________________
૧૫૦
ધર્મકથાનુગ–મહાવીર–તીર્થમાં સદ્દા પુત્ર કુંભકાર ગાથાપતિ કથાનક સૂત્ર રર૩
અદ્વિતીય થઈને, દર્ભસંસ્મારક ઉપર બેસીને શ્રમણ ભગવાન મહાવીર પાસેથી પ્રાપ્ત કરેલી ધર્મપ્રશપ્તિનો સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. સદાલપુત્ર દ્વારા દેવરૂ૫ કત નિજ જયેષ્ઠ પુત્ર
મારણરૂપ ઉપસર્ગને સમભાવપૂર્વક સહન કરવો– ૨૨૨. તદનન્તર મધ્યરાત્રિના સમયે તે સદાલપુત્ર શ્રમણોપાસક સન્મુખ એક દેવ પ્રગટ થયો.
તે દવે નીલકમલ, ભેંસના શીંગડા, અળસીના પુષ્પ જેવી નીલ પ્રભા અને તીક્ષ્ણ ધારવાળી એક મોટી તલવાર હાથમાં રાખીને સદ્દાલપુત્ર શ્રમણોપાસકને કહ્યું-“ઓ રે સદ્દાલપુત્ર શ્રમણાપાસક ! અપ્રાર્થિત-મરણની પ્રાર્થના કરનાર ! દુ:ખદ અંત અને અશુભ લક્ષણોવાળા ! હીનપુણ ચતુર્દશીએ જન્મનારા ! શ્રી-હી (લm) – ધૃતિ () – કીર્તિ રહિત ! ધર્મની કામના કરનાર ! પુણ્યની કામના કરનાર ! સ્વર્ગની કામના કરનાર ! મોક્ષની કામના કરનાર ! ધર્માકાંક્ષી, પુણ્યાકાંક્ષી, મોક્ષાકાંક્ષી ! ધર્મપિપાસુ ! પુણ્યપિપાસુ ! સ્વર્ગ પિપાસુ ! મોક્ષપિપાસુ ! દેવાનુપ્રિય ! જોકે તને શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી વિચલિત, ક્ષભિત થવું, તેને ખંડિત કરવા, ભગ્ન કરવા, તેનો ત્યાગ કરવ, પરિત્યાગ કરવે તે કલ્પતું નથી, પરંતુ આજે તું જો શીલ યાવનું પૌષધોપવાસ નહીં* છોડે, નહીં તોડે તો હું આ જ ક્ષણે તારા જ્યેષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવીશ, લાવીને તારી સામે મારી નાખીશ, મારીને તેના શરીરના નવ ટુકડા કરીશ, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળીશ, નળીને માંસ અને લોહીથી તારા શરીરને ખરડી નાખીશ, જેથી તું વિકટ આર્તધ્યાન અને દુ:ખથી પીડિત થઈને અકાળે જ જીવનરહિત થઈ જઈશ-પ્રાણ ખોઈ નાખીશ.'
દેવની આ વાત સાંભળીને સદાલપુત્ર શ્રમણોપાસક ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, સુભિત કે વિચલિત થયો નહીં, ગભરાયો નહીં, પરંતુ શાંતભાવે ધર્મધ્યાનમાં સ્થિર રહ્યો.
તદનન્તર તે દેવે સદાલપુત્ર શ્રમણોપાસકને ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, ભિત, ચલિત અને વ્યાકુળ ન જોયો પરંતુ શાંતભાવે ધર્મ ધ્યાનમાં રત જોયો. તે જોઈને બીજીવાર અને ત્રીજીવાર પણ સદાલપુત્ર શ્રમણોપાસકને આ ધમકી આપી કે “ઓ રે સદાલપુત્ર શ્રમણોપાસક ! યાવતુ જો તું આજે શીલવ્રત ચાવતુ પૌષધોપવાસો નહીં છોડે, નહીં તોડે તો હું આ જ ક્ષણે તારા જ્યેષ્ઠ પુત્રને ઘરેથી લઈ આવીશ થાવત્ અકાળે તું તારો જીવ ખોઈશ.'
ત્યાર પછી પણ તે સદ્દાલપુત્ર શ્રમણોપાસક દેવ દ્વારા બીજી અને ત્રીજીવાર આપવામાં આવેલી ધમકી સાંભળીને નિર્ભય યાવતુ ધર્મસાધનામાં રત રહ્યો.
તદનનાર તે દેવે સદાલપુત્ર શ્રમણોપાસકને નિર્ભય યાવત્ ધર્મસાધનામાં રત જોયે, જોઈને ક્રેધિત, રુષ્ટ, કેપિત, ચંડિકાવત્ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને અને દાંત કચકચાવતો સદ્દાલપુત્ર શ્રમણોપાસકના જ્યેષ્ઠ પુત્રને તેના ઘરેથી લઈ આવ્યો, લાવીને તેની સામે મારી નાખે, મારીને તેના શરીરના નવ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલ ભરેલી કડાઈમાં તળ્યા, અને તળીને સદ્દાલપુત્ર શ્રમણોપાસકના શરીરને માંસ અને લોહીથી ખરડયું.
ત્યારે પણ તે રસદાલપુત્ર શ્રમણોપાસકે તે તીવ્ર, વિકટ, કઠોર, પ્રગાઢ, પ્રચંડ, દુ:ખદ, અસહનીય વેદનાને ક્ષમા, તિતિક્ષા અને સહિષ્ણુતાપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી. સદાલપુત્ર દ્વારા દેવકૃત નિજ મધ્યમપુત્રના મારણ
રૂપ ઉપસર્ગ સમભાવપૂર્વક સહન કરવો– ૨૨૩. ત્યાર બાદ તે દેવે સદ્દાલપુત્ર શ્રમણોપાસકને
અભય યાવતું સાધનારત જોયો, સદાલપુત્ર શ્રમણોપાસકને અભય યાવત્ સાધનારત જોઈને સદ્દાલપુત્ર શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું-“ઓ રે શ્રમણોપાસક સદાલપુત્ર! યાવત્ જો તું આજે શીલ યાવત્ પૌષધોપવાસો નહીં તોડે તો હું આ જ ક્ષણે તારા મધ્યમપુત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org