________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થ માં સદા પુત્ર કુંભકાર ગાથાપતિ કથાનક : સૂત્ર ૨૧૦
૧૪૨
કરીને આ પ્રમાણે કહ્યું – “હે ભદન્ત ! પોલાસપુર નગર બહાર મારી પાંચસો કુંભારકામની કર્મશાળાઓ-દુકાનો છે. આપ ત્યાં પ્રતિહારિક, પીઠ, ફલક, શૈયા, સંસ્તારક ગ્રહણ કરવા પધારજો.”
ત્યારે તે દેવના આ પ્રમાણે કહેવાથી તારા મનમાં આવો આધ્યાત્મિક વિચાર, ચિંતન, પ્રાર્થના અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયા કે, નિશ્ચિતપણે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક મંખલિપુત્ર ગોશાલક છે, તે જ મહામાતણ ચાવતુ રસત્કર્મસંપત્તિથી યુક્ત છે, તે જ કાલે અહીંયાં પધારશે. તો હું તેમને વંદન-નમસ્કાર કરીશ, તેમનો સત્કાર કરીશ. તેમનું સન્માન કરીશ, કલ્યાણ-મંગલ-દેવ-દૈત્ય-સ્વરૂપ તેમની પર્યાપાસના કરીશ. પ્રતિહારિક-પીઠ-ફલક-શૈયા-સંસ્મારક માટે નિમંત્રિત કરીશ.'
“ તો હે સદાલપુત્ર ! મારું આ કથન સત્ય છે?” “હા ભગવાન ! આ કથન યથાર્થ છે.' સદ્દાલપુત્રો ઉત્તર આપ્યો.
હે સદ્દાલપુત્ર ! તે દેવે આ વાત ગોપાલક મંખલિપુત્રને લક્ષ્યમાં રાખીને નહોતી કહી 'ભગવાને પછી કહ્યું.
સદાપુત્રનું નિવેદન ૨૧૦. તદનન્તર શ્રમણ ભગવાન મહાવીરે આ
પ્રમાણે કહ્યા પછી તે સદ્દાલપુત્ર આજીવિકપાસકને આ પ્રમાણેનો આધ્યાત્મિક, ચિંતિત પ્રાર્થિન, માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો કે કામણ ભગવાન મહાવીર મહામાહણ, અપ્રતિહત જ્ઞાન-દર્શનના ધારક, અતીત, વર્તમાન અને અનાગત સમયના જ્ઞાતા, અરહતુ, જિન, કેવલી, સર્વ શ, સર્વદશી, રૌલોયરહિત, મહિત, પૂજિત, દેવ, મનુષ્ય અને અસુર તથા સંપૂર્ણ લોકના અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કરણીય, સત્કારણીય, સમ્માનનીય, કલ્યાણ-મંગલ -દેવ-ચૈત્યરૂપ, પર્યપાસનીય યાવત્ સત્કર્મસંપત્તિયુક્ત છે. તો મારા માટે ઉચિત છે કે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરી પ્રાતિહારિક પીઠ, ફલક, શૈયા, સંસ્મારક વગેરે હેતુ માટે આમંત્રિત કરું. આમ વિચાર કર્યો અને વિચાર કરીને પોતે બેઠો હતો ત્યાંથી ઊભો થયો, ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર
મહાવીર દ્વારા હાલપુત્રને સંબોધન૨૧૧, તદનન્તર શ્રમણ ભગવાન મહાવીરે આજીવિક
પાસક સદ્દાલપુત્રનું આ નિવેદન સ્વીકાર્યું અને સ્વીકાર કરીને સદાલપુત્ર આજીવિકપાસકની પાંચસો કુંભારકામની કર્મશાળાઓ પર પ્રાતિહારિક, પીઠ, ફલક, શૈયા, સંસ્તારક ગ્રહણ કરવા ત્યાં પધાર્યા.
તદનન્તર કોઈ એક દિવસ સદાલપુત્ર આજીવિકપાસકે હવાને કારણે થોડા સૂકાયેલા માટીના વાસણોને અંદરના કોઠામાંથી બહાર લાવીને સૂકાવા માટે તાપમાં મૂક્યા.
ત્યારે તે જોઇને શ્રમણ ભગવાન મહાવીરે સદ્દાલપુત્ર આજીવિકપાસકને પૂછયું- “હે સદ્દાલપુત્ર ! આ માટીનાં વાસણો કેવી રીતે બન્યાં ?'
ત્યારે આજીવિકપારક સદ્દાલપુત્રો શ્રમણ ભગવાન મહાવીરને બતાવ્યું કે, “હે ભદન્ત ! સૌથી પહેલાં માટી લાવ્યા, ત્યાર પછી તેને પાણીમાં પલાળી, પછી રાખ અને છાણ સાથે તેને ભેળવી, ભેળવીને ચાકડે ચઢાવી, તે રીતે
આ ઘણાં બધાં જળપાત્રો, કુંડીઓ, ગાડવા, ઘડા, અર્ધધડા, કળશ, કેદીઓ કૃપીઓ વ. બનાવીએ છીએ.'
ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકપાસક સદ્દાલપુત્રને પૂછંયું- “હે સદાલપુત્ર! આ બધાં માટીનાં વાસણો શું પ્રયત્ન, કર્મ, બળ, વીર્ય, પુરુષકાર-પરાક્રમથી બનાવો છો કે ઉત્થાન કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમ વગર બન્યાં છે?”
ઉત્તરમાં તે સદ્દાલપુત્ર આજીવિકપાસકે શ્રમણ ભગવાન મહાવીરને કહ્યું, “હે ભદન્ત ! આ બધાં
૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org