SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ કથાનુગ–મહાવીર-તીર્થમાં સદ્દાલપુત્ર કુંભકાર ગાથાપતિ કથાનક : સત્ર ૨૧૦ ૧૪૫ કૌટુમ્બિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ મુંડિત થઈને ગૃહત્યાગ કરીને અનગારપ્રવજ્યાથી પ્રવ્રુજિત થયા છે, તે પ્રમાણે તો મુંડિત થઈ, ગૃહત્યાગ કરી અનગાર દીક્ષા ગ્રહણ કરવા હું રામર્થ નથી, પરંતુ હું આપ દેવાનુપ્રિય પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કરવા ઇચ્છું છું.' હે દેવાનુપ્રિમ ! જેમાં તને સુખ મળે તેમ કરી, પરંતુ વિલંબ-પ્રમાદ ન કર.” ભગવાને ઉત્તર આપ્યો. તદનન્તર તે સદ્દાલપુત્ર આજીવિકપાસકે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો, સ્વીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને, જ્યાં પોલાસપુર નગર હતું અને તેમાં જ્યાં તેનું ઘર હતું અને ઘરમાં જ્યાં અગ્નિમિત્રા ભાર્યા હતી ત્યાં ગયો, જઈને અગ્નિમિત્રા ભાર્યાને આ પ્રમાણે કહ્યું. “હે દેવાનુપ્રિયે ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો. તે ધર્મ મને ઇષ્ટ, અતીવ ઇષ્ટ અને સાચો લાગ્યો. તો તું પણ જા અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર, તેમનો સત્કાર કર, તેમનું સન્માન કર તેમ જ કલ્યાણ-મંગલ-દેવ-શાન સ્વરૂપ તેમની પર્યુંપાસના કર તથા શ્રમણ ભગવાન મહાવીરની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષા વ્રત રૂપ બાર પ્રકારના શ્રાવક ધર્મનો સ્વીકાર કર.' ત્યારે તે અગ્નિમિત્રા ભાર્યાએ ‘તમે યોગ્ય કહો છો.' કહીને સાલપુત્ર શ્રમણોપાસકના કથનનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો. અગ્નિમિત્રા મહાવીર-વંદનાર્થ ગમન અને ધન શ્રવણ૨૧૩. તદનન્તર સદાલપુત્ર શ્રમણોપાસકે કૌટુમ્બિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેમને કહ્યું, “હે દેવાનુપ્રિયા ! તેજ ચાલવાળા, સમવયસ્ક, એક સરખી ખરી અને પૂંછડીવાળા અને અનેક રંગે રંગેલા સીંગવાળા, ગળામાં સોનાનાં ઘરેણાં અને ધૂંસરી ધારણ કરેલા, ગળામાં લટકની ચાંદીની ઘંટડીઓવાળા, નાકમાં સોનાના તારથી બનેલી સૂતરની દોરીની નથ સાથે જોડેલી રાસવાળા, નીલકમળના પુષ્પગુચ્છથી સુશોભિત મસ્તકવાળા, યુવાન બળદો દ્વારા ખેંચાતા અનેક પ્રકારના મણિ અને સોનાની ઘંટડીઓથી યુક્ત, ઉત્તમ પ્રકારના કાષ્ઠમાંથી બનેલ સીધા ધૂસરાવાળા, શ્રેષ્ઠ લક્ષણો અને ગુણોવાળા, ધાર્મિક-અર્થાત્ ધર્મકાર્યોમાં ઉપયોગમાં લેવાતા યાનને સજજ કરો, સજજ કરીને કાર્ય પૂરું કર્યાની મને સુચના કરે.' ત્યારે કૌટુંબિક પુરુષો સાલપુત્ર શ્રમણોપાસકની આ આશા સાંભળીને હષ્ટ, તુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિમના, પરમ પ્રસન્ન અને હર્ષાતિરેકથી વિકસિત-હૃદય થઈને, બંને હાથ જોડીને માથા ઉપર રાખીને અંજલિ રચીને “હે સ્વામી! જેવી આશા,’ એમ વિનયપૂર્વક કહીને આશા વચનો સાંભળ્યાં, સાંભળીને તેજ ચાલવાળા સમવયસ્ક બળદોને જોડયા યાવતુ શ્રેષ્ઠ ધાર્મિકયાનને ઉપસ્થિત કરી આશા પાલનની સૂચના આપી. તત્પશ્ચાતુ અગ્નિમિત્રા ભાર્યા સ્નાન, બલિકર્મ, કૌતુક મંગલ પ્રાયશ્ચિત કરી સભામાં જવા યોગ્ય, શુદ્ધ માંગલિક, ઉત્તમ વસ્ત્રો પહેરીને મૂલ્યવાન પરંતુ અલ્પ આભૂષણોથી શરીરને અલંકૃત કરીને ચેટીઓ-દાસીઓના સમૂહથી ઘેરાઈને પ્રવર ધાર્મિક યાનમાં બેઠી, બેસીને પોલાસપુર નગરના મધ્યભાગમાંથી નીકળી, નીકળીને સહસ્સામ્રવન ઉદ્યાનમાં આવી, ઉદ્યાનમાં આવીને ધાર્મિક યાનમાંથી નીચે ઊનરી, ઊતરીને દાસીઓની સાથે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવી, આવીને ત્રણવાર અદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને અતિ દૂર કે અતિ નજીક નહિ તેવા યોગ્ય સ્થાન પર રહીને ધર્મોપદેશ સાંભળવા માટે ઉત્કંઠિત થઈને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001953
Book TitleDharmakathanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1991
Total Pages538
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy