________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં ઋષિભદ્રપુત્રાદિ અમાપાસક કથાનક : સૂત્ર ૨૮૪
૧૭૧
નમી જે દિશામાંથી આવ્યા હતા પાછા તે જ દિશા તરફ ગ્યા. ઋષભદ્રપુત્ર વિષયક ગૌતમના પ્રશ્ન અને
મહાવીરને ઉત્તર૨૮૪. “હે ભગવન્!' એ પ્રમાણે કહી ભગવાન
ગૌતમે શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું-
“હે ભદત ! શ્રમણોપાસક ઋષિભદ્રપુત્ર શું આપ દેવાનુપ્રિય પાસે મુંડિત થઈ ગૃહત્યાગ કરી અનગાર પ્રવ્રજ્યા ધારણ કરવાને સમર્થ છે?' ,
ભગવાને ઉત્તર આપ્યો-“હે ગૌતમ ! આ વાત યથાર્થ નથી, પરંતુ તે શ્રમણોપાસક કષિભદ્રપુત્ર ઘણાં શીલવ્રત, ગુણવ્રત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસો વડે તથા યથાયોગ્ય સ્વીકારેલ તપકર્મ વડે આત્માને ભાવિત કરતાં ઘણાં વરસો સુધી શ્રમણોપાસક પર્યાયને પાળી માસિક સંલેખના વડે આત્માને શુદ્ધ કરી સાઠ ભક્ત–ભોજનનો ત્યાગ કરી, આલોચના અને પ્રતિક્રમણ કરી, સમાધિને પ્રાપ્ત કરી મરણ સમયે કાળ કરી સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવેની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે; તેમાં કષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમની સ્થિતિ થશે.'
ગૌતમ સ્વામીએ પુનઃ પ્રશ્ન પૂછયો- હે ભગવદ્ ! આયુક્ષય, ભવક્ષય અને સ્થિતિક્ષય થયા બાદ તે ઋષિભદ્ર પુત્ર દેવ તે દેવલોકથી ચુત થઈ કયાં જશે, ક્યાં ઉત્પન્ન થશે ?”
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધપદ પામશે-ચાવત્ સર્વ દુ:ખોને અન્ન કરશે.”
હે ભગવન્! તે એમ જ છે, હે ભદન! તે એમ જ છે. એમ કહી ભગવાન ગૌતમથાવતુ-આત્માને ભાવિત કરતા વિહરવા લાગ્યા.
ત્યારબાદ શ્રમણ ભગવંત મહાવીર અન્ય કઈ એક દિવસે આલભિકા નગરીથી અને
શંખવન નામે થી નીકળી બહારના દેશોમાં વિહરવા લાગ્યા. ઋષિભદ્રપુત્રાદિ અમાપાસક કથાનક સમાપ્ત. ૧૬. શંખ અને પુષ્કલી શ્રમણોપાસક
શ્રાવસ્તીમાં શેખ અને પુષ્કલી– ૨૮૫. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી
હતી. વર્ણન. કોષ્ટક નામે ચૈત્ય હતું. વર્ણન. તે શ્રાવસ્તી નગરીમાં શંખપ્રમુખ ધણા શ્રમણોપાસકે રહેતા હતા. તેઓ ધનિક-થાવત્ અપરિભૂત-કેઈથી પરાભવ ન પામે તેવા, જીવાજીવ તત્ત્વને જાણનારા-વાવ-યથાવિધિ તપકર્મને ગ્રહણ કરી આત્માને ભાવિત કરતા વિહરતા હતા.
તે શંખ શ્રમણોપાસકને ઉત્પલા નામે પત્ની હતી, તે સુકુમાર હાથપગવાળી-વાવ-સુરૂપ અને જીવાજીવ તત્વને જાણનારી શ્રમણોપાસિકા હતી-ચાવતુ
તે શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામે શ્રમણોપાસક રહેતો હતો જે ધનાઢય-યાવતુ-અપરિભૂત હતો તથા જીવાજીવ તત્ત્વનો શાતાથાવતુ-યથારૂપ અંગીકન પોકર્મ થી આત્માને ભાવિત કરતો વિચરતો હતો.
ભગવાન મહાવીરનું પદાર્પણ– ૨૮૬. તે કાળે, તે સમયે ત્યાં મહાવીર સ્વામી -
સમવસર્યા. પરિષદ નીકળી-વાવ-પપાસના કરવા લાગી. ત્યારબાદ તે શ્રમણોપાસકે ભગવંત આવ્યાની આ વાત સાંભળી આલભિકા નગરીના શ્રાવકોની પેઠેર્યાવર્-પર્યું પાસના કરવા લાગ્યા, ત્યાર બાદ શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકોને તથા તે અત્યંત મોટી સભાને ધર્મોપદેશ સંભળાવ્યો-વાવતુપરિષદ પાછી ફરી.
ત્યારબાદ તે શ્રમણોપાસકેએ કામણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ સાંભળી, અવધારી અને હૃષ્ટ-તુષ્ટ થઈ શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને પ્રશ્નો પૂછયા, પ્રશ્નો પૂછીને તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org