________________
અરિષ્ટનેમિ-તીથમાં દ્રૌપદી કથાનક દ્રૌપદીના પૂર્વભવા—
૧, તે કાળે તે સમયે ચંપા નામે નગરી હતી. તે ચ'પા નગરીની બહાર ઉત્તર-પૂર્વ દિશા(ઈશાન કોણ)માં સુભૂમિભાગ નામે ઉદ્યાન હતા.
નાગશ્રી થાનક—
૨. તે ચંપા નગરીમાં ત્રણ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા, તેમનાં નામ આ પ્રમાણે હતાં સામ, સામદત્ત અને સામભૂતિ, તે ધનાઢય યાવત્ કોઈથીય ગાંજ્યા ન જાય તેવા હતા, વળી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથવવેદથી લઈને સબળા બ્રાહ્મણધમનાં શાસ્ત્રોમાં પાર‘ગત હતા. તે ત્રણે બ્રાહ્મણાની ત્રણ ભાર્યાઓ હતી, જેમનાં નામ આ પ્રમાણે હતાં—નાગશ્રી, ભૂતશ્રી, યક્ષશ્રી. તે બધી સુકોમળ હાથપગવાળી યાવત્ તે બ્રાહ્મણાને પ્રિય હતી અને તે બ્રાહ્મણા સાથે વિપુલ માનુષી કામભાગા ભાગવતી રહેતી હતી.
=
નાગશ્રી દ્વારા કડવા તુંબડાનું. શાક રાંધવુ' અને એકાંતમાં છુપાવવું—
૩. ત્યાર પછી કોઇ એક વખત તે બ્રાહ્મણા એકઠા મળીને વાર્તાલાપ કરતા હતા ત્યારે યાવત્ આવા પ્રકારની વાત નીકળી પડી કે‘હે દેવાનુપ્રિયા ! આપણી પાસે આ વિપુલ ધન, સુવર્ણ, રત્ન, મણિ, માતી, શંખ, પ્રવાળ, માણેક આદિ શ્રેષ્ઠ સારરૂપ દ્રવ્ય છે, જે સાત પેઢી સુધી ખૂબ દાન કરવામાં આવે, બહુ ભાગવવામાં આવે કે બહુ વહેંચવામાં આવે તાપણ ખૂટે તેમ નથી. તે હે દેવાનુપ્રિયા ! આપણા માટે એ શ્રેયસ્કર છે કે આપણે વારાફરતી એક એકના ઘરે એક એક દિવસ વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્યરૂપ ભાજનસામગ્રી બનાવીને ભાજન કરીએ.'
અન્પાન્ય આવા વિચારના બધાએ સ્વીકાર કર્યા અને પછી વારાફરતી એકેકના ઘરે વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ભાજન રધાવીને ભાજન કરતા તેઓ રહેવા
લાગ્યા.
Jain Education International
For Private
૪. ત્યાર પછી કોઈ એક દિવસ તે નાગશ્રી બ્રાહ્મણીને ત્યાં ભાજનના વારો આવ્યા.
ત્યારે તે નાગશ્રી બ્રાહ્મણીએ વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ભાજન તૈયાર કર્યું, ભાજન તૈયાર કરીને એક માટા, શરદ ઋતુમાં ઉગેલા રસદાર કડવા તુંબડાનું શાક ખૂબ સંભાર ભરીને તેલથી લથબથતું એવું બનાવ્યું. પછી તેમાંથી એક ટીપુ` હથેળીમાં લઈને ચાખ્યુ તે તે ખારું, કડવું, અખાદ્ય અને ઝેર જેવું લાગ્યું એટલે તે [મનામન] આમ બાલી—
‘મને અધન્ય, અપુણ્ય, અભાગિની, સવહીન, દુર્ભાગી, લીંબોળી જેવી નાગશ્રીને ધિક્કાર હો કે મેં શરદઋતુમાં ઉગેલા સરસ પણ કડવા તુંબડાને ખૂબ સંભાર ભરીને અને તેલથી તરબાળ કરીને રાંધ્યું, અનેક દ્રવ્પાથી વાયુ
અને આમ કરી કેટલાય મસાલા અને તેલના
નાશ કર્યાં. તેા જો મારી દેરાણીએ આ જાણી જશે તે! મને ઉતારી પાડશે. માટે જયાં સુધી મારી દેરાણી જાણી ન જાય ત્યાં સુધીમાં આ શરદઋતુમાં ઉગેલા, ખૂબ સંભાર ભરીને ને તેલથી તરબાળ કરીને પકાવેલા કડવા તુંબડાના શાકને મારે કોઈ એકાંત સ્થળે છુપાવવું જોઈએ અને બીજુ શરદઋતુમાં ઉગેલ સરસ મધુર તુંબડું લઈને, ખૂબ સંભાર ભરી, તેલથી તરબાળ કરી રાંધવુ' જોઈએ’
તે નાગશ્રીએ આવા વિચાર કર્યાં અને વિચાર કરીને તે શરદઋતુમાં ઉગેલા રસદાર કડવા તુંબડાના બહુ મસાલા અને તેલથી ભરેલા શાકને એકાંતમાં છુપાવી દીધુ, છુપાવીને બીજા શરદઋતુમાં ઉગેલ મધુર તુંબડાનું ખૂબ મસાલા ભરીને અને તેલથી તરબાળ કરીને શાક કર્યું, શાક બનાવીને પછી સ્નાન કરી ભાજનમંડપમાં ઉત્તમ સુખાસન પર બેઠેલા તે બ્રાહ્મણાને તે વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય ભાજન તેણે પીરસ્યું.
ત્યાર પછી તે બ્રાહ્મણેા ભાજન કરી, આચમન કરી સ્વચ્છ અને પરમ શુચિભૂત બની પાતપાતાના કામમાં લાગી ગયા.
Personal Use Only
www.jainelibrary.org