________________
‘ચરણાનુયોગ'' ભાગ-ર પ્રકાશન સહયોગી દાતા
સ્વ. શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ
ચરણાનુયોગ: ભાગ-૨ ધરીએ તુ જ હસ્તકમળમાં
- - - - - - - - - - - - આગમ અનુયોગ ટ્રસ્ટના આદ્યસ્થાપક વંદન હો ... આપને કોટી કોટી... "વ્યક્તિ ચલા જાતા હૈ સ્મૃતિ સદકાર્ય કી રહ જાતી હૈ..
હર ફૂલ કી મિટ્ટી મેં મહક રહ જાતી હૈ... ધન્ય હૈ વે લોગ- જિનકે જાને કે બાદ
ગૌરવભરી ગુણગાથા રહ જાતી હૈ” સંનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, આજીવનસેવાના આદર્શ ભાવનાશીલ, ધર્મશ્રેષ્ઠીવર્ય, માનનીય-સન્માનીય-સૌજન્યમૂર્તિ, | મુકસેવક આદરણીય પૂજ્ય દાદાજી, શ્રાવકરત્ન શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલનો જન્મ ધર્માનુરાગી શ્રાવકરત્ન
શ્રી ડોસાભાઈ ગોપાળભાઈ પટેલના ખાનદાન ખોરડે ૮-૨-૧૯૧૭ માં સાણંદ મુકામે માતુશ્રી જડીબાની કુંખીએ થયો હતો. બાળપણથી જ માતાપિતાએ ઉચ્ચ આદર્શ ધર્મના સંસ્કારના બીજનું રોપણ કરેલ અને તેથી જ જીવનમાં ધર્મ પ્રત્યેની અડગશ્રદ્ધા- માનવતાના- પરમાર્થના કાર્યની સુઝ સમજ ચોમેર ફેલાવી. s.s.c. પાસ થયા બાદ સાણંદ પોપટીવાડની સ્કૂલમાં ઈંગ્લીશ શિક્ષક તરીકે ત્રણ મહિના નોકરી કરી. સાણંદના વતની ડાહ્યાભાઈ શંકરભાઈની સુપુત્રી રૂક્ષ્મણીબેન સાથે સં.૧૯૩૪ માં લગ્નગ્રંથિથી જોડાયા બાદ રથના બે પૈડા સરીખા હોવાને કારણે તેમના સુપુત્રો- પુત્રીઓમાં ધર્મના સંસ્કાર રહ્યા- સંવત- ૧૯૯૫ માં અમદાવાદમાં પાલડીમાં કરીયાણાની અનાજની દુકાન શરૂ કરી. ભાડાના મકાનમાં રહેતાનસીબ-પુણ્યોદયે યારી આપી. સં. ૨૦૦૪ માં ચોખાબજારમાં અનાજના વેપારી તરીકે નેકીથી અનાજનો ધંધો વિકસાવ્યો. ૧૯૭૨માં રૂ નો ધંધો શરૂ કર્યો. જેમાં દીકરા જોડાયા- નાના વહેપારીઓની મુશ્કેલીને ધ્યાનમાં લઈને અને પોતે પણ એ દિવસ નાના વ્હેપારી હતા તે લક્ષ્યમાં લઈને કાલુપુર ચોખા બજારના વેપારીઓના સાથીદારોના સંપ-સંગઠનને સથવારે સૌને સાથે રાખી પ-૧૨-૭૦ માં કાલુપુર બેંકની સ્થાપના કરી- ચેરમેનપદ છેલ્લા શ્વાસ સુધી દિપાવ્યું- નાની મોટી અનેક ! સામાજીક- ધાર્મિક-સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા બજાવી. જૈનધર્મ-માનવ ધર્મ- સંત સમાગમ દ્વારા હૃદયંગમ બનાવેલ . આગમ અનુયોગની સ્થાપના .ગુરુદેવ કમલમુની મ.સા.ની પાવન નિશ્રામાં કરી અને તેના અધ્યક્ષપદને દિપાવ્યું. આગમ અનુયોગ ટ્રસ્ટના કાર્યમાં તન-મન-ધનથી ફાળો રહ્યો છે. તા.૧૩-૭-૯૭ ના દિવસે બેંકના ઉદ્ઘાટન સમારોહમાં હાર્ટએટેક આવતા સવારે ૧૦-૪૦ મીનીટે નશ્વરદેહ છોડ્યો| તેમના જીવનમાં સચ્ચાઈ-નમ્રતા-પ્રેમભાવના-સભાવના મધ્યમ વર્ગના માનવી માટે દયાભાવના ગુણોની સુવાસ ચોમેર પ્રસરી રહી છે. બ્રહ્મચર્યવ્રત નાની ઉંમરે લઈ- ચૌવિહાર વગેરેનું ઉત્તમ પાલન કરનાર- શ્રાવકરત્નને અંતરના વંદન હો- આગમ અનુયોગ ટ્રસ્ટ સદાય એમનું ઋણી રહેશે
ચરણાનુયોગ ભાગ-૨ પૂ.દાદાજીને અર્પણ કરીએ છીએ
- ટ્રસ્ટીગણ
—
—
—
—
—
Jain
ona
EOT Private
Persona
SER
aineibe
.org