________________
૧૭૪
ધર્મ કથાનુયાગ—મહાવીર તીર્થમાં શંખ અને પુશ્કેલી શ્રમણેાપાસક કથાનક ઃ સૂત્ર ૨૫૭
• હું આર્યા ! તમે શખશ્રમણાપાસકની હીલના, નિંદા, ખિંસના, ગહ અને અવમાનના ન કરો. શંખ શ્રમણેાપાસક ધર્મને વિશે પ્રીતિવાળા અને દૃઢતાવાળા છે, તથા તેણે (પ્રમાદ અને નિદ્રાના ત્યાગથી) સુદૃષ્ટિ-શાનીનું જાગરણ
કરેલ છે.’
પછી-યાવ-સૂર્યોદય થયા પછી જાજ્વલ્યમાન તેજ સહિત સહસ્રરશ્મિ દિનકર પ્રકાશિત થયા પછી સ્નાન કરી, બલિક કરી–યાવ–મૂલ્યવાન છતાં અલ્પભારવાળા અલંકારોથી શરીરને અલંકૃત કરી પાત પાતાના ઘરેથી નીકળી એક સ્થાને એકત્રિત થઈ અને મળીને શ્રાવસ્તી નગરીના મધ્યભાગમાં થઈ કાષ્ટક શૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર જ્યાં બિરાજમાન હતા તે સ્થાન પર આવ્યા, આવીને કામણ ભગવાન મહાવીરની—યાવત્—ત્રિવિધરૂપ પર્યું -
પાસના કરવા લાગ્યા.
ત્યારબાદ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ તે કામણાપાસાને તથા તે માટી પરિષદને ધ કથા સંભળાવી--યાવત્−તેમણે આત્માની આરાધના કરી અર્થાત્ તે આશા-આરાધક
બન્યા.
શ્રમણેાપાસા દ્વારા શખના તિરસ્કાર— ૨૯૩. ત્યારબાદ તે દ્રામણાપાસા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધમ સાંભળી અને અવધારી હુંષ્ટ-તુષ્ટ થઈ આસન પરથી ઊઠયા, ઊભા થઈ તેઓ શ્રમણ ભગવાન મહાવીરને વંદનનમસ્કાર કરી, જ્યાં શંખ શ્રામણેાપાસક હતા ત્યાં આવ્યા અને આવીને શંખ શ્રમણાપાસકને આ પ્રમાણે કહ્યું
‘હે દેવાનુપ્રિય ! તમે પાતે જ કાલે અમને આ પ્રમાણે કહ્યુ` હતુ` કે ‘હે દેવાનુપ્રિયા ! તમે વિપુલ અશનયાવત્—સ્વાદિમ ભાજન તૈયાર કરાવા—યાવગ્—ખાતાં ખાતાં પાક્ષિક પૌષધનું અનુપાલન કરતાં વિહરીશું.' પરંતુ ત્યારબાદ તમે પૌષધશાળામાં—યાવત્—પાક્ષિક પૌષધનું પ્રતિજાગરણ કરતાં વિહર્યા. હે દેવાનુપ્રિય ! તમે અમારી ખૂબ હીલના—હાંસી ઉડાવી.’ મહાવીર દ્વારા શંખ-હીલના-નિવારણ૨૯૪. ‘ હું આ પુરુષા !' આ પ્રમાણે સબાધન કરી શ્રમણ ભગવાન મહાવીરે તે ામણાપાસકઆ પ્રમાણે કહ્યું
ને
Jain Education International
મહાવીર–કૃત જાગરિકા વિવરણ—
૨૯૫. ‘હે ભદન્ત ! ' એ પ્રમાણે કહી ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યાં, વંદન નમસ્કાર કરી આ પ્રમાણે પૂછયુ‘ હે ભગવન્ ! જાગરિકા કેટલા પ્રકારની કહી છે? ’
· હે ગૌતમ ! જાગરિકા ત્રણ પ્રકારની કહી છે તે આ પ્રમાણે છે—(૧) બુદ્ધ જાગરિકા (૨) અબુદ્ધ નાગરિકા અને (૩) સુદૃષ્ટિ જાગરિકા. ’ ભગવાને ઉત્તર આપ્યા.
ગૌતમ સ્વામીએ ફરી પ્રશ્ન પૂછ્યો—‘ હે ભગવન્ ! કયા હેતુથી તમે એ પ્રમાણે કહો છો કે જાગરિકા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે– બુદ્ધાગરિકા, અબુદ્ધજાગરિકા અને સુદૃષ્ટિ જાગરિકા ? ’
‘હે ગૌતમ ! જે ઉત્પન્ન થયેલ (કેવળ શાન વડે) શાન અને દનના ધારણ કરનારા આ અરિહંત-પૂજ્ય, જિન, કેવળી, અતીત અનાગત અને વર્તમાનને જાણનારા, સશ-સર્વ દેશી અરિહંત ભગવંત છે તે બુદ્ધ છે, (કેવળ જ્ઞાન દ્વારા)
તે
બુદ્ધ જાગરિકા જાગે છે—અનુભવ કરે છે.’ હે ગૌતમ ! ઇર્યા આદિ સમિતિએથી સમિત—યાવત્—ગુપ્ત બ્રહ્મચારી વગેરે અનગાર ભગવંત છે, તે અબુદ્ધ છે–તે અબુદ્ધ જાગરિકાનો અનુભવ કરે છે.
‘ જીવાજીવ વગે૨ે તત્ત્વાના જાણકાર—યાવત્ યથાવિધિ ગ્રહણ કરેલા તપકથી આત્માને ભાવિત કરતા જે આ શ્રમણાપાસકે છે, તે સુદૃષ્ટિ જાગરિકા જાગે છે. એટલા માટે હે ગૌતમ ! આ પ્રમાણે જાગરિકા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે—બુદ્ધજાગરિકા, અબુદ્ધૃજાગરિકા અને સુદૃષ્ટિ જાગરિકા.’
For Private Personal Use Only
www.jainelibrary.org