SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણાનુયોગ : પ્રસ્તાવના ૧ : હોવું આવશ્યક છે. જ્યારે આપણી ચેતાને એ જ્ઞાન રાખે છે કે તે શાંત - સીમિત અને અપૂર્ણ છે. તો તેનું સીમિત હોવાનું આ જ્ઞાન પોતે જ સીમા પાર કરી જાય છે. આ પ્રમાણે બ્રેડલે પણ આત્મામાં (self) માં છૂપાયેલી પૂર્ણતાનો સંકેત કરે છે. આત્મા પૂર્ણ છે એ વાત ભારતીય દર્શનના વિદ્યાર્થી માટે નવી નથી. પરંતુ આત્મ પૂર્ણતાનો અર્થ એ નથી કે આપણે પૂર્ણ છીએ. પૂર્ણતા આપણી ક્ષમતા (Capacity) છે, યોગ્યતા (Ablity) નથી. પૂર્ણતાના પ્રકાશમાં આપણને આપણી અપૂર્ણતાનો બોધ થાય છે. અપૂર્ણતાનો બોધ પૂર્ણતાની ઉપસ્થિતિનો સંકેત અવશ્ય છે. પરંતુ તે પૂર્ણતાની ઉપલબ્ધિ નથી. જેવી રીતે દૂધમાં દેખાતી સ્નિગ્ધતા તેમાં રહેલા માખણની સૂચક અવશ્ય છે. પરંતુ માખણની ઉપલબ્ધિ નથી. જેવી રીતે દૂધમાં રહેવા માખણને મેળવવા માટે પ્રયત્ન આવશ્યક છે. તેવી રીતે આત્મા (Self) માં રહેલ પૂર્ણતાની ઉપલબ્ધિ માટે પ્રયત્ન આવશ્યક છે. નૈતિકતા અને સમ્યક્ આચરણ તે સમ્યક પ્રયત્નના સૂચક છે, જેના માધ્યમથી પૂર્ણતા ઉપલબ્ધ કરી શકાય છે. હૈડફિલ્ક લખે છે કે "આપણે જે કંઈ છીએ તે આપણો 'સ્વ' નથી (Self નથી) પરંતુ 'સ્વ'તે છે કે જે આપણેથઈ શકીએ છીએ.ર આપણી સંભાવનાઓમાં પણ આપણી સત્તા અભિવ્યક્ત થાય છે અને આ અર્થમાં આત્મપૂર્ણતા આપણું સાધ્ય પણ છે. જેવી રીતે એક બાળકમાં રહેલી સમગ્ર ક્ષમતાઓ જેમ એકબાજુ સત્તામાં રહેલી છે તેમ બીજી બાજુ તેનું સાધ્ય છે. એવીજ રીતે આત્મપૂર્ણતા આપણું સાધ્ય છે. જો આપણે આત્મપૂર્ણતાને નૈતિકજીવન ધર્મસાધનાનું પરમસાધ્ય માનશું તો આપણે એ પણ સ્પષ્ટ કરવું પડશે કે આત્મપૂર્ણતાનું તાત્પર્ય શું છે ? આત્મપૂર્ણતાનું તાત્પર્ય આત્મોપલબ્ધિ જ છે. તે સ્વ માં 'સ્વ' મેળવવાનું છે. પરંતુ આત્મા કે સ્વને ઉપલબ્ધ ક૨વા છે તે સીમિત કે અપૂર્ણ આત્મા નહીં પરંતુ એવો આત્મા કે જે સમગ્ર વાસનાઓ, સંકલ્પો અને સંઘર્ષોથી પર હોય. વિશુદ્ધદષ્ટા અને સાક્ષીરૂપ હોય. આપણી શુદ્ધ સત્તા આપણા જ્ઞાન, ભાવ અને સંકલ્પ બધાનો આધાર હોવા છતાં પણ બધાથી ૫૨ એક નિર્વિકલ્પ, વીતરાગ, સાક્ષી, આત્મસત્તાની સ્થિતિ છે. આ સ્થિતિની ઉપલબ્ધિને પૂર્ણાત્માનો સાક્ષાત્કાર, પરમાત્માની ઉપલબ્ધિ કહેવાય છે. પાશ્ચાત્યદર્શનમાં પૂર્ણતાના બે અર્થ રહેલા ૭. તે અવના તે ચેતનાના ભાવ ૧ સંકલ્પની વચ્ચે સંતુલિત છે. તો બીજી તરફ વૈયક્તિક સીમાઓ અને સીમિતતાઓથી પર છે. જેથી કે જે (૪) Ibid - P. 11 ૩ કરીને સમાજના અન્ય ઘટકો અને આપણી વચ્ચેના દ્વૈત સમાપ્ત થઈ શકે અને વ્યક્તિ એક મહાપુરુષના રૂપમાં સમાજને માર્ગદર્શન કરી શકે ! બ્રેડલેનું કથન છે કે હું મને નૈતિકરૂપ માં અભિવ્યક્ત ત્યારે કરૂં છું કે જ્યારે મારો આત્મા મારો નથી રહેતો, મારા સંકલ્પો અન્ય લોકોના સંકલ્પથી ભિન્ન નથી હોતા, જ્યારે હું બીજાના સંસારમાં ફક્ત મને જ જોઉં છું. આ આત્માનુભૂતિનો અર્થ છે. અસીમ અને અનંત થઈ જવું, પોતાના અને ૫૨ના અંતરને મિટાવી દેવું. આ છે પરાભૌતિક સ્તર ૫૨ આત્માનુભૂતિનો અર્થ. મનોવૈજ્ઞાનિક સ્તર પર આત્માનુભૂતિનો અર્થ થશે આપણી સંપૂર્ણ બૌદ્ધિક નૈતિક એવં કલાત્મક યોગ્યતાઓ તથા ક્ષમતાઓની અભિવ્યક્તિ, જો આપણે આપણી કામનાઓ તથા ઉદ્દેશોને એકસાથ રાખી ને જોઈએ તો બધા વિશેષ ઉદ્દેશ્યો કેટલાક સામાન્ય અને વ્યાપક ઉદ્દેશ્યોની અંતર્ગત આવી જાય છે. જે પરસ્પર મળીને એક સમન્વયાત્મક સમુચ્ચય બની જાય છે. આ સમન્વયાત્મક સમુચ્ચયમાં આપણો આત્મા પૂર્ણરૂપથી અભિવ્યક્ત થાય છે.૪ (૧) જુઓ Ethical Studies, Chapter II ઉદ્ધત – જૈન, બૌદ્ધ અનેગીતાના આચારદર્શનોનું તુલનાત્મક અધ્યયન ભાગ-૧, પૃ. ૪૧૨ (૨) Psychology and Morals - page - 183 (૩) Ethical Studies - P.II Jain Education International ભારતીય પરંપરામાં પૂર્ણતાનો અર્થ થોડો ભિન્ન છે. પાશ્ચાત્ય પરંપરામાં આત્મા (self) નો અર્થ વ્યક્તિત્વ છે. અને જ્યારે આપણે પાશ્ચત્ય પરંપરામાં આત્મપૂર્ણતાની વાત કહીએ તો તેનું તાત્પર્ય છે વ્યક્તિત્વની પૂર્ણતા. વ્યક્તિત્વનું તાત્પર્ય છે શરીર અને ચેતના, પરંતુ અધિકાંશ ભારતીય દર્શન આત્માને તાત્ત્વિક 'સત્' ના રૂપમાં લેખે છે. માટે ભારતીય ચિંતન અનુસાર આત્મપૂર્ણતાનો અર્થ પોતાની તાત્ત્વિક સત્યતાની અથવા પરમાર્થની ઉપલબ્ધિ છે. આમ ભારતીય પરંપરામાં આત્મપૂર્ણતાનો અર્થ આત્માની જ્ઞાનાત્મક, ભાવાત્મક અને સંકલ્પાત્મક શક્તિઓની પૂર્ણતા પણ માન્ય છે. ભારતીય ચિંતન અને વિશેષરૂપથી જૈનચિંતન અનુસાર મનુષ્યના જ્ઞાન, ભાવ અને સંકલ્પના અનંતજ્ઞાન, અનંત સૌખ્ય (આનંદ) અને અનંતશક્તિના રૂપમાં અભિવ્યક્ત થઈ જાવું એજ આત્મપૂર્ણતા છે. આ તે અવસ્થા છે જેમાં આત્મા પરમાત્મા બની જાય છે. આત્માની શક્તિઓનું અનાવરણ તથા પૂર્ણ અભિવ્યક્તિ એજ પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ છે. અને એજ આત્મપૂર્ણતા છે. મોક્ષ : આત્મસાક્ષાત્કાર આત્મપૂર્ણતા 'પર' કે પૂર્વ-અનુપસ્થિત વસ્તુની ઉપલબ્ધિ નહીં પરંતુ આત્મોપલબ્ધિજ છે. આ એક એવી ઉપલબ્ધિ છે, જેમાં મેળવવાનું કંઈ પણ નથી પણ બધું ગુમાવી દેવાનું છે. આ For Private &24sonal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy