________________
ધર્મકથાનુગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૪૬
૧૫
ત્યારે તે ગોપાલિકા આર્યાનું એક સંઘાટક (સાધ્વી યુગલ) જ્યાં ગરપાલિકા આર્યા હતાં ત્યાં આવ્યું, આવીને ગોપાલિકા આર્યાને વંદનનમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું –
‘આપની આજ્ઞા મેળવીને અમે ચંપાનગરીનાં ઊંચ-નીચ-મધ્યમ કળામાં સામુદાયિક ભિક્ષાચર્ચા માટે જવા ઈચ્છીએ છીએ.”
હે દેવાનુપ્રિયો ! તમને અનુકૂળ હોય તે પ્રમાણે જાઓ, વિલંબ કરો નહીં.'
ત્યાર પછી તે આર્યાઓ ગોપાલિકા આર્યા પાસેથી આજ્ઞા મળતાંવેંત ભિક્ષાચર્યા કરતી સાગરદત્તના ઘરે આવી પહોંચી. સુકમાલિકા દ્વારા સાગરને પ્રસન્ન કરવા માટેના
ઉપાયની પુછા– ૪૬. ત્યાર પછી સુકુમાલિકાએ તે આર્યાને આવતી
જોઈ, જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ તે આસનથી ઉઠી, ઉઠીને વંદન-નમસ્કાર કર્યો, વંદન-નમન કરી વિપુલ અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય પદાર્થો દ્વારા તેમનો સત્કાર કર્યો, સત્કાર-પ્રતિલાભ કરી આ પ્રમાણે કહ્યું
હે આર્યાઓ! વાત એમ છે કે સાગરને હું અનિષ્ટ થાવત્ અણગમતી છું. યુવાન સાગર મારું નામ ગોત્ર સાંભળવાય રાજી નથી, પછી મને જોવા કે મારી સાથે ભોગ ભોગવવાની તો વાત જ શું કરવી? જેને જેને હું લગ્નમાં આપવામાં આવી તેને તેને હું અનિષ્ટ યાવતુ અણગમતી બનું છું.
હે આર્યાઓ ! આપ તે બહુ જ્ઞાની છે, બહુશ્રુત છો, બહુ જાણકાર છો, અનેક ગામઆકર-નગર–ખેટક-કબંટ- દ્રોણમુખ-મડંબ– પાટણ–આશ્રમ-નિગમ-સંવાહ- સન્નિવેશોમાં ધૂમ્યા છો, અનેક રાજા-રઈસ-તલવર–માડુંબિક -કૌટુંબિક-ઇભ્ય - શ્રેષિ–સેનાપતિ – સાર્થવાહ આદિનો ધરો આપે જોયાં છે.
તે હે આર્યાઓ! તમે કઈ જગ્યાએ કંઈ ચૂર્ણયોગ, મંત્રોગ, કામણયોગ, કર્મયોગ અથવા હૃદયાકર્ષણ કે કાયાકર્ષણની યુક્તિ અથવા કોઈ વશીકરણ કે કૌતુકકર્મ અથવા કંઈ ભભૂતિ,
મૂળ, કંદ, છાલ, વેલી કે તૃણની પ્રક્રિયા અથવા ગોળી, ઔષધ કે ભેષજ જોયું- જાણ્યું છે કે જેના વડે હું સાગરને ઇષ્ટ, કાંત યાવનું મનગમતી બની શકું ?”
આર્યા–સંઘાટક દ્વારા ધર્મોપદેશ૪૭. ત્યાર બાદ તે આર્યાઓએ સુકુમાલિકાની આવી
વાત સાંભળી પોતાના બન્ને કાન ઢાંકી દીધા, કાન ઢાંકીને સુકુમાલિકાને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે ! અમારે નિગ્રંથ સાધ્વીઓને યાવત્ ગુપ્તિધારી બ્રહ્મચારિણીઓને આવા પ્રકારના શબ્દો કાનેથી સાંભળવા પણ કપે નહીં, તો પછી તેનો ઉપદેશ કે આચરણ તો કરી જ કેમ શકાય? હે દેવાનુપ્રિયે ! અમે તો તને કેવળજ્ઞાનીઓએ પ્રરૂપેલ સુંદર ધર્મની વાત કરીશું.'
ત્યાર પછી તે સુકુમાલિકાએ તેમને આમ કહ્યું- હે આર્યાએ ! તે હું આપની પાસેથી કેવળજ્ઞાનીઓએ પ્રરૂપેલ ધર્મ સાંભળવા ઇચ્છું છું.'
ત્યારે તે આર્યાઓએ સુકુમાલિકાને કેવળીપ્રણીત સુંદર ધર્મોપદેશ સંભળાવ્યો.
સુકુમાલિકાનું શ્રમણે પાસવ૪૮. ત્યાર પછી તે સુકુમાલિકા ધર્મશ્રવણ કરીને અને સમજીને હર્ષિત બની આ પ્રમાણે બોલી
હે આર્યાઓ ! હું નિગ્રંથ-પ્રવચનમાં શ્રદ્ધાળુ બની છું યાવત્ તે ધર્મ તમે જેવો કહયો તેવો જ છે. હું તમારી સમક્ષ પાંચ આણુવ્રત અને સાત શિક્ષા વ્રતવાળા દ્વાદશનના બનેલા શ્રાવક ધર્મને સ્વીકાર કરવા ઇચ્છું છું.”
હે દેવાનુપ્રિયે ! જે ઉચિત લાગે ને જરૂર કર.”
ત્યાર પછી તે સુકુમાલિકાએ તે આર્યા પાસે પાંચ અણુવ્રત કાવત્ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો, ત્યાર બાદ તે આર્યાઓને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમન કરી તેમને વિદાય આપી.
ત્યાર પછી તે સુકુમાલિક શ્રમણે પાસિકાશ્રાવિકા બની ગઈ પાવત્ નિગ્રંથને પ્રાસુકએષણીય અશન-પાન-ખાદ્ય-સ્વાદ્ય આહાર તથા વસ્ત્ર- પાત્ર-કંબલ પાદપુચ્છણ–ઔષધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org