________________
२२ चरणानुयोग - २
ते अणवकखमाणा अणतिवातेमाणा, अपरिग्गहेमाणा, णो परिग्गहावंति सव्वावंति च णं लोगंसि णिहाय दंडं पाणेहिं पावं कम्मं अकुव्वमाणे एस महं अगंथे वियाहिये ।
अणगार लक्षण
ओए जुइमस्स खेत्तण्णे उववायं चयणं च णच्चा । -આ. સુ. શ્, મૈં. ૮, ૩. ૨, સુ. ૨૦૬
अणगार लक्खणा
१६६७. तं णो करिस्सामि समुट्ठाए मत्ता मतिमं,
अभयं विदित्ता तं जे णो करए एसोवरते, एत्थोवरए एस अणगारे ति पवुच्चति ।
–આ. સુ. , ૬. ૬, ૩. ૧, સુ. ૪૦ जणाणा पुट्ठा वि एगे णियट्टन्ति मन्दा मोहेणं
પાછા |
“ अपरिग्गहा भविस्सामो” समुट्ठाए लद्धे कामे अभिगाहति । अणाणाए मुणिणो पडिलेहंति । एत्थ मोहे पुणो पुणो सण्णा, णो हव्वाए, णो पाराए ।
विमुक्का हु ते નળા, जे जणा पारगामिणो लोभं अलोभेणं दुगुंछमाणे लद्धे कामे णाभिगाहति ।
विणा वि लोभं निक्खम्म, एस अकम्मे जाणति પાસતિ ।
पडिलेहाए णावकंखति, एस 'अणगारे' त्ति पवुच्चति । -. સુ. †, અ. ૨, ૩. ર્, સુ. ૭૦-૭૬ से बेमि से जहा वि अणगारे उज्जुकडे णियागपडिवन्ने अमायं कुव्वमाणे वियाहिते ।
Jain Education International
सूत्र १६६७ તે (સાધુ) કામભોગની ઈચ્છાથી નિવૃત્ત થઈ કોઈપણ પ્રાણીની હિંસા કરતા નથી, તેમજ પરિગ્રહ પણ રાખતા નથી. માટે તેઓ સમસ્ત લોકમાં અપરિગ્રહી કહેવાય છે આ પ્રમાણે જે પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરવાથી પાપકર્મ કરતા નથી, તે મહાન નિગ્રંથ કહેવાય છે. એવા સાધુ રાગ દ્વેષથી રહિત, સંયમ અને મોક્ષનાં જ્ઞાતા છે, તેમજ જન્મમરણનાં સ્વરૂપને જાણી પાપનું આચરણ નથી કરતા.
અનગારનાં લક્ષણ :
૧૬૬૭. બુદ્ધિમાન્ શિષ્ય જીવોનાં સ્વરૂપને જાણીને સંકલ્પ કરે કે "હું વનસ્પતિકાયની હિંસા નહી કરું”
"પ્રત્યેક જીવ અભય ચાહે છે” એવું જાણીને જે હિંસા કરતા નથી, તે આરંભ નિવૃત્ત કહેવાય છે, તેજ જિન માર્ગમાં સ્થિત છે. તે જ “અણગાર” છે.
અજ્ઞાની મોહથી ઘેરાયેલ કોઈ-કોઈ જીવ પરિષહ, ઉપસર્ગ આવતાં વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે.
"અમે પરિગ્રહથી રહિત થઈશું” એમ બોલી કેટલાક દીક્ષિત થવા છતાં પણ પ્રાપ્ત થયેલા કામભોગોનું સેવન કરે છે અને વીતરાગની આજ્ઞાથી વિપરીત આચરણ કરી મુનિવેશને લજાવે છે, અને કામભોગના ઉપાયોમાં તલ્લીન રહી વિષયોમાં અત્યંત આસક્ત થાય છે. તેઓ આ પાર કે પેલેપાર પહોંચી શકતા નથી.
એજ સાધક વિમુક્ત છે, જે જ્ઞાન દર્શન અને ચારિત્રના પારગામી છે, જે નિર્લોભથી લોભને જીતી પ્રાપ્ત થયેલા કામભોગોને ઈચ્છતા નથી.
જે પ્રથમથી જ લોભનો ત્યાગ કરીને ત્યાગી બને છે. તે કર્મથી રહિત થઈ સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે.
જે હિતાહિતનો વિચાર કરી વિષયોની ઈચ્છાઓથી પર રહે છે તે "અણગાર” કહેવાય છે.
હે શિષ્ય ! હું તને કહું છું, કે જે જીવન-પ્રપંચોનો ત્યાગ કરી અણગાર બન્યા છે, જેમનું અંતઃકરણ સરળ છે, જેણે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ મોક્ષમાર્ગ સ્વીકાર્યો છે. તથા છલ-કપટનો સર્વથા ત્યાગ કર્યો છે તે જ સાચા "અણગાર" કહેવાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org