________________
ધમકાનુયોગ–મહાવીર તીર્થમાં મૃગાપુત્ર કથાનક : સૂત્ર ૨૦૨
થઈને જ્યાં મગાદેવી હતી ત્યાં આવ્યો. આવીને મૃગાદેવીને આ પ્રમાણે તેણે કહ્યું—“હે દેવાનુપ્રિયા ! તારો આ પહેલો ગર્ભ છે, તેથી જો તું એને એકાંતે ઉકરડામાં ત્યાગ કરીશ (કરાવીશ) તો તારી પ્રજા (સંતતિ) સ્થિર નહીં થાય, તેથી તું આ દારકને ગુપ્ત રીતે ભોંયરામાં રાખી ગુપ્ત રીતે ભોજન અને પાણીવડે તેનું પોષણ કરતી રહે. તે રીતે કરવાથી મારી પ્રજા રિથર થશે.”
ત્યારપછી તે મૃગાદેવીએ વિજય ક્ષત્રિયના આ અર્થને (વચનને) “હ ત્તિ’–‘બહુ સારું) એમ કહી વિનયવડે અંગીકાર કર્યો, અંગીકાર કરીને તે દારકને ગુપ્ત ભોંયરામાં રાખી ગુપ્ત
ભજનભાન વડે પોષણ કરતી રહેવા લાગી. ૨૦૧. આ પ્રમાણે નિચે હે ગૌતમ! મૃગાપુત્ર નામનો
દારક પૂર્વકાળે કરેલા એ જ કારણ માટે પુરાણ એટલે જૂનાં બાંધેલાં કર્મોના યાવત્ (દુષ્ટ રીતે આચરણ કરેલા, પ્રતિક્રમણ નહીં કરેલા ઇત્યાદિ પાપકર્મના) ફળને ભગવતે રહેલે છે.”
મૃગાપુત્રના નવા ભવનું વર્ણન ૨૦૨. ગૌતમસ્વામી પૂછે છે કે-“હે ભગવનું !*
મૃગાપુત્ર દારક કાળમાસે કાળ કરીને એટલે મૃત્યુને સમયે મૃત્યુ પામીને કયાં જશે ? અને ક્યાં ઉત્પન્ન થશે ?”
ભગવાન શ્રી મહાવીર સ્વામી ઉત્તર આપે છે કે—“હે ગૌતમ ! તે મૃગાપુત્ર દારક છવ્વીસ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય પાળીને (ભોગવીને). મૃત્યુ સમયે મૃત્યુ પામીને આ જ જંબુદ્વીપ નામના દ્રીપને વિષે ભરતક્ષેત્રને વિષે તાઢય પર્વતની તળેટીમાં સિંહના કુળમાં સિંહપણે ઉત્પન્ન થશે અર્થાત્ તે ત્યાં સિંહ થશે.
તે સિંહ અધાર્મિક-પાપી યાવત્ (શૂરવીર દઢ પ્રહાર કરનાર) સાહસિક થશે, અને ઘણું પાપ યાવતુ ઉપાર્જન કરશે, યાવતુ ઉપાર્જન કરીને મૃત્યુ સમયે મૃત્યુ પામી આ રત્નપ્રભા નામની પહેલી નરકપૃથ્વીને વિષે ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નારકીને રૂપે ભાવતુ નારકીપણે ઉત્પન્ન થશે.
ત્યાંથી અનંતર (પછી) તે ઉદ્ધરીને નીકળીને) સરીસૃપ (સાપ-નોળિયા આદિ)ને વિષે ઉત્પન્ન થશે. ત્યાં મૃત્યુ સમયે મૃત્યુ પામીને બીજી નરકપૃથ્વીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમની સ્થિતિવાળા નારકીમાં નારકપણે ઉત્પન્ન થશે.
ત્યાંથી અનંતર તે નીકળીને પક્ષીને વિષે ઉત્પન્ન થશે. ત્યાં પણ મૃત્યુ સમયે મૃત્યુ પામીને ત્રીજી પૃથ્વીને વિષે ઉત્કૃષ્ટ સાત સાગરોપમની સ્થિતિવાળો નારકી થશે.
ત્યાંથી નીકળીને તે સિંહને વિષે ઉત્પન્ન થશે. ત્યારપછી ચોથી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થશે. ત્યાંથી ઉરગ (સર્પ) થશે, ત્યાંથી પાંચમી પૃથ્વીમાં જશે. ત્યાંથી નીકળી સ્ત્રી થઈ છઠ્ઠી પૃથ્વીમાં જશે. ત્યાથી મનુષ્ય (પુરુષ) થઈ નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થશે. -
ત્યાંથી અનંતર નીકળીને જે આ જળચર પંચેદિય, તિર્યંચ યોનિ વાળા મસ્ય, કાચબા, ગ્રાહ-મગર અને સુંસુમાર વિગેરેની સાડાબાર લાખ જાતિ કુલકેટિ (નિપ્રમુખ) કહેલી છે, તેમાં એક એક યોનિના ભેદને (પ્રકારને) વિષે અનેક લાખ વાર જન્મ મરણ પામી પામી વારંવાર ત્યાં જ ઉત્પન્ન થશે.
તે ત્યાંથી નીકળીને આ પ્રમાણે ચતુષ્પદને વિષે, ઉરપરિસર્પને વિષે, ભુજપરિસર્ષને વિષે, ખચર (પક્ષી)ને વિષે, ચતુરિંદ્રિયને વિષે, ત્રિન્દ્રિયને વિષે, દ્વીન્દ્રિયને વિષે, વનસ્પતિને વિષે, કડવા વૃક્ષને વિષે, કડવા રસવાળી વનસ્પતિને વિષે, વાયુકાયને વિષે, તેજસ્કાયને વિષે, અપકાયને વિષે તથા પૃથ્વીકાયને વિષે અનેક લાખ વાર ઉતપન્ન થશે અને મરશે.
ત્યાંથી અનંતર તે નીકળીને સુપ્રતિષ્ઠપુર નગરને વિષે વૃષભ (સાંઢ) પણે ઉત્પન્ન થશે. ત્યાં તે બાલ્યાવસ્થાને મૂકી યાવત્ યૌવનપણાને પામશે ત્યારે એકદા કદાચિત્ પહેલી વર્ષાઋતુમાં ગંગા નામની મહાનદીમાં કાંઠાની ભેખડની માટીને ખણતાં તે ભેખડ તેનાપર પડવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org