________________
ધર્મકથાનુયોગ–મહાવીર-તીર્થમાં કંડક્રેલિક ગાથાપતિ કથાનક : સત્ર ૧૮૫
૧૩૫
૧૦. કુંડલિક ગાથાપતિ કથાનક
કાંપિલ્યપુરમાં કન્ડકૌલિક ગાથા પતિ૧૮૫. તે કાળે, તે સમયે કપિલ્યપુર નગર હતું.
સહસ્સામ્રવન નામનું ઉદ્યાન હતું. જિતેશ ] રાજા હતો.
તે કાંપિલ્ય નગરમાં ધન-ધાન્યથી સમૃદ્ધ થાવત્ ઘણા બધા લોકો વડે પણ પરાજિત ન થાય એ કુન્ડકૌલિક નામનો ગાથાપતિ નિવાસ કરતો હતો.
તે કુન્ડકલિક ગાથાપતિની છ કરોડ સુવર્ણ મુદ્રાઓ કોષમાં સુરક્ષિત હતી, છ કરોડ સુવર્ણ મુદ્રાઓ વેપારમાં રોકાયેલી હતી, અને છ કરોડ મુદ્રાએ ઘર-ગૃહસ્થીનાં સાધનોમાં રોકાયેલી હતી. તેની ગૌશાળામાં છ ગોકુળ હતાં અને પ્રત્યેક ગોકુળમાં દસ-દસ હજાર ગાયો હતી.
તે કુન્ડકૌલિક ગાથાપતિની ધણા રાજાઓ સલાહ લેતા હતા, તેની સાથે પરામર્શ કરતા હતા, અને તે સ્વયં પોતાના કુટુંબ પરિવારનો આધારસ્તંભ થાવતુ સમસ્ત કાર્યોનો પ્રેરક-નિર્દેશક હતો.
તે કુન્ડલિક ગાથા પતિને શુભ લક્ષણ અને પરિપૂર્ણ ઇન્દ્રિય અંગોપાંગ યુદ્ધ પૂષા નામની ભાર્યા-પત્ની હતી યાવત્ મનુષ્ય સંબંધી કામભોગો ભોગવતી જીવન વ્યતીત કરતી હતી.
ભગવાન મહાવીરનું સમવસરણ૧૮૬. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર
થાવત્ જ્યાં કાપિલ્યપુર નગર હતું, જ્યાં સહસ્સામ્રવન ઉદ્યાન હતું, ત્યાં પધાર્યા અને પધારીને યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. પરિષદ વંદન કરવા ચાલી.
કેણિકરાજાની જેમ જિતશ રાજા પણ વંદન કરવા નીકળ્યા. યાવત્ પય્ પાસના કરી. કન્ડકૌલિક ગથાપાતનું સમવસરણમાં ગમન અને
ધર્મશ્રવણ૧૮૭. તદનન્તર કુન્ડકૌલિક ગાથાપતિએ આ સમા
ચાર સાંભળીને કે પૂર્વાનુમૂવી ક્રમથી ચાલતા,
ગ્રામાનુગ્રામ ગમન કરતા શ્રમણ ભગવાન મહાવીર અહીં આવ્યા છે, અહીં પધાર્યા છે, અહીં સમવસૃત થયા છે અને આ કાંપિલ્યપુર નગરીની બહાર સહસ્ત્રામવન ઉદ્યાનમાં યથોચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરણ કરી રહ્યા છે. ત્યારે, “હે દેવાનુપ્રિયે ! તથારૂપ અરિહંત ભગવતોના નામ અને ગોત્ર સાંભળવા મળે તો તે પણ મહાફળદાયક છે ત્યારે પછી તેમની પાસે જવાના, તેમને વંદન-નમસ્કાર કરવાના, તેમને પ્રશ્નો પૂછવાના અને તેમની પર્યપાસના કરવાના ફળનું તો પૂછવું જ શું? ધર્માચાર્યના એક સુવચનને સાંભળવું પણ જ્યારે મંગળરૂપ છે તો પછી વિપુલ અર્થ ગ્રહણ કરવાના વિષયનું તો પૂછવું જ શું? હે દેવાનુપ્રિયો! તો હું જઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરું, તેમને સત્કારું – તેમનું સન્માન કર્યું અને કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ તેમની પર્યુંપાસના કરું-આ પ્રમાણેનો વિચાર કર્યો, વિચાર કરીને સ્નાન કર્યું, બલિકર્મ કર્યું', કૌતુક-મંગલ પ્રાયશ્ચિત્ત કર્યું અને પછી શુદ્ધ, ધર્મસભામાં જવા યોગ્ય માંગલિક વસ્ત્રો પહેર્યા તેમ જ બહુમૂલ્ય પરંતુ અલ્પ આભૂષણોથી શરીરને અલંકૃત કરીને પોતાના ઘરેથી નીકળ્યો, નીકળીને કરંટ પુષ્પની માળાઓ યુક્ત છત્રને માથા પર ધારણ કરીને જનસમૂહને સાથે લઈને પગે ચાલતો કાંપિલ્યપુર નગરની વચમાંથી પસાર થતો જ્યાં સહસ્સામ્રવન હતું અને તેમાં જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવાન મહાવીરની ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને બહુ દૂર નહિ કે બહુ નજીક નહીં એવા યથોચિત
સ્થાન પર બેસીને શુશ્રુષા કરતે, નમસ્કાર કરતો વિનયપૂર્વક બંને હાથ જોડીને પયુંપાસના કરવા લાગ્યો.
૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org