SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સુત્ર ૭૩ ૨૩ પદાતિઓથી ઘેરાઈને પોતાની સર્વ ત્રાદ્ધિ થાવત્ દુંદુભિના ઘેાષ સાથે જ્યા સ્વયંવરમંડપ હતો ત્યાં પહોંચ્યા, ત્યાં જઈને સ્વયંવરમંડ૫માં પ્રવેશ્યા, પ્રવેશીને પોતપેતાનાં નામ અકિત હતાં તેવાં આસન પર બેઠા અને રાજવરકન્યા દ્રૌપદીના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. ૭૩. ત્યાર પછી પદ રાજા પણ રાત્રિ જતાં અને પ્રભાત થતાં, સૂર્યોદય થતાં અને સહસ્રરશ્મિ દિનકર જાજવલ્યમાન તેજથી ઝળહળ થતાં, સ્નાન યાવત્ સર્વાલંકારવિભૂષિત થઈને, ઉત્તમ હાથીના સ્કંધ પર બેસી, કોરંટ પુષ્પોની માળાઓવાળું છત્ર ધારણ કરીને, ઉત્તમ શ્વેત ચામરના વીંજણા સાથે, હાથી-ઘોડા-૨થયોદ્ધાઓની બનેલી ચતુરંગિણી સેના સાથે, મહાન દમામ પૂર્વક સુભટ-૨થ-પદાતિઓના સમૂહથી ઘેરાઈને કાંડિલ્યપુર નગરની વચ્ચોવચ્ચ થઈને નીકળ્યો અને જ્યાં સ્વયંવરમંડપ હતો, જ્યાં વાસુદેવ પ્રમુખ અનેક સહસ્ત્ર રાજાઓ હતા, ત્યાં આવ્યો, આવીને વાસુદેવ પ્રમુખ રાજાઓને બંને હાથ જોડી શિરસાવ અંજલિ રચી જય-વિજય શબ્દોથી વધાવ્યા અને પછી કણ વાસુદેવને શ્વેત ચામર ઢોળવા લાગ્યો. ૭૪. ત્યારે તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી રાત્રિ જતાં અને પ્રભાત થતાં, સૂર્યોદય થતાં અને સહસ્રરમિ દિનકર જાજવલ્યમાન તેજથી ઝળહળ થતાં, જયાં સ્નાનગૃહ હતું ત્યાં આવી, આવીને સ્નાનગૃહમાં પ્રવેશી, પ્રવેશીને સ્નાન કર્યું, પછી બલિ-નૈવૈદ્ય આદિ કરી કૌતુક-મંગળ (નજર ન લાગે તે માટે મસીતિલક વ.) કર્યું, પછી શુદ્ધ, પ્રવેશ યોગ્ય, મંગળ, શ્રેષ્ઠ વસ્ત્રો પહેરી સ્નાનગૃહમાંથી બહાર નીકળીને જિનમંદિરમાં ગઇ, જિનમંદિરમાં પ્રવેશી જિનપ્રતિમાની પૂજાઅર્ચના કરી, પછી જિનમંદિરમાંથી નીક. ળી જ્યાં અંત:પુર હતું ત્યાં ગઈ. ૭૫. ત્યાર પછી તે વર રાજકન્યા દ્રૌપદીને અન્ત: પુરની સ્ત્રીઓએ સર્વાલંકારવિભૂષિત કરી. કેવી રીતે ? પગમાં શ્રેષ્ઠ નૂપુર પહેરાવ્યાં યાવતું દાસીઓના સમૂહથી ઘેરાઈને તે અંતઃપુરમાંથી - નીકળી, નીકળોને, જ્યાં બાહ્ય સભા હતી, જ્યાં ચાર ઘંટાવાળો રથ હતો ત્યાં આવી, ત્યાં આવી ક્રીડા કરાવનાર અને માર્ગદર્શિકા ધાવમાતા સાથે ચાર ઘંટાવાળા અશ્વરથ પર સવાર થઈ. ત્યારે તેના તે અશ્વરથનું સારથીપણું દૂષ્ટઘુમ્નકુમારે કહ્યું અર્થાત્ પૃષ્ટદ્યુમ્નકુમારે તે રથ ચલાવ્યો. ત્યાર બાદ ને રાજકન્યા દ્રૌપદી કાંપિલ્યપુર નગરની વચ્ચે થઈને જયાં સ્વયંવરમંડપ હતો ત્યાં આવી, આવીને રથ ઊભા ૨ખાવ્યા, રથથી તે નીચે ઊતરી અને માર્ગદર્શિકા ધાવમાતા સાથે સ્વયંવરમંડપમાં પ્રવેશી, પ્રવેશ કરી બે હાથ જોડી શિરસાવર્ત અંજલિ રચી વાસુદેવ પ્રમુખ અનેક હજારો રાજાઓને પ્રણામ કર્યા. ૭૬, ત્યાર પછી તે શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીએ એક મોટે ભવ્ય શ્રીદામચંડ (માળાઓનો સમૂહમોટી પુષ્પમાળા) લીધો. તે કેવો હતો ? પાટલ, મલ્લિકા, ચંપક યાવત્ સપ્તપર્ણ આદિ પુષ્પો થી ગૂંથેલ, સુગંધી, તૃપ્તિકારક પરમ સુખદાયક સ્પર્શવાળો અને દર્શનીય એવો. ત્યાર બાદ તે સુરૂપ માર્ગદર્શિકા ધાવમાતાએ પોતાના ડાબા હાથમાં એક ચકચકતું, તરુણ જનોને પોતાનું રૂપ તેમાં જોવા) ઉત્સુક કરે તેવું, સુંદર મણિ–રત્ન-જડિત હાથાવાળું, નાનું દર્પણ લીધું અને જમણા હાથથી તે દર્પણમાં પ્રતિબિંબિત થતા શ્રેષ્ઠ રાજસિંહનો લીલાપૂર્વક પરિચય આપવા લાગી. તેમના વંશ, માહામ્ય, રૂપ, કુળ અને શીલની જાણનાર હોવાથી સ્કુટ, વિશદ, વિશુદ્ધ ગંભીર અને મધુર ભાષા દ્વારા તે સઘળા રાજાના માતૃપિતૃ વંશ, સત્ત્વ, સામર્થ્ય, ગોત્ર, પરાક્રમ, કાન્તિ, આદિ વિશે વિવરણ કરવા લાગી. | સર્વ પ્રથમ તેણે વૃષ્ણિ (યાદવ) વંશના શ્રેષ્ઠ પુરુષ, દશારોના શ્રેષ્ઠ વીર, ત્રણ લોકમાં બળવંત, લાખ શત્રુઓનું માન મર્દન કરનાર, ભવસિદ્ધ જીવોમાં ઉત્તમ કમળ સમાન(સમુદ્રવિજય)નું રૂપ—યૌવન-ગુણ અને લાવણ્યની પ્રશંસા દ્વારા વર્ણન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy