________________
ધર્મકથાનુયોગ–મહાવો-તોર્થમાં શકટ કથાનક : સૂત્ર ૨૭
૨૬૭. ત્યારે મહાચન્દ્ર રાજાએ સુષેણ અમાત્યને
કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે જ આ શકટકુમારના દંડનો નિર્ણય કરા-દંડ આપે.”
ત્યાર બાદ મહાચન્દ્ર રાજાની આજ્ઞા-અનુમતિ પ્રાપ્ત કરીને સુષેણ અમાત્યે શકટ કુમાર અને સુદર્શન ગણિકાને આ પ્રમાણે મારી નાખવાની આજ્ઞા આપી. .
ઉપસંહાર ૨૬૮. આ પ્રમાણે હે ગૌતમ ! શકટ બાળક પૂર્વે
પાર્જિન પૂરાતન દુર્ણ, દુપ્રતિક્રાન્ત અશુભ પાપકર્મોના ફળવિશેષનો પ્રત્યક્ષ અનુભવ કરતો સમય વ્યતીત કરી રહ્યો છે.”
તદનાર ને સુદર્શન બાળા પણ બોલ્યાવસ્થા ત્યાગીને બૌદ્ધિક પરિપકવતા પામી, યુવાવસ્થા પ્રાપ્ત કરી રૂપ, યૌવન, લાવણ્યથી સમૃદ્ધ થતી ઉત્કૃષ્ટ શરીરવાળી બનશે.
ત્યારે તે શકટ બાળક સુદર્શનાના રૂપ, યૌવન અને લાવણ્યમાં મૂર્શિન, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થનો સુદર્શના ભગિની સાથે મનુષ્ય સંબંધી વિપુલ ભોગપભોગો ભોગવતો સમય વ્યતીત કરશે.
તદનાર તે શકટ બાળક કેઈ એક સમયે સ્વયં કૂટગ્રાહત્વ (કપટ વડે જીવોને વશમાં કરનાર) પ્રાપ્ત કરી વિચરણ કરશે.
ત્યાર બાદ તે શકટ દારક કૂટગ્રાહ બની જશે, જે અધાર્મિક યાવનું દુપ્રત્યાનન્દ-મુકેલીથી પ્રસન્ન કરી શકાય તેવો બનશે. તેથી તે આ પ્રકારના કર્મોથી, આ પ્રકારના કાર્યોની અધિકતાથી, આ પ્રકારની બુદ્ધિ અને આ પ્રકારના આચરણથી અત્યધિક પાપકર્મો ઉપાર્જિત કરી મરણ સમયે મરણ પામી રત્નપ્રભા પૃથ્વીના નારકમાં નારક રૂપે ઉત્પન્ન થશે. આ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરતો થાવત્ વાયુ, તેજસ્, જળ, પૃથ્વીકાય જીવોમાં અનેક લાખ વાર મરણ પામતો, વારંવાર તેમાં ઉત્પન્ન થશે.
શકટની આગામી ભવ કથા– ૨૬૯. “હે ભગવન્! શકટ કુમાર કાળ કરીને કયાં
જશે? કયાં ઉત્પન્ન થશે?” ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીર ને પૂછ્યું.
પ્રત્યુત્તરમાં ભગવાને કહ્યું- હે ગૌતમ! તે શકટ કુમાર સત્તાવન વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને આજે જ દિવસના ત્રીજા ભાગમાં એક વિશાળ તપેલી અને અગ્નિની સમાન દેદીપ્યમાન લોખંડની બનેલી એક સ્ત્રી–પ્રતિમા સાથે આલિંગન કરાવવામાં આવતાં મરણ સમયે મરણ પામીને આ રત્નપ્રભા પૃથ્વીમાં નારકરૂપે ઉત્પન્ન થશે.
ત્યાર બાદ તે ત્યાંથી નીકળીને તે રાજગૃહ નગરમાં ચાંડાલ કુળમાં યુગલિક (બાળક-બાળા ની જોડીમાંના એક) રૂપે ઉત્પન્ન થશે.
તદનન્તર તે બાળકના માતા-પિતા જન્મ પછી બારમાં દિવસે આ પ્રમાણે આ નામકરણ કરશે–આ બાળક શકટ નામ પામે અને બાળા સુદર્શના નામ પામે.”
તત્પશ્ચાત્ તે શકટ બાળક બાલ્યાવસ્થાથી મુક્ત થઈને વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરતો યુવાવસ્થાને પ્રાપ્ત કરશે.
તદનન્તર ત્યાંથી નીકળીને વારાણસી નગરીમાં મસ્ય રૂપે ઉત્પન્ન થશે.
ત્યાં માછલી મારનારાઓ વડે મરીને પછી તે જ વારાણસી નગરીમાં શ્રેષ્ઠી કુળમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાં સમ્યફ બોધિ પ્રાપ્ત કરી અનગાર દીક્ષા અંગીકાર કરશે. મરીને સૌધર્મ કપમાં દેવરૂપે ઉત્પન્ન થશે, ત્યાંથી ચૂત થઈને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈને સિદ્ધિ પ્રાપ્ત કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org