SearchBrowseAboutContactDonate
Page Preview
Page 519
Loading...
Download File
Download File
Page Text
________________ « wwwwwww શ્રાંત, કલાન્ત અને હતેાત્સાહ થઈને જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ફર્યા. તદનન્તર તે શૌરિકદત્ત માછીમાર વૈદ્યોના ચાલ્યા ગયા પછી પરિવારજનોથી ઘેરાયેલા, ઉપચાર–ઔષધિથી નિરાશ થઈને, મહાન દુ:ખથી અભિભૂત થઈને શુષ્ક, બુભુક્ષિત યાવત્ કૃમિ વલાનું વમન કરતા સમય વ્યતીત કરવા લાગ્યા. ઉપસ’હાર— ૩૧૬. હે ગૌતમ ! આ પ્રમાણે તે શૌરિકદત્ત પૂર્વકૃત, દુષ્ચી, દુષ્પ્રતિકાન્ત અશુભ પાપકર્મીના પાપરૂપ ફળવિશેષનો અનુભવ કરતા પાતાનો સમય પસાર કરી રહ્યો છે. શૌરિકત્તના આગામી ભવનું નિરૂપણ— ૩૧૭. ‘હે ભદન્ત ! તે શૌરિકદા માછીમાર અહીં થી મરણ સમયે મરણ પામીને કાં જશે ? કયાં ઉત્પન્ન થશે ?’’ “હે ગૌતમ! સિત્તેર વર્ષનું પરમ આયુષ્ય ભાગવીને, મરણ સમયે મરણ પામીને આ જ રત્નપ્રભા પૃથ્વીના નારકામાં નારકરૂપે ઉત્પન્ન થશે. આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરશે. હસ્તિનાપુરમાં મત્સ્યરૂપે ઉત્પન્ન થશે. ત્યારે તે માછીમારો દ્વારા જીવનનો નાશ થવાથી--મારી નાખવામાં આવતાં કોઈ શ્રેણિકુળમાં જન્મ લેશે, સમ્યકત્વ પ્રાપ્ત કરશે, પછી સૌધમ કલ્પમાં દેવરૂપે ઉત્પન્ન થશે. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધિ પ્રાપ્ત કરશે.” ૧૮. દેવદત્તા કથાનક શહીતકમાં દેવત્તા ૩૧૮. તે કાળે અને તે સમયે રોહીતક નામનું નગર હતું. જે ભવનાદિ વૈભવથી સુસંપન્ન, બીજા રાજ્યાના ભયથી મુક્ત અને ધન ધાન્યાદિથી સમૃદ્ધ હતું. ત્યાં પૃથ્વીઅવત સક નામનું ઉદ્યાન હતું. તે ઉદ્યાનમાં ધરણ નામના યક્ષનુ યક્ષાયતન હતું. વૈશ્રમણદા નામનો રાજા Jain Education International ધ કથાનુયાગ—મહાવીર-તીર્થાંમાં દેવદત્તા કથાનક : સત્ર ૩૨ ૦ wwww હતા. તેને શ્રીદેવી નામની રાણી હતી અને પુષ્પની નામનો યુવરાજ હતા. તે રાહીતક નગરમાં દત્ત નામનો ધનાઢુચ એટલે કે ઋદ્ધિવાળા ગાથાપતિ-ગૃહપતિ નિવાસ કરતા હતા. તેની પત્નીનું નામ કૃષ્ણશ્રી હતું. તે દા ગાથાપતિની પુત્રી, કૃષ્ણશ્રી ભાર્યાની આત્મજા, દેવદત્તા નામની પુત્રી હતી. તે બાલિકા શુભ લક્ષણાથી યુક્ત એટલે કે પરિપૂર્ણ પાંચે ઇંદ્રિયાવાળી અને સુંદર શરીર વાળી હતી. ભગવાન મહાવીરના સમવસરણમાં ગૌતમ દ્વારા દેવદ્વત્તાના પૂર્વાંભવની પૃચ્છા ૩૧૯. તે કાળે તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામી સમવસર્યા-પધાર્યા-યાવત્ ધ સાંભળી પરિષદ પાછી ફરી. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના માટા શિષ્ય ગૌતમે છઠ્ઠ તપના પારણાના દિવસે આ પ્રમાણે યાવત્ રાજમાર્ગના મધ્ય ભાગમાં હાથી-ધાડા અને પુરુષાને જોયા. તે પુરુષાની વચ્ચે અવળા હાથે બાંધેલી, કપાયેલા નાક-કાનવાળી, તેલ લગાડેલ શરીરવાળી, વધ્યને લાયક વયુગલ પહેરેલી, હાથમાં હાથકડી પહેરાવેલી, ગળામાં રાતા પુષ્પાની માળા પહેરેલી, ગેરુના ચૂર્ણથી રંગેલા શરીરવાળી, ભયભીત, જીવતા રહેવાની ઇચ્છાવાળી એક સ્ત્રીને શૂળી ઉપર ભેદાની જોઈ, જોઈને ભગવાન ગૌતમને આવા પ્રકારના આ આધ્યાત્મિક, ચિન્તિત, કલ્પિત, પ્રાર્જિત, મનાગત સંકલ્પ ઉત્પન્ન થયા (કે આ નરક સમાન વેદના ભેાગવી રહી છે), તે જ પ્રમાણે ત્યાંથી પાછા ફર્યા-યાવત્–આ પ્રમાણે નિવેદન કર્યું – હે ભદન્ત ! પૂર્વભવમાં આ સ્ત્રી કોણ હતી ? ' ટૂશ્વત્તાની સિંહસેન ભવ કથા— ૩૨૦. હે ગૌતમ! તે કાળે તે સમયે આ જ જંબૂટ્રીપ નામના દ્વીપમાં ભરતક્ષેત્રમાં સુપ્રતિષ્ઠ નામે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy