SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મસ્થાનુગ–મહાવીર-તીર્થમાં જમાલિક નિહવ કથાના સૂત્ર ૧૨ કે પછી તે અવશ્ય છોડવાનું છે. તો કેણ જાણે છે કે પહેલાં કોણ જશે અને પછી કણ જશે? એટલા માટે હે માતા પિતા ! હું તમારી આજ્ઞા મેળવીને શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી અનગારીક પ્રવ્રયા અંગીકાર કરવા ઇચ્છું છું.” ૧૨. જ્યારે જમાલિ ક્ષત્રિયકુમારને તેના માતા-પિતા વિષયને અનુકૂળ એવી ઘણી ઉક્તિઓ, પ્રજ્ઞપ્તિઓ, સંજ્ઞપ્તિઓ, અને વિજ્ઞપ્તિ ઓથી કહેવાને, જણાવવાને, સમજાવવાને, વિનવવાને સમર્થ ન થયા ત્યારે તેઓએ વિષયને પ્રતિકૂલ તથા સંયમને વિષે ભય અને ઉગ કરનારી એવી ઉક્તિઓથી સમજાવવા આ પ્રમાણે કહ્યું હે પુત્ર! આ નિર્ગસ્થ પ્રવચન સત્ય, અનુત્તર, અદ્વિતીય, પરિપૂર્ણ ન્યાયયુક્ત, શુદ્ધ, શલ્યને ટાળનાર, સિદ્ધિ માર્ગ, મુક્તિમાર્ગ, નિર્માણ માર્ગ અને નિર્વાણ માર્ગરૂપ છે, તે અવિતથ (અસત્ય રહિત) અવિસંધિ (નિરંતર) છે અને સર્વ દુ:ખનો નાશ કરનારું છે, તેમાં રહેલા-તત્પર જીવ સિદ્ધ, બુદ્ધ મુક્ત થાય છે, નિર્વાણ પ્રાપ્ત કરે છે અને સર્વદુ:ખોનો અંત કરે છે. પરંતુ હે પુત્ર! આ ધર્મ–માર્ગ સર્પની પેઠે એકાંત-નિશ્ચિત દૃષ્ટિવાળો, અસ્ત્રાની પેઠે એકાંત ધારવાળે, લોઢાના જવને ચાવવાની પેઠે દુષ્કર અને વેળુના કોળીયાની પેઠે નિ:સ્વાદ છે. વળી, તે ગંગા નદીમાં સામે પ્રવાહે તરવાની પેઠે, અને બે હાથથી સમુદ્ર તરવાની જે મુશકેલ, તીણ ખડુગાદિ ઉપર ચાલવાના જેવ, મોટી શિલાને ઉચકવા બરોબર અને તલવારની ધાર પર ચાલવા સમાન વ્રત જેવો છે. હે પુત્ર! શ્રમણ નિર્ગુન્થોને આધાકર્મિક, શિક, મિશ્રજાત, અધ્યપૂરક, પૂતિકૃત, ક્રીન, પ્રામિત્ય, અચ્છેદ્ય, અનિસૃષ્ટ, અભ્યાહન, કાંતારભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાનભક્ત, બાદ, લિકા ભક્ત, પ્રાપૂર્વક ભક્ત, શય્યાતરપિંડ અને રાજપિંડ લેવાનું ક૫તું નથી. તે જ પ્રમાણે મૂળનું ભજન, કંદનું ભજન, ફળનું ભોજન, બીજનું ભોજન અને હરિત– (લીલી વનસ્પતિ)નું ભોજન ખાવું કે પીવું કલ્પતું નથી. હ પુત્ર ! તું સુખભોગ કરવાને યોગ્ય છે, દુ:ખ ભોગવવાને યોગ્ય નથી. તેમ જ ટાઢ, તડકે, ભુખ, તરસ, ચોર, વ્યાપદ, ડાંસ અને મચ્છરના ઉપદ્રવને તથા વાતિક, પત્તિક, શ્લેમિક અને સંનિપાતજન્ય વિવિધ પ્રકારના રોગો અને તેના દુ:ખોને તેમ જ પરિવહ અને ઉપસર્ગોને સહવાને તું સમર્થ નથી. હે પુત્ર ! અમે તારો વિયોગ એક ક્ષણ પણ સહન કરી શકતા નથી. માટે હે પુત્ર ! જ્યાં સુધી અમે જીવિત છીએ ત્યાં સુધી તું રોકાઈ જા, ત્યારબાદ અમારા કાલગત થયા પછી અને તારી વૃદ્ધાવસ્થા આવી જાય ત્યારે કુલવંશતતુની વૃદ્ધિ કરીને નિરપેક્ષ એવો તું શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈ ગૃહવાસનો ત્યાગ કરી અનગારત્વમાં પ્રવ્રજિત થજે.' ત્યારપછી તે જમાલિ ક્ષત્રિયકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યું કે–“હે માતા-પિતા ! તમે મને જે આ પ્રમાણે કહ્યું કે-હે પુત્ર ! નિગ્રંથ પ્રવચન સત્ય, અનુત્તર અને અદ્વિતીય છે–ઇત્યાદિ-વાવ-પ્રવૃજિન થજે. પરંતુ હે માતા-પિતા ! નિર્ગથ પ્રવચન કલીબ(મન્દશક્તિવાળા), કાયર અને હલકા પુરુષોને, તથા આ લોકમાં આસક્ત, પરલોકથી પરાડુ - મુખ એવા વિષયની તૃષ્ણાવાળા સામાન્ય પુરુષાને (તેનું અનુપાલન) દુષ્કર છે, પણ ધીર, દઢનિશ્ચયી અને પ્રયત્નવાન પુરુષને તેનું અનુપાલન જરા પણ દુષ્કર નથી. માટે હે માતા-પિતા ! હું આપની અનુમતિ મેળવી શ્રમણ ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy