________________
ધર્મકથાનુગ–મહાવીર-તીર્થમાં સદ્દાલપુત્ર કુંભકાર ગાથાપતિ કથાનક : સૂત્ર ૨૨૮
૧૫૦
ત્યારે તે પુરુષની આ ધમકીને સાંભળીને હું અભય યાવત્ ધર્મધ્યાનમાં રત રહ્યો.
તદનન્તર તે પુરુષે મને નિર્ભય યાવત્ ધર્મસાધનામાં રત જોયો, જોઈને બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું : હે સદ્દાલપુત્ર શ્રમણોપાસક ! યાવત્ જો તું આજે શીલાદિ યાવત્ પૌષધોપવાસો નહીં છોડે, નહીં તોડે તો હું આ જ ક્ષણે તારા જ્યેષ્ઠ પુત્રને ઘરેથી ઉપાડી લાવીશ. લાવીને તારી સામે મારીશ, મારીને નવે નવ કટકા કરીશ અને પછી તેલ ભરેલી કડાઈમાં તળીશ, તળીને માંસ અને લેહીથી તારા શરીરને લપેટીશ. જેથી તું આર્તધ્યાન તેમ જ દુસ્સહ દુ:ખથી પીડિત થઈને તારે જીવ ખોઈ દઈશ.'
તે દેવ દ્વારા બીજી, ત્રીજી વાર પણ આ પ્રમાણે કહેવાયાં છતાં હું નિર્ભય યાવત્ ધર્મધ્યાનમાં રત રહ્યો.
તે પછી જ્યારે તે પુરુષે મને નિર્ભય યાવતું ઉપાસનારત જોયો તો તે જોઈને ક્રોધિત, રુષ્ટ, કેપિત વિકરાળ અને દાંત કચકચાવતો એવો તે મારા છ પુત્રને ઘરેથી ઉપાડી લાવ્યો, લાવોને મારી સામે તેની હત્યા કરી, હત્યા કરીને શરીરને નવ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળ્યા, તળીને મારા શરીરને લોહી અને માંસથી ખરડવું.
ત્યારે મેં તે ઉત્કટ ભાવ વેદનાને સહિષ્ણુતા, ક્ષમા, તિતિક્ષાપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી.
આ પ્રમાણે જ મધ્યમપુત્રને મારી નાખ્યો આદિ યાવત્ તે વેદનાને સહનશીલતા, ક્ષમા, નિતિક્ષાપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી. આ પ્રમાણે મારા કનિષ્ઠ પુત્રને મારી નાખે, મારીને મારા શરીરને માંસ, લેહી આદિથી ખરડયું, તો પણ મેં તે વેદનાને સહનશીલતા, ક્ષમા, તિતિક્ષાપૂર્વક શાંતિથી સહન કરી. ત્યાર પછી પણ જ્યારે તે પુરુષે મને પૂર્વવત્ નિર્ભય થાવત્ ધર્મધ્યાનમાં મગ્ન જોયે તો જોઈને ચોથી વાર પણ આ પ્રમાણે કહ્યું કે “હે સદ્દાલ
પુત્ર શ્રમણોપાસક ! યાવત્ જો તું આજે શીલાદિ યાવત્ પૌષધોપવાસો નહીં છોડે, નહીં તોડે તો હું આ જ ક્ષણે તારી ધર્મ-સહાયિકા ધર્મ-વૈદ્યા ધર્માનુરાગરક્તા અને સમસુખદુ:ખ-સહાયિકા અગ્નિમિત્રા ભાર્યાને તારા ઘરેથી પકડી લાવીશ, લાવીને તારી સામે તેનો વધ કરીશ, વધ કરીને તેલ ભરેલી કડાઈમાં તળીશ અને તળીને તારા શરીરને તેના માંસ અને લોહીથી સીંચીશ. જેથી તું દુસ્સહ આર્તધ્યાન અને દુ:ખથી પીડિત થઈને અકાળે જીવનરહિત થઈ જઈશ.'
તે પુરુષની આ ધમકીને સાંભળીને હું પૂર્વવતુ નિર્ભય યાવત્ ધર્મસાધનામાં રત રહ્યો.
તદનન્તર તે પુરુષે મને નિર્ભય થાવત્ સાધનારત જાય તો બીજી અને ત્રીજી વાર પણ મને કહ્યું, “હે સદ્દાલપુત્ર શ્રમણોપાસક ! થાવત્ જો તું આજે શીલાદિ યાવતુ પૌષધોપવાસ નહીં છોડે, નહીં તોડે તે યાવનું આર્તધ્યાન અને દુસ્સહ વેદનાથી વશીભૂત થઈને અકાળે તારે જીવ ખોઈ બેસીશ.”
તદનન્તર તે પુરુષ દ્વારા બીજી અને ત્રીજી વાર પણ આપવામાં આવેલી આ ધમકીને સાંભળીને મને આ પ્રમાણેનો આંતરિક, ચિંતિત, પ્રાર્થિત, માનસિક વિચાર ઉત્પન્ન થયો કે અરે ! આ પુરુષ અધમ, નીચબુદ્ધિ અને ક્રૂર પાપકર્મ કરનાર છે જે મારા જ્યેષ્ઠ પુત્રને, તે પછી મારા મધ્યમ પુત્રને અને તે પછી મારા કનિષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવ્યા, લાવીને મારી સામે મારી નાખ્યા, મારીને શરીરના નવ કટકા કર્યા, પછી તેલ ભરેલી કડાઈમાં તળ્યા, તળીને મારા શરીરને માંસ અને લેહીથી ખરડ્યું અને હવે તને પણ ઘરેથી લઈ આવી મારી સામે મારી નાખવા ઇચ્છતું હતું. તેથી આવા પુરુષને પકડી લે ઉચિત છે, એમ વિચારીને હું પકડવા માટે દોડડ્યો. પરંતુ તે આકાશમાં ઊડી ગયો અને મારા હાથમાં થાંભલો પકડાઈ ગયો, તેથી મેં માટે-મોટેથી બૂમો પાડી.”
દાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org