________________
ધર્મકથાનુયોગ-મહાવીર-તીર્થમાં સદ્દા પુત્ર કુંભકાર ગાથા૫તિ કથાનક : સૂત્ર ૨૧૯.
જ્યાં પોલાસપુર નગર હતું, તેમાં જ્યાં આજીવિક સભા હતી, ત્યાં તે આવ્યા, આવીને પાત્ર-ઉપકરણ આદિ રાખ્યા અને પછી કેટલાક આજીવિકોને સાથે લઈને જ્યાં સદાલપુત્ર શ્રમણોપાસક હતા, ત્યાં આવ્યું.
ત્યારે સદ્દાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ મખલિપુત્રને આવતો જોયો, જોઈને ન તેનો આદર કર્યો અને ન તો તેને ઓળખ્યો અર્થાત્ તેને જોવા નજર પણ ન ફેરવી, પરંતુ આદર ન કરતાં અપરિચિતની જેમ ઉપેક્ષાપૂર્વક ચૂપચાપ બેસી રહ્યો.
ગશાલ દ્વારા મહાવીરનાં ગુણગાન૨૧૯, તદનન્તર ગોશાલ સંખલિપુત્રો સદ્દાલપુત્ર
શ્રમણોપાસક દ્વારા આ પ્રમાણે અનાદર અને ઉપેક્ષા કરાતી જોઈને પીઠ, ફલક, શૈયા, સંસ્મારક આદિ પ્રાપ્ત કરવાના હેતુથી શ્રમણ ભગવાન મહાવીરના ગુણ-કીર્તન કરતાં કહ્યું, “હે દેવાનુ પ્રિય ! શું મહામાહણ અહીં પધાર્યા છે?'
તે પછી સાલપુત્ર શ્રમણોપાસકે ગોશાલ મંખલિપુત્રને પૂછ્યું, “હે દેવાનુપ્રિય ! મહામાહણ કોણ છે?'
ત્યારે ગોશાલ સંખલિપુત્રો સદ્દાલપુત્ર શ્રમણોપાસકને જવાબ આપ્યો – “શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે.'
“હે દેવાનુપ્રિય! તમે ક્યા આધારે કહો છો કે શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે?' -સદાલપુરો પૂછ્યું.
ગશાલ મખલિપુત્રો કહ્યું – “હે સદ્દાલપુત્ર ! શ્રમણ ભગાન મહાવીર મહામાહણ છે, કેમ કે તેઓ અપ્રતિહત જ્ઞાન-દર્શન ધારણ કરનાર, અહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદશી, ત્રણે લોકો દ્વારા સેવિત, પ્રતિષ્ઠિત, પૂજિત તેમ જ દેવ, મનુષ્ય, અસુરલોક (ઊર્ધ્વ, મધ્ય અને અધલક) દ્વારા અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કરણીય, સત્કારણીય, સંમાનનીય છે તથા કલ્યાણ, મંગલ, દેવ, શાનરૂપ હોવાથી પર્ય પાસના કરવા યોગ્ય છે, સત્કર્મ સંપત્તિથી
યુક્ત છે. તેથી હે દેવાનુપ્રિય ! હું કહું છું કે શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે.’
ગોશાલ મખલિપુત્રો ફરીથી કહ્યું- “હે દેવાનુપ્રિય ! શું અહીંયાં મહાપ આવ્યા છે?'
સદ્દાલપુત્ર – “હે દેવાનપ્રિય ! મહાપ કોણ છે?”
ગશાલ મંખલિપુત્ર – “શ્રમણ ભગવાન મહાવીર મહાગાપ છે.'
સદ્દાલપુત્ર-“હે દેવાનુપ્રિય! તમે ક્યા કારણથી કહો છો કે શ્રમણ ભગવાન મહાવીર મહાપ છે?”
ગોશાલ મંખલિપુત્ર- હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર મહાગોપ છે, કારણ કે આ સંસારરૂપી ભયાનક વનમાં અનેક જીવોનો નાશ થાય છે, અનેક જીવો રાન્માર્ગથી ચૂત થાય છે, નષ્ટ થાય છે, પ્રતિક્ષણે મરણ પામી રહ્યા છે, બીજા દ્વારા તેમનું ભક્ષણ થઈ રહ્યું છે, મરી રહ્યા છે-મનુષ્ય આદિ દ્વારા તલવાર આદિથી કપાઈ રહ્યા છે, તેમનું ભેદન થઈ રહ્યું છેભાલા આદિથી વીંધાઈ રહ્યા છે, તેમને વિકલાંગ બનાવવામાં આવે છે, ઘાયલ કરવામાં આવી રહ્યા છે. તેમનું ધર્મરૂપી દંડ દ્વારા ભગવાન રક્ષણ કરે છે, સંગાપન કરે છે, તેમને મોક્ષરૂપી મહાસુખકારી ક્ષેત્રમાં પહોંચાડે છે. તેથી હે સદ્દાલપુત્ર ! હું શ્રમણ ભગવાનને મહાગાપ કહું છું.'
ગશાલ મંખલિપુત્ર- “હે દેવાનુપ્રિય! શું અહીં મહાસાર્થવાહ પધાર્યા છે?'
સદ્દાલપુત્ર- “હે દેવાનુપ્રિય ! તમે મહાસાર્થવાહ કોને કહો છો?'
ગોશાલ સંખલિપુત્ર- “હે સદાલપુત્ર! શ્રમણ ભગવાન મહાવીર મહાસાર્થવાહ છે.'
સદાલપુત્ર- હે દેવાનુપ્રિય ! તમે કયા કારણે કહો છો કે શ્રમણ ભગવાન મહાવીર મહાસાર્થવાહ છે?'
ગશાલ મંખલિપુત્ર-“હે દેવાનુપ્રિય, વાત એમ છે કે શ્રમણ ભગવાન મહાવીર, સંસારરૂપી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org