________________
૧૮૦
ધર્માં કથાનુયાગ—મહાવીરન્તીમાં સેામિલ બ્રાહ્મણ શ્રમણેાપાસક કથાનક : સૂત્ર ૩૦૩
તેમાં જે અનેષણીય છે તે શ્રમણ નિગ્ર થાને અભક્ષ્ય છે, અને જે એષણીય છે તે બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-યાચિતમાગેલા અને અયાચિત-નહિ માગેલા. તેમાં જે અયાચિત સરિસવ છે તે શ્રમણ નિગ્રન્થાને અભક્ષ્ય છે, અને જે યાચિત સરિસવ છે. તે બે પ્રકારના છે, જે આ પ્રમાણે-મળેલાં અને
નહિ મળેલાં. તેમાં જે નહિ મળેલાં છે તે શ્રમણ નિગ્રન્થાને અભક્ષ્ય છે, અને જે મળેલા છે તે શ્રમણ નિગ્રન્થાને ભક્ષ્ય છે. માટે હે સામિલ ! તે કારણથી મેં કહ્યું છે કે સરિસવ મારે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
પ્રશ્ન-હે ભગવન્ ! માસ તમારે ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે ?
ઉત્તર-હે સામિલ! જે મારા વાત, પિત્ત, કફ અને સ’નિપાતજન્ય અનેક પ્રકારના શરીરસંબંધી દાષા-રોગાન કે ઉપશાંત થયા છે અને ઉદયમાં આવતા નથી તે અવ્યાબાધ છે. પ્રશ્ન—હે ભગવાન ! તમારે પ્રાસુકવિહાર કઈ રીતે છે?
ઉત્તર-હે સામિલ ! આરામા, ઉદ્યાને, દેવકુલા, સભાએ પરબા તથા સ્ત્રી, પશુ અને નપુંસકરહિત વસતિઓમાં નિર્દોષ અને એષણીય પીઠ, ફલક, શય્યા અને સંથારાને પ્રાપ્ત કરીને હું વિહરુ છુ તે પ્રાસુક વિહાર છે. · પ્રશ્ન-હે ભગવન્ ! સરિસવા આપને ભક્ષ્ય છે કે અભક્ષ્ય ?
ઉત્તર-હે સામિલ ! સરિસવ માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
પ્રશ્ન—હે ભગવન્ ! એમ શા હેતુથી કહો છે કે સરિસવ ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ?'
ઉત્તર—હે સામિલ ! બ્રાહ્મણ-નયામાં–શાસ્ત્રોમાં બે પ્રકારના સરિસવ કહ્યા છે, તે આ પ્રમાણેમિત્ર સરિસવ=સમાનવયસ્ક અને ધાન્યસરિસવ. તેમાં જે મિત્ર સરિસવ છે તે ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે-૧. સહજાત-સાથે જન્મેલા, ૨. સહતિ, સાથે ઉછરેલાં અને ૩. સહપાંશુક્રીડિત–એક સાથે ધૂળમાં રમેલા. તે ત્રણે પ્રકારના સરિસવા = સમાનવયસ્ક–મિત્રા શ્રમણ નિગ્રન્થને અભક્ષ્ય છે. અને જે ધાન્યસરિસવ છે તે બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણેશસ્રપરિણત અને અશસ્ત્રપરિણત. તેમાં જે અશસ્ત્ર પરિણત-અન્ત્યાદિ શસ્ત્રથી નિર્જીવ થયેલા નથી તે શ્રામણ નિગ્રન્થાને અભક્ષ્ય છે અને શસ્રપરિણત (=અગ્નિ આદિથી નિર્જીવ થયેલા) તે બે પ્રકારના કહ્યાં છે, જે આ પ્રમાણે—૧. એષણીય–ઇચ્છવા . લાયક, નિર્દોષ અને ૨. અનેષણીય–નહિ ઇચ્છવા લાયક, સદાય.
Jain Education International
ઉત્તર-હે સામિલ ! માસ માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
પ્રશ્ન—હે ભગવન્ ! એમ શા કારણથી કહો છે કે ‘માસ માટે ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ?'
ઉત્તર-હે સામિલ ! બ્રાહ્મણ-નયા-શાસ્ત્રોમાં માસ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણેદ્રવ્યમાસ અને કાલમાસ. તેમાં જે કાલમાસ છે તે શ્રાવણથી માંડી અષાઢ માસ સુધી બાર પ્રકારના છે, તે આ પ્રમાણે-૧. શ્રાવણ, ૨. ભાદ્રપદ, ૩. આસા, ૪. કાર્તિક, પ. માર્ગશી, ૬. પેાષ, ૭. માત્ર, ૮. ફાલ્ગુન, ૯. ચૈત્ર, ૧૦. વૈશાખ, ૧૧. જૅ અને ૧૨. આષાઢ. (તે શ્રમણ નિગ્રન્થાને અભક્ષ્ય છે.)
જો દ્રવ્યમાસ છે તે બે પ્રકારે છે. તે આ પ્રમાણે-અમાસ અને ધાન્યમાસ.
જે અમાસ છે તે બે પ્રકારે છે તે આ પ્રમાણે-સુવર્ણમાષ અને રૌષ્યમાષ. તે શ્રમણ નિન્ગને અભક્ષ્ય છે.
વળી જે ધાન્યમાસ છે તે બે પ્રકારના છેશસ્રપરિણત (અગ્ન્યાદિથી અચિત્ત થયેલા ) અને અશસ્ત્રપરિણત (અન્ત્યાદિથી અચિત્ત નહિ થયેલા, સજીવ) છે.
For Private Personal Use Only
www.jainelibrary.org