SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ============ - સંપાદકીય.••U – ઉપાધ્યાય કન્વેયાલાલ કમલ” ‘વર' પ્રવૃત્તિ અને પુરૂષાર્થનું પ્રતીક છે. ‘વર’ માં મર્યાદા અને સમ્યફવિવેકનો યોગ થવાથી તે આચરણ (ગાડ મર્યાતાય) કહેવાય છે. આ ચરણ અર્થાત્ આચારધર્મ. ચરણાનુયોગનો અર્થ થાય છે. આચારધર્મ સંબંધી નિયમાવલી, મર્યાદા આદિની વ્યાખ્યા અને સંગ્રહ. પ્રસ્તુત ચરણાનુયોગ ગ્રન્થ પોતાની આગવી ઓળખાણથી સાર્થક છે. જૈન સાહિત્યમાં અનુયોગનાં બે રૂપ મળે છે. (૧) અનુયોગ - વ્યાખ્યા (૨) અનુયોગ - વર્ગીકરણ કોઈપણ પદ આદિની વ્યાખ્યા કરવા માટે તથા તેનું હાર્દ સમજવા કે સમજાવવા માટે (૧) ઉપક્રમ (૨) નિલેપ (૩) અનુગમ અને (૪) નય આ ચાર શૈલીનો આશ્રય લેવામાં આવે છે. અનુયોનિન મનુયોર : - (જુનાગમrો) સૂત્રનો અર્થની સાથે સંબંધ જોડીને તેની યોગ્ય વ્યાખ્યા કરવી તેનું નામ છે – અનુયોગ વ્યાખ્યા (જબૂવૃત્તિ) અનુયોગ - વર્ગીકરણનો અર્થ છે અભિધેય (વિષય)ની દષ્ટિથી શાસ્ત્રોનું વર્ગીકરણ કરવું. જેમ કે અમુક આગમ, અમુક અધ્યયન, અમુક ગાથા - અમુક વિષયની છે. આ પ્રમાણે વિષય વસ્તુની દષ્ટિથી વર્ગીકરણ કરીને આગમોના ગંભીર અર્થ સમજવાની શૈલી - તે અનુયોગ વર્ગીકરણ પધ્ધતિ છે. પ્રાચીન આચાર્યોએ આગમોના ગંભીર અર્થોને સરળતાપૂર્વક સમજાવવા માટે આગમોનું ચાર અનુયોગમાં વર્ગીકરણ કર્યું છે. (૧) ચરણાનુયોગ - આચાર સંબંધી આગમ. (૨) ધર્મકથાનુયોગ - ઉપદેશપ્રદ કથા અને દષ્ટાંત સંબંધી આગમ. (૩) ગણિતાનુયોગ - ચન્દ્રસૂર્ય - અંતરીક્ષવિજ્ઞાન તથા ભૂગોળના ગણિત વિષયક જ્ઞાન. (૪) દ્રવ્યાનુયોગ - જીવ - અજીવ આદિ નવ તત્ત્વોની વ્યાખ્યા કરનાર આગમ. અનુયોગ વર્ગીકરણના લાભ : જો કે અનુયોગ વર્ગીકરણ પધ્ધતિ આગમોના ઉત્તરકાલિન ચિન્તક આચાર્યોની દેન છે. પરંતુ આ આગમપાઠી, શ્રુતાભ્યાસી મુમુક્ષુને માટે ખૂબ જ ઉપયોગી છે. આજના યુગમાં તો આ પધ્ધતિની અત્યધિક ઉપયોગિતા છે. વિશાળ આગમ સાહિત્યનું અધ્યયન કરવું સામાન્ય વ્યક્તિ માટે ઘણું જ કઠિન છે. માટે જ્યારે જે વિષયનું અનુસંધાન કરવાનું હોય ત્યારે તવિષયક આગમપાઠનું અનુશીલન કરીને જિજ્ઞાસાનું સમાધાન કરવું, જ્યારે અનુયોગ પધ્ધતિથી સંપાદિત આગમોનું શુદ્ધ સંસ્કરણ ઉપલબ્ધ હોય ત્યારે જ સંભવે છે. અનુયોગ પધ્ધતિથી આગમોનો સ્વાધ્યાય કરવાથી અનેક જટિલ વિષયોનું સ્વયં સમાધાન થઈ જાય છે, જેમકે - Jain Education International For Private 13sonal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy