SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ધર્મ કથાનુયોગમહાવીર–તીર્થમાં પૂરણ બાલ-તપસ્વી કથાનક : સૂત્ર ૩૪૮ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - અ૫ ઋદ્ધિવાળો છે ! એટલા માટે હે દેવાનુપ્રિયો ! હું પોતે જ દેવેન્દ્ર દેવરાજ શક્રનું અપમાન-તિરસ્કાર કરીશ.' એમ કહીને અત્યંત ક્રોધિત થઈ ગયો. અમરેન્દ્ર દ્વારા મહાવીરની નિશ્રામાં શકેન્દ્રનું અપમાન૩૪૮. ત્યારબાદ તે અસુરેન્દ્ર અસુરરાજ ચમરે અવધિજ્ઞાનનો પ્રયોગ કર્યો અને તે અવધિજ્ઞાનના પ્રયોગ દ્વારા તે ચમરે મને (શ્રી મહાવીરને) જોયો. મને જોઈને તેને આ પ્રકારનો આધ્યાત્મિક-યાવતુ-રસંક૯૫ ઉત્પન્ન થયો કે, “શ્રમણ ભગવંત મહાવીર, જંબુદ્વીપ નામે દ્વીપમાં, ભારત વર્ષમાં, સુસુમારપુર નામના નગરમાં, અશોકવનખંડ નામના ઉદ્યાનમાં ઉ મ અશોકવૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટક ઉપર અઠ્ઠમના તપને ગ્રહણ કરી, એક રાત્રિની મહાપ્રતિમાને સ્વીકારીને વિહરવા લાગ્યા છે. મારે માટે એજ શ્રેયસ્કર રહેશે કે હું શ્રમણ ભગવાન મહાવીરનો આશ્રય લઈ દેવેન્દ્ર દેવરાજ * . અપમાનિત કરું.' તેણે એ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરી શયનીયથી ઊઠી, દેવદુષ્ય પહેરી જે તરફ સુધર્મા સભા હતી તે તરફ ચોપાલ (ચતુપાલ-ચારે કોર પાળવાળા, ચોખંડો) નામનો હથિયાર રાખવાનો ભંડાર છે તે તરફ આવ્યો, આવીને પરિઘરત્ન નામનું શસ્ત્ર (ગદા-મુદુગર) ઉઠાવ્યું અને પરિઘરત્નને લઈને કેઈને પણ સાથ લીધા વિના એકલે જ અત્યન્ત ક્રોધે ભરાઇને અમર ચંચા રાજધાનીની વચ્ચોવચથી નીકળ્યો, નીકળીને જ્યાં બિગિચ્છકૂટ નામને ઉપપાત પર્વત હતો ત્યાં આવ્યો, આવીને વૈક્રિય સમુદ્રઘાત કર્યો, સમુદ્ધાત કરીને-યાવતુ-ઉત્તર વૈક્રિય સમુદ્ધાતની વિકુર્વણા -રચના કરી, વિદુર્વણા કરીને તે ઉત્કૃષ્ટ-યાવ—તીવ્ર ગતિ વડે જ્યાં પૃથ્વશીલાપટ્ટક હતું, જ્યાં હું હતો, ત્યાં આવ્યો, આવીને મારી ત્રણવાર આદક્ષિણ પ્રદક્ષિણા કરી-વાવ-નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું – હે ભદન્ત ! તમારે આશ્રય લઈને હું સ્વયમેવ-મારી પોતાની જાતે જ–દેવેન્દ્ર દેવરાજ શક્રને અપમાનિત કરી તેની શોભાથી ભ્રષ્ટ કરવા ઇચ્છું છું” એમ કહી ઇશાન કેણમાં ગયો ત્યાં જઈને વૈક્રિયસમુદઘાત કર્યો, ત્યાર બાદ પુન: બીજીવાર વૈક્રિયસમુદુઘાત કર્યો અને એક વિશાળ ઘોર, ઘોર આકારવાળું, ભયંકર, ભયંકર આકારવાળું, ભાસ્વર, ભયઉત્પાદક, ગંભીર, ત્રાસ ઉપજાવે તેવું, કુણ પક્ષની અડધી રાત્રિ તથા અડદના ઢગલા જેવું કાળું તથા એક લાખ યોજન ઊંચું શરીર બનાવ્યું; શરીર બનાવી હાથને પછાડવા લાગ્યો, તાલ ઠોકવા લાગ્યો, ઉછળ કૂદ કરવા લાગ્યા, ગર્જના કરવા લાગ્યો, ઘોડાની જેમ હણહણવા લાગ્યો, હાથીની જેમ કિલકિલાટ કરવા લાગ્યા, રથની જેમ ધણધણવા લાગ્યા, ભૂમિ પર પગ પછાડવા લાગ્યા, ભૂમિ પર પાટુ લગાવવા લાગ્યો, સિંહનાદ કરવા લાગ્યો, ડાબા હાથને ઊંચો કરવા લાગ્યો, જમણા હાથની તર્જની આંગળી વડે અને અંગુઠાના નખવડે પણ પોતાના મુખને વાંકુંચૂકુ કરવા લાગ્યો અને મોટા મોટા કલકલરવરૂપ શબ્દો વડે કકળાટ કરવા લાગ્યો. પોતે એકલો જ ઉપર આકાશમાં વારંવાર તે પરિધરત્ન (મુદુગર-ગદા)ને ઊંચું કરીને જાણે અધોલોકને ખળભળાવતો, પૃથ્વીને કંપાવતો તિરછા લેકને ખેંચ, ગગનતાને ફેડ હોય તેમ, તો કઈ વખત વીજળી જેમ ચમકતો, કઈ વખત વર્ષાની જેમ વરસતો, કેઈ વખત ધૂળની વર્ષા કરતો, કઈ વખત અંધકાર કરને, વાણવ્યંતર દેવને ત્રાસ ઉપજાવતો, જ્યોતિષક દેવોને બે ભાગમાં વિભાજિત કરતો, આત્મરક્ષક દેવને ભગાડતો, વારંવાર આકાશતળમાં પરિઘરત્નને ધુમાવતો, ચમકાવતો, તે ઉત્કૃષ્ટભાવ-દિવ્ય દેવગતિવડે તિરછે અસંખ્ય દ્વીપસમુદ્રને વચ્ચોવચથી પાર કરતો જ્યાં સૌધર્મક૯૫ હતું, જ્યાં સૌધર્માવલંસક વિમાન હતું, જ્યાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy