________________
ધર્મકથાનુયોગ-મહાવીર-તીર્થમાં આજીવક તીર્થકર ગોશાલક કથાનક : સૂત્ર ૮૯
પગથી જમીનને ઠોકતો, “હા હા અરે ! હું મરી ગયો.” એમ કરી શ્રમણ ભગવાન મહાવીર પાસેથી, કેષ્ઠક ચૈત્યમાંથી, પાછો ફર્યો, નીકળીને જ્યાં શ્રાવસ્તી નગરી હતી,
જ્યાં હાલાહલા કુંભારણની હાટ હતી ત્યાં આવ્યો, આવીને હાલાહલા કુંભારણની હાટમાં કેરીની ગોટલી હાથમાં લઈને, મદ્યપાન કરતો, વારંવાર ગાતો, વારંવાર નાચતો, ઘડી ઘડી હાલાહલા કુંભારણને પગે લાગતો, કુંભારના પાણીના પાત્રમાંથી માટીથી ભીંજાયેલા શીતળ પાણીનું ગાત્રો ઉપર સિંચન કરતો રહેવા લાગ્યો. ભગવાન દ્વારા ગોશાલકની તેજલેશ્યાના સામર્થ
અને તેના સિદ્ધાન્ત વિશે નિરૂપણ– ૮. “આર્યો' (એમ સંબોધન કરીને) શ્રમણ
ભગવાન મહાવીરે શ્રમણ નિગ્રંથોને આમંત્રીને આ પ્રમાણે કહ્યું- હે આર્યો ! ગોશાલ મંખલિપુત્રે મારા વધ માટે શરીરમાંથી જેટલું તેજ કાઢયું હતું તે ૧૬ જનપદો –ને આ પ્રમાણે : (૧) અંગ (૨) મગધ (૩) બંગ (૪) મલય (૫) માલવ (૬) અચ્છ (૭) વત્સ (૮) કૌત્સ (૯) પાટ (૧૦) લાટ (૧૧) વજ્જ (૧૨) મૌલી (૧૩) કાશી (૧૪) કૌશલ (૧૫) અબાધ અને (૧૬) સંભત્તર–ના ઘાત માટે, વધ માટે, ઉચ્છેદન માટે, ભસ્મ કરવા માટે પર્યાપ્ત હતું, પૂરતું હતું.
અને હે આર્યો ! ગોશાલ મંખલિપુત્ર હાલાહલા કુંભારણની દુકાનમાં આંબાની ગોટલી હાથમાં લઈને મદ્યપાન કરતા, વારંવાર યાવતુ હાથ જોડનો વિચરી રહ્યો છે, તે પોતાના પાપને ઢાંકવા માટે આ આઠ ચરમ (અંતિમ) ચિહ્નોનું નિરૂપણ કરે છે–(૧) ચરમપાન (૨) ચરમગાન (૩) ચરમ નૃત્ય (૪) ચરમ અંજલિ કર્મ (૫) ચરમ પુષ્કર સંવત મહામેધ (૬) ચરમ સેચનક ગંધહસ્તી (૭) ચરમ મહાશિલાકંટક સગ્રામ (૮) ‘હું પણ આ અવસર્પિણીના ચોવીસ તીર્થકરોમાં અંતિમ તિર્થકર તરીકે
સિદ્ધ થઈશ યાવતુ (દુ:ખોનો) અંત કરીશ” [એવી પ્રરૂપણા].
અને વળી જે ગોશાલક મંખલિપુત્ર પાત્રમાં માટીથી ભીંજાયેલા ઠંડા પાણીથી ગાત્રોને સિંચે છે તે પાપને છુપાવવા માટે આ ચાર પાનક અને ચાર અપાનકની પ્રરૂપણા કરી રહ્યો છે. " તે પાનક કથાં?
પાનક ચાર પ્રકારના કહ્યાં છે, તે આ પ્રમાણે (૧) ગોમૂત્ર (૨) હાથથી મસળેલું (૩) તાપથી તપેલું (૪) શિલામાંથી ટપકેલું. આ પાનકે છે.
અપાનક કક્યાં છે?
અપાનક ચાર પ્રકારના કહ્યાં છે, તે આ પ્રમાણે : (૧) થાળીનું પાણી (૨) ત્વચાનું પાણી (૩) સીંગનું પાણી, અને (૪) શુદ્ધ પાણી.
તે થાળીનું પાણી કેને કહેવાય? થાળનું પાણી કે વારક (પાત્ર-વિશેષ)નું પાણી, કુંભનું પાણી અથવા કળશનું પાણી. એવું શીતળ અને આદું પાણી હાથ વડે સ્પશે પણ પીવે નહિ તે સ્થાલ-પાણી કહેવાય. તે ત્વચાપાનક કેવું હોય? જેમ કે આમ્રફળ અથવા અંબાડક (ફળવિશેષ) અથવા જેમ “ પ્રયોગપદ' પ્રમાણે યાવતુ બોર અથવા ટીમરું-કાચા અને અપકવ હોય અને તે મુખમાં ચગળે અથવા ચૂસે પણ તેનું પાણી ન પીવે તે ત્વચા પાનક કહેવાય. તે સીંગનું પાનક કેવું હોય છે? વટાણાની સીંગ અથવા મગની સીંગ અથવા અડદની સીંગ અથવા સિંબલીની સિંગ કાચી અને તાજી હોય તે માંમાં ચાવે અથવા વિશેષ ચાવે પણ પાણી ન પીવે તે સીંગનું પાનક. શુદ્ધ પાનક કેવું હોય ?
છ મહિના સુધી ખાવા યોગ્ય સૂકો મેવેફળાદિ ખાય અને બે મહિના સુધી પૃથ્વી પર પથારી કરીને સૂવે, બે મહિના સુધી લાકડાની પથારી પર સૂવે, બે મહિના દર્ભની પથારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org