________________
૮૮
ધર્મ કથાનુયોગ-મહાવીર-તીર્થમાં નન્દીવર્ધનકુમાર કથાનક : સૂત્ર ૨૮૫
કઈકને કળીચુનો પીવડાવતો તો કેઈને ખારયુક્ત તેલ પીવડાવતો અને તેના પર તેનાથી સિંચન કરતો. આ કેઈને તે ચત્તા સુવડાવી અશ્વમૂત્ર પીવડાવતો, કેઈને હસ્તીમૂત્ર પીવડાવતો, કોઈને ઊંટનું મૂત્ર પીવડાવ, કોઇને ગૌમૂત્ર પીવડાવતો, કોઈને ભેંસનું મૂત્ર પીવડાવતો, કોઈને બકરીનું મૂત્ર પીવડાવતો, અને કોઈને ઘેટાનું મૂત્ર પીવડાવતો.
કઈ કેઈને ને જબરદસ્તીથી અવળા માટે સુવરાવતો અને વમન કરાવો અને બીજાને એ વમન પીવરાવીને પીડા પહોંચાડનો.
કેઈને હાથની બેડીઓમાં તો કેઈને પગની બેડીઓમાં બાંધતો, કેઈને સાંકળથી બાંધતો તો કોઈના શરીરને મરડતો અને સંકોચનો.
કેઈના હાથ તે કાપતો તો કેઈના પગ કાપી નાખો, કેઈના નાક-કાન કાપો, કોઈની જીભ કાપતો, કેઈનું માથું કાપી નાખો તો કઈને શસ્ત્રથી રહેંસી નાખતો.
કોઈને તે વાંસની ચાબુકથી ફટકારતો, કોઈને નેતરની સોટીથી મારતો, કેઈને આંબલીના ચાબુકથી તો કોઈને ચીકણા ચામડાની ચાબુકેથી માર, કોઈને રસ્સીની ચાબુકથી અને કોઈને ઝાડની છાલની ચાબુકથી મારો.
કોઈને ચત્તોપાટ પટકતો, પટકીને છાતી પર શિલા રખાવતો, શીલા મુકાવીને તેના પર ફટકા મરાવતો.
કોઈને ચામડાની તાંતથી તો કોઈને રસ્સીથી, કેઈને વૃક્ષની છાલની રસ્સીથી અને કેઈને વાળની રસ્સીથી હાથપગે બંધાવો અને બંધાવીને કૂવામાં ઊંધા લટકાવતો.
કોઈને તરવારથી, કેઈને કરવતથી, કોઈને છરીથી તો કેઈને ખડૂગથી છોલાવતો અને છોલાવીને ખારવાળા તેલથી માલિશ કરાવતો.
કેઈના મસ્તકમાં કોઈની પીઠમાં કે ગરદનમાં, ઈને કોણી પર કે ઘૂંટણ પર લોઢાની
ખીલીઓ કે વાંસની ખીલીઓ ઠોકાવતો કે કાંટાળા હથિયારથી માર મારતો.
કેઈના હાથની આંગળીઓ કોઈની પગની આંગળીઓમાં મુદુગર (મોગરી), સોય કે દાભના કાંટા ભોંકાવનો અને જમીન પર ઘસડતો.
કોઈને શસ્ત્રથી, કેઈને ભાલાથી, કેઈને કુહાડીથી, કોઈને નખછેદણથી અંગો છોલાવતો અને પછી, દર્ભ, કુશથી, ઘાસથી વીંટાવતો અને તડકામાં સૂકવવા નાખતો, સુકાયા પછી ચડચડાટ સાથે તેને ઉતરડી લેતો.
ત્યાર પછી તે દુર્યોધન ચારકપાલ આવા પ્રકારનાં કાર્યોથી, આવી જાતનાં કામોની અધિકતાથી, આવા પ્રકારની બુદ્ધિથી અને આવા પ્રકારના આચરણથી અત્યધિક પાપકર્મોનું ઉપાર્જન કરીને એકત્રીસસો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને મરણ સમયે મરણ પામીને છઠ્ઠીનરક ભૂમિમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમની સ્થિતિવાળા નૈરયિકેમાં નૈરયિક (નારકી) રૂપે ઉત્પન્ન થયા.
નીવર્ધનની વર્તમાન ભવકથા– ૨૮૫. તદનન્તર તે દુર્યોધન ચારકપાલ નરકમાંથી
નીકળીને આજ મથુરા નગરીમાં શ્રીદામરાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયા.
તત્પશ્ચાતુ બંધુશ્રી રાણીને લગભગ નવ માસ પૂર્ણ થતાં યાવત્ બાળકને જન્મ આપ્યો. - ત્યારબાદ તે બાળકના માતા-પિતાએ બાર દિવસ વીત્યા પછી આ પ્રમાણે આ નામકરણ કર્યું -“અમારા આ બાળકનું નામ નંદિવર્ધન’ હો.”
ત્યાર પછી તે નંદિવર્ધન કુમાર પાંચ ધાય માતાઓથી પરિવેષ્ટિત થઈને યાવનું પાલનપષણ દ્વારા વૃદ્ધિગત થવા લાગ્યા.
તદનન્તર તે નંદિવર્ધનકુમાર બાલ્યાવસ્થા પાર કરીને પરિપકવ, પરિષ્કૃત બુદ્ધિસંપન્ન થઈને યુવાવસ્થાને પામીને વિચારવા લાગ્યો યાવતુ યુવરાજ બની ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org