ્યક્ બનાવવા માટે અને તેના સાચા વિકાસમાટે સમ્યક્દર્શન કે શ્રદ્ધાની સાધનાનું વિધાન કરાયું, એ જ રીતે જ્ઞાનાત્મક પક્ષને માટે જ્ઞાન અને સંકલ્પાત્મક પક્ષ માટે સમ્યક્ ચારિત્રનું વિધાન છે. આ પ્રકારે આપણે જોઈએ છીએ કે ત્રિવિધ સાધનાપથના વિધાન પાછળ જૈનોની એક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિ રહેલી છે. તુલનાત્મક દૃષ્ટિથી વિચાર કરવાથી આપણે મેળવીએ છીએબૌદ્ધદર્શનમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞાના રૂપમાં અને ગીતામાં જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગના રૂપમાં પણ ત્રિવિધ સાધના માર્ગનો ઉલ્લેખ છે. પાશ્ચાત્ય ચિન્તનમાં ત્રિવિધ સાધનાપથ :
પાશ્ચાત્ય પરંપરામાં ત્રણ નૈતિક આદેશ ઉપલબ્ધ
ક્રિયાકાંડ ધર્મસાધનાનું લક્ષ્ય નથી.
સામાન્ય રીતે ધર્મ સાધનાનો સંબંધ કેટલાક વિધિવિધાનો, ક્રિયાકાંડો, આચાર-વ્યવહારના વિધિ-નિષેધો સાથે જોડવામાં આવે છે. કહેવામાં આવે છે 'આમ કરો અને આમ ન કરો' પરંતુ યાદ રાખવું જોઈએ કે બાહ્ય ક્રિયાકાંડ ધાર્મિક સાધનાનાં મૂળ તત્ત્વો નથી. જોકે કહેવાનું તાત્પર્ય એવું નથી કે ધાર્મિકજીવનમાં આની કોઈ ઉપયોગિતા નથી કે સાર્થકતા નથી. આચાર, વ્યવહાર અને કર્મકાંડ ધાર્મિકજીવનના સદાયને માટે આવશ્યક અંગ છે. અને રહેશે. પરંતુ એક વાત યાદ રાખવી જોઈએ કે આપણા ધાર્મિક કહેવાતા ક્રિયાકાંડો, વિધિવિધાનો આચારનિયમોથી આપણી આસક્તિ કે મમતા છૂટતી નથી. ચાહ અને ચિન્તા ઓછા નથી થતાં, જીવનમાં વિવેક અને આનંદનું પ્રબ્યૂટન નથી થતું તો એ બધું નિરર્થક છે તેનું કોઈ મૂલ્ય નથી. તેની કોઈ ઉપાદેયતા નથી. આ ક્રિયાકાંડ સાધન છે. અને સાધનોનું મૂલ્ય ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તે સાધ્યની ઉપલબ્ધિમાં ઉપયોગી હોય કે સહાયક હોય છે. આવો જાણીએ અને જોઈએ કે જૈનધર્મમાં ધર્મસાધનાના ઉપાય કયા છે ? અને તેની મૂલ્યવત્તા કેટલી છે ?
કે
ત્રિવિધ સાધના માર્ગ :
જૈનદર્શન મોક્ષની પ્રાપ્તિ માટે ત્રિવિધ સાધના માર્ગ પ્રસ્તુત કરે છે. તત્વાર્થ સૂત્રના પ્રારંભમાં જ કહ્યું છે કે સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્ર મોક્ષનો માર્ગ છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં 'સમ્યજ્ઞાન, સમ્યક્દર્શન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્ તપ એવા ચતુર્વિધ મોક્ષમાર્ગનું વિધાન છે.' પરવર્તી
(૧) તત્વાર્થસૂત્ર ૧/૧
(૩) એકસોલોજિ એન્ડ મારલ્સ પૃષ્ઠ -૧૮૦
Jain Education International
થાય છે.
(૧) પોતાને જાણો.
(૨) પોતાનો (સ્વયંનો) સ્વીકાર કરો. (૩)સ્વયં જ બની જાઓ.
પાશ્ચાત્યચિંતનના આ ત્રણ નૈતિક આદેશ જૈન પરંપરાના સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્રિવિધ સાધનામાર્ગના સમકક્ષ જ છે. આત્મજ્ઞાનમાં જ્ઞાનનું તત્ત્વ, આત્મ સ્વીકૃતિમાં શ્રદ્ધાતત્વ અને આત્મનિર્માણમાં ચારિત્રનું તત્ત્વ સ્વીકૃત જ છે.
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે ત્રિવિધ સાધનામાર્ગના વિધાનમાં જૈન, બૌદ્ધ અને વૈદિક પરંપરા જ નહીં, પાશ્ચાત્ય વિચારક પણ એકમત છે. તુલનાત્મકરૂપમાં તેને નીચે પ્રમાણે પ્રસ્તુત કરી શકાય છે.
(૨) ઉત્તરાધ્યયન સૂત - ૨૮/૨
28
For Private & Personal Use Only
www.jainelibrary.org