SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ધ કથાનુયાગ——અરિષ્ટનેમિ—તી માં દ્રૌપદી થાનક : સૂત્ર ૨૮ -- 2+8+8+8+8+8+8+8 +49 + અથવા તામર(બાણ)ની અણીના સ્પર્શ હોય, અથવા ભિંડીમાલશત્રુની અણીના સ્પશ હોય, અથવા સાયના ઢગલાના સ્પર્શી હોય, અથવા વીંછીના ડંખ હોય, અથવા કૌંચાના સ્પ હોય, અથવા અંગારાના સ્પશ હોય, અથવા ગરમ રાખના સ્પર્શી હોય, અથવા અગ્નિજ્વાળાના સ્પર્શ હોય, અથવા ધગધગતા શુદ્ધ અગ્નિના સ્પશ હોય. શું એ સ્પશ એવા હતા ? ના, એટલું પૂરતું નથી. એનાથી પણ અધિક અનિષ્ટકર, એકાંતરૂપે અણગમતા, અપ્રિયતર, અમનોહર, અમનેાશતર, અમનામતર એવા તેના હસ્તસ્પશ સાગરે અનુભવ્યા. ત્યારે તે સાગર અનિચ્છાપૂર્વક અવશપણે મુહૂત ભર ત્યાં બેઠો રહ્યો. ત્યાર બાદ સાગરદત્ત સા વાહે સાગરનાં માતા-પિતા તથા મિત્રો, જ્ઞાતિજના, સ્વજન, સંબંધીએ અને પરિચારકોને વિપુલ અશનપાન-ખાદ્ય–સ્વાદ્ય ભાજનપદાર્થોં તથા પુષ્પવસ્ત્ર-અત્તર-માળા-આભૂષણાથી સત્કારી સન્માન કરી વિસર્જિત કર્યા. ૨૮. ત્યાર પછી સાગર સુકુમાલિકા સાથે જ્યાં વાસગૃહ (શયનકક્ષ) હતુ ત્યાં આવ્યા, આવીને કન્યા સુકુમાલિકા સાથે શય્યા પર સૂતેા. ત્યારે તે યુવક સાગરે કન્યા સુકુમાલિકાના અંગસ્પના એવા અનુભવ કર્યો કે તે સ્પર્શી જાણે કોઈ તરવારનો સ્પર્શ હોય યાવત્ અમનામતર સ્પ અનુભવ્યો. ત્યાર પછી તે સાગર સુકુમાલિકાના અંગસ્પર્શ સહન ન કરી શકવા છતાં અવશપણે મુહૂત ભર ત્યાં રહ્યો. ૨૯. ત્યાર બાદ તે યુવક સાગર સુકુમાલિકાને સુખે સૂઈ ગયેલી જાણી તેની પાસેથી ઊભા થઈ ગયા, ઊઠીને જ્યાં પેાતાની શૈય્યા હતી ત્યાં આવ્યા, આવીને પાતાની શૈયા પર સૂઈ ગયા. ત્યારે તે પતિવ્રતા અને પતિમાં અનુરાગવાળી સુકુમાલિકા જેવી મુહૂત બાદ જાગી કે તરત જ Jain Education International For Private ૧૧ પતિને પાસે ન જોતાં શૈયામાંથી ઊઠી, ઊઠીને જ્યાં પતિની શૈયા હતી ત્યાં આવી, ત્યાં આવીને સાગર પાસે સૂઈ ગઈ. ત્યારે તે યુવક સાગરે પુન: સુકમાલિકાના અંગસ્પર્શના એવા અનુભવ કર્યા કે જાણે યાવત્ અવશપણે મુહૂત ભર પડી રહ્યો. ૩૦. તે પછી યુવક સાગર કન્યા સુકુમાલિકાને સુખપૂર્વક સૂઈ ગયેલી જાણી શૈય્યામાંથી ઊઠયો, ઊઠીને શયનગૃહનું બારણું ખાલ્યુ, બારણું ખોલીને જાણે કે શિકારી પાસેથી છટકી ગયેલ કાગડો હોય તેમ જે દિશામાંથી તે આવ્યા હતા તે જ દિશામાં ભાગી છૂટયો. માલિકાને ચિતા— ૩૧. ત્યાર બાદ તે પતિવ્રતા પતિમાં અનુરાગવાળી કન્યા સુકુમાલિકા મુહૂર્ત બાદ જાગી ગઈ તા પતિને પાસે ન જોતાં શૈય્યામાંથી ઊભી થઈ, ચારે બાજુ સાગરની શાધ કરવા લાગી, શેાધ કરતાં તેણે શયનગૃહનું બારણું ખુલ્લુ' જોયું, જોઈને આમ બાલી–‘તે સાગર તેા ચાલ્પા ગયા.’ આમ કહી ખિન્ન ઉદાસ મનવાળી તે બે હાથમાં માં રાખી આત ધ્યાનમાં ડૂબી ગઈ. ૩૨. ત્યાર પછી બીજે દિવસે સવારે સૂક્ષ્મદય થયા અને સહસ્રરશ્મિ સૂર્યના પ્રકાશ ઝળહળ્યા ત્યારે ભદ્રા શેઠાણીએ દાસીને બાલાવી, બાલાવીને આમ કહ્યું– ‘હે દેવાનુપ્રિય ! તું જા અને વરવધૂ માટે દાતણપાણી લઈ આવ.’ ત્યારે તે દાસીએ ભદ્રા શેઠાણીની એ આશા સાંભળી–સ્વીકારી અને દાતણ-પાણી લીધાં, લઈને જ્યાં શયનગૃહ હતુ' ત્યાં આવી, આવીને કન્યા સુકુમાલિકાને હથેળીમાં માં ધાલી ઉદાસ ખિન્ન મનવાળી, આધ્યાનમાં પડેલી જોઈ, જોઈને તે આ પ્રમાણે કહેવા લાગી— ‘હે દેવાનુપ્રિયા ! એવુ શું છે કે જેથી તું આમ ખિન્ન મનવાળી થઇ બે હાથમાં માં રાખી આત ધ્યાનમાં ડૂબી ગઈ છે?” Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy