SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુયાગ—મહાવીર-તીમાં અશ્ર્વ જ્ઞાત કથાનક : સૂત્ર ૧૬૦ રત્નાની સાંયાત્રિક વિકેતુ, પુનરાગમન— ૧૬૦. ત્યારે તે નૌકાવિણકાએ આપસમાં આ પ્રમાણે કહ્યું-‘દેવાનુપ્રિયા ! આપણે ઘેાડાનુ શું પ્રયેાજન છે? અર્થાત્ કઈ નહીં. અહીં ઘણી જ ચાંદીની ખાણ, સાનાનાં ખાણ, ખાણ અને હીરાની ખાણ છે. તેથી આપણે સાના-ચાંદીથી, રત્નાથી અને હીરાથી જહાજ ભરી લેવું તે શ્રેયસ્કર છે. ' આ પ્રમાણે કહીને તેઓએ એક બીજાની વાતને સ્વીકાર કર્યા, સ્વીકાર કરીને તેઓએ સુવર્ણ થી,ચાંદીથી, હીરાથી, ઘાસથી, અન્નથી, કાષ્ટોથી અને મીઠા પાણીથી પાતાનું જહાજ ભરી લીધું. ભરીને દક્ષિણ દિશાના અનુકૂલ વાયુથી જ્યાં ગંભીર પેાતવહનપટ્ટન અર્થાત્ બંદર હતું, ત્યાં આવ્યા. ત્યાં આવીને જહાજને લંગર નાખ્યું. લંગર નાખીને ગાડી-ગાડાં તૈયાર કર્યાં. તૈયાર કરીને સાથે લાવેલા તે હિરણ્ય, સુવર્ણ યાવત્ હીરાને નાની નૌકાઓ દ્રારા વહાણમાંથી ઉતાર્યા, ઉતારીને ગાડી–ગાડાએ ભર્યાં. પછી ગાડીગાડાં જોડયાં. જોડીને જ્યાં હસ્તીશી નગર હતું, ત્યાં પહોંચ્યા. હસ્તીશી નગરની બહાર અગ્ર ઉદ્યાનમાં સાને રોકયો, ગાડાં-ગાડી ખાલ્યાં. પછી બહુમૂલ્ય ઉપહાર લઈને હસ્તિશીષ નગરમાં પ્રવેશ કરીને કનકકેતુ રાજાની પાસે આવ્યા. તે ઉપહાર રાજાની સમક્ષ ધર્યુ. કનકેતુના આદેશથી અશ્વો માણવા— ૧૬૧. ત્યારે તે રાજા કનકકેતુએ તે સાંયાત્રિક નૌકાણિકાના તે બહુમૂલ્ય ઉપહારના યાવત્ સ્વીકાર કર્યા. ૫. પછી રાજાએ તે સાંયાત્રિક નૌકાવણિકોને આ પ્રમાણે કહ્યું-‘હે દેવાનુપ્રિયા ! તમે લાક ગ્રામામાં યાવત્ આકરોમાં ફરો છે અને વારંવાર પાતવાહન અર્થાત્ નૌકાની સફર વડે લવણસમુદ્રમાં અવગાહન કરો છે. કાંય તમે કોઈ આશ્ચર્યજનક વસ્તુ જોયેલી છે?' Jain Education International ત્યારે સાંયાત્રિક નૌકાવણિકાએ રાજાને કહ્યું~~ ‘ દેવાનુપ્રિય ! અમે લા આ હસ્તીશીષ નગરના નિવાસી છીએ. (ઈત્યાદિ પૂર્વવત્ વર્ણન) યાવત્ અમે કાલિક દ્વીપ સુધી ગયા. તે દ્રીપમાં ઘણી જ ચાંદીની ખાણા યાવત્ અનેક પ્રકારના ધાડા છે, તે ઘેાડા કેવા છે ? નીલ વર્ણવાળી રેણુની સમાન અને શ્રાણિસૂત્રકની સમાન અને શ્યામ વર્ણવાળા યાવત્ તે ધાડાએ અમારી ગંધથી પણ અનેક સા યેાજન દૂર ચાલ્યા ગયા. તેથી દેવાનુપ્રિય ! અમે કાલિક ટ્રીપમાં તે ધાડાઓને આશ્ચર્ય ભૂત જોયા છે. ' ૪૯ ૧૬૨. ત્યારે કનકકેતુ રાજાએ સાંયાત્રિકાની પાસેથી આ વાત સાંભળીને તે સાંયાત્રિકોને કહ્યું " દેવાનુપ્રિયા ! તમે મારા કૌટુમ્બિક પુરુષાની સાથે જાઓ અને કાલિક ટ્રીપના તે ઘેાડા અહીં લઈ આવો. " તે સાંયાત્રિક વણિકાએ કનકકેતુ રાજાને આ પ્રમાણે કહ્યું—‘સ્વામિન્ ! ઘણું સારુ’ એમ કહીને તેમણે રાજાના વચનના આજ્ઞાનારૂપમાં વિનયપૂર્વક સ્વીકાર કર્યા. ત્યાર પછી કનકકેતુ રાજાએ કૌટુમ્બિક પુરુષાને બાલાવ્યા અને તેને કહ્યું-તમે સાંયાત્રિક વણિકાની સાથે જાએ. કાલિક ટ્રીપથી મારા માટે ઘેાડા લઈ આવેા.' તેમણે પણ રાજાના આદેશ સ્વીકાર કર્યા. ૧૬૩. ત્યાર પછી કૌટુબિક પુરુષાએ ગાડી-ગાડાં તૈયાર કર્યાં. તૈયાર કરીને તેમણે ઘણી વીણા, વલ્લકી, ભ્રામરી, કચ્છભી, ભંભા, ષટ્ભ્રામરી આદિ વિવિધ પ્રકારની વીણાએ તથા વિચિત્ર વીણાઓથી તથા ાત્રેન્દ્રિયને યાગ્ય બીજી અનેક વસ્તુઓથી ગાડાં-ગાડી ભર્યાં. For Private Personal Use Only શ્રોત્રેન્દ્રિયને પ્રિય વસ્તુઓ ભરીને ઘણી કૃષ્ણ વવાળી યાવત્ શુકલ વર્ણવાળી કાષ્ટકમ્ (લાકડાના પાટિયા પર ચિત્રિત ચિત્ર), ગ્રંથિમ (ગૂંથેલી માળા આદિ) યાવત્ સંક્રાતિમ, www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy