________________
ધર્મકથાનુયોગ–અરિષ્ટનેમિ-તીર્થમાં દ્રૌપદી કથાનક : સૂત્ર ૧૯
કોપાયમાન થયા યાવતુ ક્રોધથી દાંત કચકચાવીને
જ્યાં નાગશ્રી બ્રાહ્મણી હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને નાગશ્રી બ્રાહ્મણીને આ પ્રમાણે કહેવા લાગ્યા
“અરે નાગશ્રી!અનિચ્છિત(મરણ)ની ઇચ્છા કરનારી! દુષ્ટ કુલક્ષણી ! કાળી ચૌદશના દિવસે જન્મ લેનારી પુણ્યહીન ! શ્રી–હી–વૃતિ-કીર્તિથી ત્યજાયેલી ! ધિક્કાર છે તને અધન્યને, પુણ્યહીનને, અભાગિનીને, દુર્ભાગિનીને, દુર્ભગ સજ્વાળી અને દુર્ભગ લિંબોળી જેવીને! તથારૂપ, સાધુ, સાધુઆત્મા ધર્મરુચિ અનગારને માસક્ષમણના પારણામાં શરદઋતુમાં પાકેલા કડવા તુંબડાના શાકથી યાવન જીવનરહિત કર્યા–મારી નાખ્યા.”
આમ કહી તે બ્રાહ્મણોએ હળવા ભારે એવા અનેક પ્રકારના આક્રોશપૂર્વકનાં વચનો કહ્યાં, હળવો-ભારે ઠપકો આપ્યો, હળવી-ભારે નિંદા કરી, હળવી-ભારે ભર્સના કરી, તિરસ્કાર કર્યો, માર માર્યો અને માર અને અપમાન સાથે તેને
પોતાના ઘર બહાર કાઢી મૂકી. ૧૭. ત્યાર પછી પોતાના ઘરેથી બહિષ્કૃત થયેલ તે
નાગશ્રી ચંપાનગરીના શૃંગાટક, ત્રિક, ચતુષ્ક (ચોક), ચવર (ચાતરા), ચૌટા, રાજમાર્ગો અને નાના માર્ગમાં અનેક લોકો દ્વારા અવહેલના પામતી, તિરસ્કાર પામતી, નિંદાપાત્ર બનતી, ધિક્કાર પામતી, અપમાન કરાતી, થુથુકાર કરાતી, કયાંય પણ આશ્રયસ્થાન કે નિવાસ ન મેળવતી, ફાટેલ ટેલ ચીંથરાં પહેરેલી, તૂટેલા શકરા અને ઘડાનો ઠીકરાં હાથમાં લઈને, માથા પર જટાજૂટ જીથરાવાળી, ચોપાસ બણબણતી માખીઓ સાથે, ઘરે ઘરે દેહની ભૂખ મટાડવા માટે ભીખ માગતી ભટકવા લાગી.
નાગશ્રીનું ભવભ્રમણ૧૮. ત્યાર પછી તે નાગશ્રી બ્રાહ્મણીને તે જ ભાવમાં સોળ ભયંકર રોગો પેદા થયા, જેવા કે
૧. શ્વાસ (દમ), ૨. કાસ (ખાંસી), ૩. જવર, ૪. દાહ, ૫. યોનિશૂળ, ૬, ભગંદર, ૭. અશ, ૮. અજીર્ણ, ૯, નેત્રશૂળ, ૧૦. શિરોવેદના, ૧૧.
અરુચિ૧૨. અક્ષિવેદના (નેત્રરોગ), ૧૩. કર્ણરોગ (બહેરાપણું આદિ), ૧૪. કંડુ (ખૂજલી),
૧૫. જલોદર અને ૧૬, કોઢ. ૧૯. તત્પશ્ચાત્ તે નાગશ્રી બ્રાહ્મણી આ સોળ ભયં
કર રોગોથી અતિ પીડા પામીને, અત્યંત દુ:ખથી રીબાઈને, મરણ આવી લાગતાં મરણ પામી અને મરીને છઠ્ઠી પૃથ્વી(નરકભૂમિ)માં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમના આયુષ્યવાળાં નારકોમાં નારકીરૂપે ઉત્પન્ન થઈ.
ત્યાર પછી તે નરકમાંથી નીકળીને તે મર્યયોનિમાં પેદા થઈ. ત્યાં પણ શસ્ત્ર દ્વારા હણાઈને દાહની વેદનાથી દુ:ખી થઈ મરણ આવી લાગતાં મૃત્યુ પામી અને મરીને નીચેની સાતમી પૃથ્વી (સાતમી નરકભૂમિ)માં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની આયુસ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ.
તદન તર ફરી બીજી વાર પણ તે મર્યાયોનિમાં ઉત્પન્ન થઈ. ત્યાં પણ શસ્ત્રથી વાંધાઈ, દાવેદના ભોગવીને મરણ-સમયે મરણ પામીને ફરીથી બીજી વાર પણ નીચેની સાતમી નારકીમાં ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈ.
ત્યાર પછી તે ત્યાંથી નીકળીને ફરીથી પણ મસ્વરૂપે જ ઉત્પન્ન થઈ અને ત્યાં પણ શસ્ત્રથી વીંધાઈને, દાતવેદનાથી રીબાઈને મરણ સમયે મરણ પામી ફરી છઠ્ઠી નરકભૂમિમાં ઉત્કૃષ્ટ બાવીશ સાગરોપમની આકૃસ્થિતિવાળા નારકમાં નારકરૂપે ઉત્પન્ન થઈ.
ત્યાર પછી ત્યાંથી નીકળી તે સર્પોનિમાં ઉત્પન્ન થઈ ઈત્યાદિ જેમ ગોશાલકના વૃત્તાંતમાં તેમ વર્ણન યાવત્ રત્નપ્રભા આદિ પૃથ્વી(નરકભૂમિએ)માં ઉત્પન્ન થઈ પછી સંસી જીવોમાં ઉત્પન્ન થઈ.
ત્યાર બાદ ત્યાંથી નીકળી અસંશી જીવોમાં ને ઉત્પન થઇ. ત્યાં પણ શાસ્ત્ર દ્વારા વીધાઈને, દાહવેદનાથી પીડાઈને મરણ સમયે મરણ પામી ફરી બીજી વાર પણ રત્નપ્રભા નરકભૂમિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org