________________
૨૬
ધર્મકથાનગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૮૮
ગજસુકુમાલ, સુમુખ, દુર્મુખ આદિ સાડા ત્રણ કરોડ યાદવ કુમારોના મનગમતા અને પ્રશંસાના પાત્ર, કલહ, યુદ્ધ અને કોલાહલના ચાહક, ચાડી-ચુગલીની અભિલાષી અને અનેક સેંકડો યુદ્ધ અને લડાઈઓ જોવાના રસિક, સામેથી દક્ષિણા આપી કલહ ઊભો કરનાર, દશારોના શ્રેષ્ઠ બળવંતો અને ત્રણ લોકમાં વીર પુરુષોમાં અશાંતિ ઊભી કરનાર, એવા કચ્છલ નારદ તે ભગવતી પ્રક્રમણી વિદ્યાનું આહવાન કરીને ઊડ્યા અને આકાશ ઓળંગી હજારો ગામ, આકર, નગર, ખેટક, કર્બટ, મડંબ, દ્રોણમુખ પાટણ, સંવાહ આદિથી શોભિત અને જનપદોથી વ્યાપ્ત વસુંધરાનું અવલોકન કરતાં કરતાં રમણીય હસ્તિનાપુરમાં આવી ચડ્યા અને પાંડુ રાજાના ભવનમાં ખૂબ વેગ સાથે ઊતરી
પડયા. ૮૫. ત્યારે પાંડુ રાજાએ કચ્છલ નારદને આવતા
જોયા, જોઈને પાંચ પાંડવો તથા કુંતી દેવી સાથે તે આસનથી ઊભો થયો, ઊઠીને સાત આઠ ડગલાં કચ્છલ નારદની સામે ગયો, સામે જઈ ત્રણ વાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરી વંદન-નમન કર્યા, વંદન-નમન કરી મહાન પુરુષને યોગ્ય અધ્ય, પાદ્ય અને આસન ધર્યા.
ત્યાર પછી તે કચ્છલ નારદે પાણી છાંટી અને દર્ભાસન પાથરી તે પર પોતાનું આસન બિછાવ્યું અને તે પર બેઠા, બેસીને પાંડુ રાજાને તેના રાજ્ય, રાષ્ટ્ર, કેષ, કેષ્ઠાગાર, સેના, વાહન, પુર અને અન્ત:પુરના કુશળ સમાચાર પૂછયા.
તે સમયે પાંડુ રાજાએ, કુંતી રાણીએ અને પાંચે પાંડવોએ કચ્છલ નારદનો સત્કાર કર્યો, તેમના આગમનને વધાવ્યું અને તેમના માનમાં ઊભા થઈ તેમની પમ્પાસના કરી.
દ્રૌપદીને નારદ પ્રતિ અનાદર– ૮૬. તે સમયે દ્રૌપદી દેવીએ કચ્છલનારદને અસં
યમી, અવ્રતી અને પાપકર્મોનું પ્રત્યાખ્યાન ન કરનાર જાણીને તેમને આદર ન કર્યો, ને તેમનું સ્વાગત કર્યું, ને તેમના માટે ઊઠી કે ન તેમની પર્યું પાસના કરી.
ત્યારે તે કચ્છલ નારદને આવા પ્રકારનો અધ્યવસાય, મનોભાવ, વિચાર વિકલ્પ થયો
“અહો ! આ દ્રૌપદી દેવીએ પોતાના રૂપ, યૌવન, લાવણ્ય અને પાંચ પાંડવના સંબંધને કારણે અભિમાની બનીને મારો આદર કર્યો નહીં, મારો સત્કાર કર્યો નહીં, મારું સ્વાગત કર્યું નહીં અને મારી સેવાઉપાસના કરી નહી, તે દ્રૌપદીનું અપ્રિય–અનિષ્ટ કરવું એ મારે ઇષ્ટ છે.’ આમ વિચાર કર્યો, વિચાર કરીને પાંડુ રાજાની રજા લીધી, રજા લઇને ઉત્પતની વિદ્યાનું સ્મરણ કર્યું, સ્મરણ કરીને ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપલ, ચંડ, શીધ્ર વેગભરી વિદ્યાધર જેવી ગતિથી લવણ સમુદ્રની વચ્ચોવચ્ચ થઈને પૂર્વાભિમુખ જવા માટે પ્રવૃત્ત થયા. નારદનું અપરકકા–ગમન અને પદ્મનાભ રાજા
સાથે મિલાપ– ૮૭. તે કાળે તે સમયે ધાતકી ખંડ નામક દ્રીપમાં
પૂર્વ દિશામાં સ્થિત દક્ષિણાર્ધ ભરત ક્ષેત્રમાં અપરકંકા નામે રાજધાની હતી.
તે અપરકંકા રાજધાનીમાં પદ્મનાભ નામે રાજા હતો-જે મહા હિંમતવાન, મલય અને મંદર તથા મહેન્દ્ર સમાન સત્ત્વશાળી હતો -વર્ણન. તે પાનાભ રાજાના અંત:પુરમાં સાત સો રાણીઓ હતી. તે પદ્મનાભ રાજાને સુનાભ નામે પુત્ર હતો, તે યુવરાજ પણ હતો. તે વખતે તે પાનાભ રાજા અંત:પુરમાં પેનાની રાણીઓ વચ્ચે શ્રેષ્ઠ સિંહાસન પર
બિરાજી રહ્યો હતો. ૮૮. ત્યારે તે કચ્છલ નારદ જ્યાં અપરકંકી રાજધાની
હતી, જ્યાં પાનાભ રાજાનો મહેલ હતો ત્યાં આવ્યા, ત્યાં આવીને અત્યંત વેગપૂર્વક પદ્મનાભ રાજાના મહેલમાં ઊતર્યા.
ત્યારે પદ્મનાભ રાજાએ કચ્છલ નારદને આવતા જોયા, જોઈને આસન પરથી તે ઊભો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org