SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ લિંબડી અજરામર સંપ્રદાયના આગમવાણીમાં અત્યંત શ્રદ્ધાવાન પૂજ્યશ્રી ભાસ્કરમુનિજી મ.સા.એ પ્રકાશિત અનુયોગ ગ્રંથોના પ્રચાર પ્રસારમાં વિશેષ અભિરુચિપૂર્વક જે સહયોગ આપ્યો છે, તે આદર્શ અને અનુકરણીય છે. આ જ સંપ્રદાયના શ્રી રૂક્ષ્મણિબાઈ મહાસતીજીની સુશિષ્યા શ્રી કલ્પનાકુમારીજી મ.સા. તથા શ્રી કલ્યાણીકુમારીજી મ.સા.એ આ ગ્રંથની વિશાળ ભૂમિકા તથા પરિશિષ્ટ આદિનો ગુજરાતી અનુવાદ કુશળતાપૂર્વક અને સુંદર અક્ષરોમાં તૈયાર કરી આપ્યો તે પ્રશંસનીય છે. ભવિષ્યમાં પણ આ જ પ્રકારનો સહયોગ તેઓશ્રી તરફથી મળતો રહેશે એવી અપેક્ષા છે. જૈન દર્શનના સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. સાગરમલજી જૈન, જેમણે સર્વથા નિસ્પૃહ ભાવનાપૂર્વક ગ્રંથની આટલી વિશાળ તથા નક્કર ચિંતનશીલ પ્રસ્તાવનાનું આલેખન કર્યું છે, તે માટે અમે હૃદયપૂર્વક તેમનો આભાર માનીએ છીએ. ગુજરાતી ભાષાન્તરનું સંશોધન, પ્રમાર્જન, સંપાદન આદિનો કાર્યભાર ગુજ.યુનિ.ના પ્રાકૃત વિભાગના અધ્યક્ષ ડૉ. રમણીકભાઈ એમ. શાહે સંભાળ્યો, પોતાનો અમૂલ્ય સમય આપ્યો, આથી તેમના પણ આભારી છીએ. આગમ અનુયોગ પ્રકાશન પરિષદ, સાંડેરાવના માન્ય કાર્યકર્તાઓનું પણ અમે અહીં આભાર સ્મરણ કરીએ છીએ કે જેમણે આ અતિ દુષ્કર કાર્યના પ્રારંભમાં અતિ ઉત્સાહપૂર્વક કદમ મૂકયા અને અમારે માટે કાર્યશૈલીનો માર્ગ પ્રશસ્ત કરી આપ્યો. આગમ અનુયોગ કાર્યમાં નાની-મોટી રકમોના દાન આપનાર શ્રુતજ્ઞાનના કાર્યમાં સહભાગી થનાર આભાર છીએ. આગમ અનુયોગ ટ્રસ્ટને તન-મન-ધનથી સહયોગ આપનાર સર્વના આભારી છીએ. આ સંસ્થાના આદ્યસ્થાપક તથા ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વ. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલના અચાનક દિવંગત થવાથી ટ્રસ્ટને ઘણી મોટી ખોટ પડી છે. તેઓશ્રી અત્યંત ઉદારચેતા, જ્ઞાનની અભિરુચિ રાખનારા કર્મઠ કાર્યકર્તા હતા. ટ્રસ્ટનું સુચારુરૂપે સંચાલન કરવામાં, સહકાર મેળવવામાં આદિ કાર્યો માટે શાસનસેવામાં રત, ટ્રસ્ટના મંત્રીશ્રી જયંતિભાઈ ચંદુલાલ સંઘવીએ કરેલી સેવાઓને નજરઅંદાજ નહીં કરી શકાય. અનેક સંસ્થાઓમાં જોડાયેલા હોવા છતાં પણ ટ્રસ્ટના સંચાલનમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવી રહ્યા છે તેથી તેઓના પણ અમે બહુ આભારી છીએ. પુસ્તકોની સુરક્ષા તથા ઉપલબ્ધિ આદિ કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપવા માટે અમે શ્રી નારણપુરા સ્થા. જૈન સંઘના વિશેષ આભારી છીએ. સંઘના પ્રમુખશ્રી તથા સંઘ સમસ્તનો આભાર માનું છું. જેમના આર્થિક યોગદાનથી આટલું મોટું કાર્ય સંપૂર્ણ થઈ શકયું તે બધા સહયોગી સભ્યોના પણ આભારી છીએ. આ ભાગના પ્રકાશનમાં સાણંદનિવાસી શ્રી ડોસાભાઈ ગોપાલભાઈ પરિવાર તથા આગમ અનુયોગ ટ્રસ્ટ આદ્યસ્થાપક (સ્વ.)પૂ. બળદેવભાઈ ડોસાભાઈ સપરિવારનો સવિશેષ ફાળો રહ્યો છે, તથા સાણંદના શ્રી જયંતિલાલ કાંતિલાલ પટેલનો ફાળો પ્રાપ્ત થયો છે તે માટે સૌના આભારી છીએ. કાર્યાલયની વ્યવસ્થા માટે શ્રી શામજીભાઈ - નારણપુરા સંઘના કર્મચારી તથા પ્રેસ સંબંધી, ટ્રસ્ટ સંબંધી, પ્રૂફરીડીંગ આદિ કાર્ય નિષ્ઠાપૂર્વક સંપન્ન કરવા માટે શ્રી માંગીલાલજી શર્મા – કુરડાયાવાળા પણ ધન્યવાદને પાત્ર છે. ઘણાજ નિષ્ઠાપૂર્વકના પુરુષાર્થ પછીપણ ગુજરાતીમાં પુસ્તકો શ્રુતજ્ઞાનના પ્રેમીઓના હાથમાં ઘણા લેઈટ આવી રહ્યા છે તે માટે સૌની ક્ષમા યાચના શુદ્ધ અને સુંદર મુદ્રણકાર્ય સમયસર કરી આપવા માટે સ્કેન-ઓ-ગ્રાફીક્સવાળા શ્રી દિલીપભાઈ પ્રત્યે હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ. Jain Education International 12 For Private & Personal Use Only વિનીત નવનીતભાઈ ચુનીલાલ પટેલ (અધ્યક્ષ) www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy